________________
જિન ભવનમાં રહેવું સાધુને કહ્યું નહિ.
૨૧૯
તેઓની અનુજ્ઞા ન થાઓ. પરંતુ આધાકર્માદિ દોષરહિત હોતે છતે ત્યાં રહેતા કઈ ક્ષતિ થાય તે કહે છે –
दुगंधमलिणवत्थस्स, खेलसिंघाणजल्लजुत्तस्स ।
जिणभवणे नो कप्पई, जइणो आसायणाहेऊ ।।७।।७५।। ગાથાર્થ દુર્ગધ અને મલિન વસ્ત્રવાળા, ગળાના કફ, નાકના મેલ અને શરીરના મેલથી યુક્ત પતિને આશાતનાના કારણથી જિનભવનમાં રહેવું કલ્પતું નથી. છાપા
ટીકાર્થ: દુર્ગધ એટલે સ્નાન નહિ કરવાથી મળના સંપર્કથી દુર્ગધ આવે. મલિન એટલે બાહ્ય રજના સંગથી જેના વસ્ત્રો મલિન હોય. ગળા, નાક અને શરીરના મલથી યુક્ત તેવા સાધુને જિનભવનમાં રહેવાને માટે કલ્પતું નથી. એ પ્રમાણે જાણવા યોગ્ય છે. શાથી ? આશાતનાના કારણથી, અને કહ્યું છે કે –
વળી બે પ્રકારે વાયુને કાઢનારું સ્નાન કરાવેલું પણ આ શરીર દુર્ગધ તથા મલને કરનારું છે. તેથી (સાધુઓ) મંદિરમાં વાસ કરતા નથી. (પ્રવ. સ. . ૪૨૮)
ટીકાર્થ સ્નાન કરાવેલું પણ આ શરીર દુર્ગધને આપનારું છે તો વળી નહિ સ્નાન કરાયેલાની વાત જ ક્યાં ? ઉર્ધ્વ અને નીચે એમ બે પ્રકારે વાયુ નીકળે - તે કારણથી ચૈત્યમાં નિવાસ કરતા નથી.
ગાથાર્થ : ત્રણ સ્તુતિઓ અને ઉપર ત્રણ શ્લોક સિદ્ધાણં બુદ્ધા સ્તોત્રના કહેવાય ત્યાં સુધી તથા બીજા પણ કારણના વશથી ત્યાં (જિનમંદિરમાં) રહેવા માટે યતિઓને અનુજ્ઞા અપાઈ છે. (પ્રવ. સ. TI. ૪૩૨)
ટીકાર્ય : યાવ ત્રણ સ્તુતિઓ “સિદ્ધાણં બુદ્ધાણં' ઈત્યાદિ ત્રણ ગાથારૂપ કહે છે. તાવતા થી જ્યાં સુધી પૂર્ણ (ચૈત્યવંદના) કરે છે. ત્યાં સુધી ચૈત્યમાં રહેવું અનુજ્ઞા છે. કારણથી સ્નાત્ર વગેરે હોય કે વ્યાખ્યાન વગેરે હોય તો “પરા વત્તિ' એટલે ચૈત્યવંદન પછી પણ રહેવું કહ્યું છે.
જો કે એ ચૈત્ય આધાકર્મી નથી તો પણ ભક્તિ માટે કરેલું હોય, તેથી નિવાસનો ત્યાગ કરવા વડે ખરેખર જ ભક્તિ જ કરેલી થાય છે, નહિતર મોટી આશાતના થાય.
જો કે ચૈત્ય એ આધાકર્મી નથી - સાધુઓના નિમિત્તે કરેલું નથી. તો શા માટે કરાયેલું છે ? ભક્તિને માટે કરાયેલું એટલે કે અરિહંતની ભક્તિ વડે નિર્માણ કરાયેલું છે. તો પણ ત્યાં નિવાસને વર્જન કરવા વડે અરિહંતને વિષે ખરેખર ભક્તિ જ કરાયેલી થાય છે. અન્યથા ત્યાં નિવાસ કરનારને મોટી આશાતના થાય. આથી ચૈત્યમાં વસવું ન જોઈએ. આ પ્રમાણે કુમાર્ગનું નિરાકરણ કરીને સુમાર્ગને કહે છે -
भावत्थयदव्वत्थयरूवो, सिवपंथसत्थवाहेणं ।
सव्वत्रणा पणीओ, दुविहो मग्गो सिवपुरस्स ।।८।७६।। ગાથાર્થ ઃ શિવપંથ એટલે મોક્ષમાર્ગના સાર્થવાહ એવા સર્વજ્ઞ વડે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવરૂપ મોક્ષનગરનો બે પ્રકારનો માર્ગ કહેલ છે.
ટીકાર્થ પાઠ સિદ્ધ છે, પરંતુ ભાવ વડે સ્તવના પૂજા એ ભાવસ્તવ તે યતિધર્મ છે. ભગવાનની આજ્ઞાનું પાલન થતું હોવાથી ચારિત્ર એ પણ ભગવાનની પૂજા છે જે કહ્યું છે કે –