________________
આર્યરક્ષિતસૂરિ
૨૧૫
રડતા ગુસ્સાપૂર્વક ગદ્ગદ્ સ્વરે અસાધુ જેવો સાધુઓનો વૃત્તાંત કહ્યો. II૬૩૩।। ત્યારે આંખના ભવા ચઢાવીને પ્રકોપની જેમ ગુરુએ તે સર્વ સાધુઓની તર્જના કરીને પોતાના પિતાને કહ્યું. II૬૩૪॥ હે તાત ! દયા વગરના પાપી એવા આ છે, એમના વિના પણ કામ સ૨શે. આપના માટે ભિક્ષા સ્વયં હું લાવી દઈશ. II૬૩૫।। આથી આ કુશિષ્યો વડે લાવેલું હવેથી હું પણ નહિં વાપરું. આ પ્રમાણે કહીને ગુરુએ તેમના પાત્રા, પલ્લાં વગેરે ગ્રહણ કર્યા. II૬૩૬।। હવે સોમદેવ મુનિએ વિચાર્યું કે જગત પ્રસિદ્ધ, જગપૂજ્ય એવો મારો પુત્ર જો ભિક્ષાને માટે જાય તે ખરેખર યોગ્ય નથી. તેથી તેમણે ગુરુને કહ્યું કે હે વત્સ ! તમે અહીં જ રહો, હું જાઉં છું. આપ ભિક્ષાને માટે જશો તો ધર્મનું લાઘવપણું થશે. II૬૩૭-૬૩૮॥ પાત્રાને ગ્રહણ કરીને ભિક્ષા માટે આર્ય ગયા. પાછલા દ્વા૨ વડે કોઈના ઘ૨માં પ્રવેશ કર્યો. II૬૩૯॥ તે ઘરના શ્રેષ્ઠીએ કહ્યું કે હે તપસ્વી ! શું આ રીતે પાછલા દ્વાર વડે પ્રવેશ કરાય ? આગળના દ્વારથી પ્રવેશ કરો. II૬૪૦ના સોમદેવ મુનિએ પણ તે ઘરના વડીલને કહ્યું કે શું પ્રવેશ કરતી લક્ષ્મી પાછળના દ્વારથી આવે કે આગળના દ્વારથી ? II૬૪૧॥ કલ્યાણને ક૨ના૨ તે વચન સાંભળીને શ્રેષ્ઠી ખુશી થયા અને ગણપતિને માટે બનાવેલા ૩૨ લાડવા તેમને આપ્યા (વહોરાવ્યા). ॥૬૪૨॥ મુનિ પણ હર્ષપૂર્વક, પ્રમોદ ક૨ના૨ તે મોદકોને લઈને આવીને ગુરુની સંમુખ હસતા મુખે આલોચના કરવા લાગ્યા. ॥૬૪૩॥ સૂરિએ પણ કહ્યું કે હે પિતાજી ! તમારા વંશમાં (પરિવાર, પરંપરામાં) શિષ્ય-પ્રશિષ્યોની પંક્તિ ક્રમપૂર્વક ૩૨ થશે. I૬૪૪॥ બીજું વળી હે આર્ય ! તું આ લોકોને કંઈ પણ આપતો નહિ. કેમ કે એકલ ખાનારા તેઓએ કાલે તમને કંઈ પણ આપ્યું ન હતું. II૬૪૫) લઘુકર્મી એવા તેમણે કહ્યું કે હે વત્સ ! આ મને યોગ્ય નથી. કેમ કે જે આ આપના શિષ્યો છે તે મારા તો પૌત્રો છે અને તેથી છોરૂ કછોરુ થાય, પણ માવતર ક્યારે પણ કુમાવતર થતા નથી. તેથી મને કિંચિત પણ રોષ તેઓ ઉપર નથી. વળી હું તો તે સર્વ મુનિવરોને આપીને મારા પોતા માટે ફરીથી જઈશ. જલ્દીથી ખાંડ,ઘી સહિત ખીરને લાવીને તેમણે ખાધી. II૬૪૬-૬૪૭-૬૪૮॥ ત્યારથી આરંભી સોમદેવ મુનિ વિશિષ્ટ લબ્ધિસંપન્ન અને સર્વ ગચ્છને ઉપકારક થયા. ॥૬૪૯||
તે ગચ્છમાં લબ્ધિવાળા ત્રણ સાધુઓ થયા. વસ્ત્રપુષ્ય, ધૃતપુષ્ય, અને ત્રીજા દુર્બલિકા પુષ્ય. ૬૫૦ના દ્રવ્યથી ખરેખર જેટલા વસ્ત્રનું પ્રયોજન ગચ્છમાં થાય તેટલા જ તે વસ્ત્રો લબ્ધિથી સ્વયં સમીપ આવે. II૬૫૧॥ ક્ષેત્રથી વસ્ત્રો જ્યાં દુર્લભ છે એવી મથુરાનગરીમાં, કાલથી શિશિરઋતુમાં વસ્ત્રોને ખરીદ કરી પોતાનું જીવન ચલાવનાર વેપારીના સમૂહમાં. ॥૬૫૨॥ ભાવથી કોઈક દુઃખીયારી, અત્યંત કષ્ટથી આજીવિકા ચલાવનારી, ભૂખ વડે અત્યંત મરતી, ઘણા દિવસોની મહેનતે સૂતર કાંતીને. ૬૫૩॥ ઉત્સવમાં પહેરવા માટે સાડી કરી, આવી અવસ્થાવાળી પણ તેણી જો વસ્ત્રપુષ્ય મુનિ યાચે તો આનંદથી આપે. II૬૫૪॥ દ્રવ્યથી ધૃતપુષ્ય વળી ગચ્છને માટે જેટલા ઘીની જરૂર પડે તેટલું ઘી પોતાની લબ્ધિથી સામેથી આવી જતું. II૬૫૫Ī] ક્ષેત્રથી, સ્વભાવથી જ જ્યાં અલ્પ ઘી છે તેવા અવંતિમાંથી અને કાળથી અતિરુક્ષ એવા જેઠ, અષાઢ મહિનાના દિવસોમાં. ॥૬૫૬॥ ભાવથી ગર્ભિણી બ્રાહ્મણી ધન વગ૨ના પોતાના પતિને કહે કે હે પ્રિયે ! પ્રસૂતિ સમયમાં મને ઘીનું પ્રયોજન થશે. II૬૫૭।। તે પણ સમસ્ત દેશમાં પા કે અડધો શેર વડે છ માસથી ઘીના કુંભને માંગી માંગીને એકઠું કર્યું. I૬૫૮। પછી ઘરે આવીને પત્નીને અર્પણ કર્યું. તેવી સ્ત્રી પણ ઘરે આવેલા ધૃતપુષ્યને સર્વ થી સંતોષપૂર્વક આપે. ૬૫૯॥ દુર્બલિકાપુષ્ય કે જે શ્રેષ્ઠ જ્ઞાનની લબ્ધિવાળા જેને ચક્રવર્તીના નિધિની જેમ નવ પૂર્વી પોતાની પાસે રહેલા હતા. II૬૬૦ના સૂત્ર અને અર્થ