________________
આર્યરક્ષિતસૂરિ કથા વજસ્વામી ચરિત્ર
૨૧૧
દશ પૂર્વરૂપી સમુદ્ર તારી તીક્ષ્ણ એવી પ્રજ્ઞારૂપી નાવ વડે દુઃસ્તર નથી. પરકા આ પ્રમાણે ઉત્સાહ કરાવાતા પણ માંદગીથી ઘેરાયેલાની જેમ આળસુ ગુરુભક્તિથી બળાત્કારે ભણાવાતા (પાઠ કરતા) કેટલાક દિવસો રહ્યા. /પરકી પાઠથી ગાઢ રીતે પરાજિત થયેલા તેને જાણીને વજસ્વામીએ જ્ઞાનમાં ઉપયોગ મૂકીને નિશ્ચય કર્યો કે આ દશપૂર્વ મારી સાથે જ વિચ્છેદને પામશે. મારું આયુષ્ય પણ અલ્પ હોવાથી આ પણ મેળવી શકશે નહિ. પ૨૮-૨૯ ત્યારબાદ વજસ્વામીએ આર્યરક્ષિત મુનિને જવાની અનુમતિ આપી અને તેઓ નાના ભાઈની સાથે જલ્દીથી દશપુર નગર તરફ ગયા. //પ૩O||
વજસ્વામી ચરિત્ર: વજસ્વામી પણ એક માસકલ્પ કરતા કરતા સૂર્ય જેમ કર્કમાં સંક્રાન્ત થાય, તેમ દક્ષિણ તરફ ગયા. પ૩૧ી મેઘની જેમ વ્યાખ્યાનના નાદ વડે ગર્જના કરતા સ્વામીને જોઈને દક્ષિણ તરફના લોકો કદંબ પુષ્પની જેમ વિકસ્વર થયા. પ૩રા વિવિધ પ્રકારના ધર્મોપદેશ રત્નોને આપતા સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ જેવા સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો. //પ૩૩|| એક વખત કફની પીડાથી પીડિત વજસ્વામીએ એવા કોઈક સાધુ પાસે સૂંઠનો ગાંગડો મંગાવડાવ્યો //પ૩૪ો તે સાધુએ પણ જલ્દીથી સૂંઠ ગુરુને લાવીને અર્પણ કરી. વાપર્યા પછી (ખાધા પછી) વાપરીશ. એ પ્રમાણે ગુરુએ કાનમાં તે મૂક્યો. પરૂપી કાન પર મૂકેલો વિસ્મરણ થયો અને સાંજના આવશ્યક કરતી વેળાએ મુહપત્તિ (મુખવસ્ત્રિકા) વડે ગ્રહણ કરેલ તે ખટુ એવો અવાજ કરતો નીચે પડ્યો. પડકા તે સૂંઠનું સ્મરણ કરીને વિષાદને ભજતા પોતાની નિંદા કરવા લાગ્યા કે હા, હા, મારા પ્રમાદથી મહાઔષધને પણ હું ભૂલી ગયો. //પ૩ના પ્રમાદમાં સંયમ નથી. સંયમ વિના જીવિત ફોગટ છે, તેથી મારા માટે હવે અનશન જ હમણાં યોગ્ય છે. આ પ્રમાણે વિચાર્યું. //પ૩૮ ત્યારે ચારે બાજુ બાર વર્ષનો દુકાળ થયો અને પોતાના પ્રથમ શિષ્ય વજસેનને બોલાવીને કહ્યું,
જ્યારે જ્યાં લાખ મૂલ્યવાળા ભાતની ભિક્ષા મળશે ત્યાં રહેવું. તેના બીજા જ દિવસે સુકાળ થશે એમ તું જાણ. I/પ૩૯-૫૪૦lી આ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારબાદ સૂત્ર અને અર્થના પારગામી વજસેન મુનિએ પૃથ્વીતલ પર વિહાર કર્યો. ખરેખર ગુરુની આજ્ઞા જ બળવાન (મોટી) છે. પ૪૧// પાછળથી વજસ્વામી ઘરે ઘરે ફરતા સાધુઓને ભિક્ષા પ્રાપ્ત ન થતાં વિદ્યાના બળે ભોજનને કરાવતા હતા. પ૪રા કેટલાક દિવસો પસાર કર્યા બાદ વજસ્વામીએ મુનિઓને કહ્યું કે બાર વર્ષ સુધી શું વિદ્યાથી જ આહાર મેળવવા યોગ્ય છે ? I૫૪૩તેઓએ કહ્યું કે અશુદ્ધ પિંડદાન વડે આ ધાતુ શરીરને પોષવાથી શું ? ધર્મદેહ તો નિર્દોષ હો. (ઘા વગરનો). //પ૪૪ો ત્યાર બાદ તારાની સાથે જેમ ચંદ્ર તેમ પરિવાર સહિત વજ-સ્વામી પર્વત તરફ ચાલ્યા. /પ૪પા એક બાળમુનિને રહેવા માટે કરૂણાપરાયણ સાધુઓએ કહ્યું, પરંતુ ગુરુ ઉપર સ્નેહને ભજનાર તે ન માન્યા. I૫૪૧ી તેથી ગામની અંદર તેને (બાલમુનિને) ક્યાંય પણ વ્યામોહ કરીને સાધુઓની સાથે મોક્ષમહેલમાં ચઢવાને માટે વજસ્વામીજી પર્વત ઉપર ચઢ્યા. પ૪તે જાણીને બાળમુનિ પણ સ્વામીને અનિવૃત્તિ ન થાઓ અર્થાતુ જઈશ તો ગુરુને અસમાધિ થશે. તેથી પર્વતની નીચે જ સ્વયં અનશન સ્વીકારીને રહ્યા. I૫૪૮ મધ્યાહ્ન કાળના સૂર્યના તાપથી તપી ગયેલા તે બાલમુનિ માખણની જેમ ઓગળી ગયા અને ધ્યાનમાં લીન એવા તે સ્વર્ગમાં ગયા. /પ૪૯ો તેના સત્ત્વથી ખુશ થયેલા મહદ્ધિક દેવતાઓએ તેમના શરીરના મહિમાને કર્યો. પ૫olી સાધુઓએ સ્વામીને પૂછ્યું કે આ દેવતાઓ ક્યાં અવતરી રહ્યા છે ? સ્વામીએ કહ્યું કે બાળમુનિએ પોતાનો અર્થ સાધ્યો છે, તેના મહિમા માટે દેવો આવ્યા છે. પ૫૧તે સાંભળીને મસ્તક ધુણાવતા મુનિવરો તેમની પ્રશંસા કરતાં પોતાના અર્થને સાધવા માટે