________________
નર્મદાસુંદરી કથા
મિથ્યાદૃષ્ટિ નર્મદા નામની દેવી હતી. ૨૧૧॥ એક વખત નર્મદા નદીની નજીકમાં રહેલા ધર્મરૂચિ મુનિને જોઈને કુબુદ્ધિવાળી નર્મદાદેવીએ મુનિને ઉપસર્ગો સાથે જોડ્યા. કોની જેમ ? વ્યાકરણમાં ધાતુને જેમ ઉપસર્ગો સાથે જોડાય છે તેમ. II૨૧૨॥ મુનિની નિશ્ચલતાથી તેણી શાંત થઈ અને પોતાની નિંદા કરવા લાગી. સાધુએ તેને પ્રતિબોધ પમાડીને સમ્યગ્દષ્ટિ બનાવી. ।।૨૧૩।। તે દેવી અવીને તમારા ભાઈની પુત્રી નર્મદાસુંદરી થઈ. પૂર્વભવના અભ્યાસથી ગર્ભમાં રહેલી તેણીની માતાને નર્મદાસ્નાનનો દોહદ થયો હતો. ॥૨૧૪॥ માત્સર્યપણાથી ત્યારે સાધુને જે ઉપસર્ગો કર્યા, તેનાથી નિકાચિત કર્મ બંધાયું. દુઃસહ એવું કર્મ આણીએ આટલા દિવસ સુધી ભોગવ્યું. ૨૧૫। આ કર્મના ઉદયથી ગીત ગાનારાના સ્વરથી તેનું સ્વરૂપ પતિને કહ્યું. તે કારણથી તે અસતી છે. આ બુદ્ધિથી તેણીનો ત્યાગ કર્યો. II૨૧૬॥ પોતાના પૂર્વભવને સાંભળીને નર્મદાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સંવિગ્ન થયેલી તેણીએ તે જ ગુરુની પાસે દીક્ષા લીધી. ર૧૭॥ દુષ્કર તપને કરતા તેણીએ અવધિજ્ઞાન થયું છે, યોગ્ય છે એમ જાણીને ગુરુએ પ્રવર્તિની પદે સ્થાપિત કરી. ૨૧૮॥ વિહાર કરતા અનુક્રમે કૂપચંદ્રપુર નગરે ગઈ. ઘણા સાધ્વીના પરિવા૨વાળી તેણી ઋષિદત્તાએ આપેલા ભાગમાં રહી. ૨૧૯॥ અરિહંતના ધર્મને હંમેશાં કહેતી હતી. આદરવાળી ઋષિદત્તા સાંભળતી હતી. તેનો પુત્ર મહેશ્વરદત્ત પણ તે સાવધાન થઈને સાંભળતો હતો. ૨૨૦ના મહેશ્વ૨દત્તને પ્રતિબોધ પમાડવા માટે તેણીએ એક વખત સ્વરશાસ્ત્રના પરાવર્તનને આરંભ્યું. ૨૨૧૫ આવા પ્રકા૨ના સ્વરથી આવા પ્રકારના શરીરનો વર્ણ ગાનારનો હોય, આટલા વર્ષનું આયુષ્ય હોય છે. નહિ જોયેલું ને નહિ જાણેલું, પણ સ્વ૨ ઉપ૨થી નક્કી કરી શકાય છે. આવા પ્રકારના શબ્દથી ગુપ્ત ભાગમાં મષ હોય છે. રુક્ષ સ્વરથી સાથળ ઉપર રેખા હશે એમ જાણી શકાય છે. આ સાંભળીને મહેશ્વ૨દત્તે વિચાર્યું. I૨૨૨-૨૨૩૨૨૪॥ ખરેખર, મારી પત્ની પણ સ્વરશાસ્ત્રને જાણતી હતી. તેથી જ ગાનારના સાથળ પર રેખા છે, એમ કહ્યું હતું. ૨૨૫॥ હા, હા, અતિશય દયા વગરના, અનાર્ય જેવા આચરણ કરનાર, ક્રૂર, પાપી મને ધિક્કાર હો. વિચાર્યા વગર જ ખરાબ સ્વામીની જેમ અપરાધ વગરની દૃઢ પ્રેમવાળી, તેણીનો મેં ત્યાગ કર્યો. એકાકીની મૂકીને હું આવ્યો. ખરેખર મારા હાથમાં રત્ન આવેલું. નિર્ભાગીની જેમ હારી જવાયું. તેથી સ્ત્રી હત્યાના પાપવાળી મારી શુદ્ધિ મૃત્યુ વિના સંભવિત નથી. II૨૨૬-૨૨૭-૨૨૮। આ પ્રમાણે સાંભળીને વિલાપ કરતાં તેને પ્રવર્તિનીએ કહ્યું કે તે જ નર્મદાસુંદરી ખરેખર હું જીવતી જ છું. ૨૨૯॥ આ પ્રમાણે આ પ્રમાણે અહીં આવેલી છું. આવા પ્રકારનાં વ્રતને પ્રાપ્ત કરેલી છું. હે ભદ્ર ! તમે વિલાપ ન કરો. હમણાં તો તમે મારા ભાઈ છો. I૨૩૦।। તેથી હે કલ્યાણકારી ! હમણાં શુદ્ધ સંયમરૂપી પાણી વડે પાપરૂપી મળને પખાળીને નિર્મળ આત્માવાળો થા. II૨૩૧॥ તે સમસ્ત સાંભળીને અંજલિ જોડીને અતિશય વિનયપૂર્વકની વાણી વડે મહેશ્વ૨દત્તે પણ કહ્યું. II૨૩૨॥ હે મહાભાગ્યશાળી ! શુદ્ધ શીલવાળા તમને ભયંકર દુઃખરૂપી સમુદ્રમાં પાપી એવા મેં તમને નાંખ્યા છે. તેથી મારા અપરાધને ક્ષમા કરો, ખમાવો. II૨૩૩।। તેણીએ પણ કહ્યું કે તમે સંતાપ ન કરો. તમારા કોઈનો દોષ નથી. ભોગવવા યોગ્ય પોતાના કર્મને વિષે તમે તો માત્ર નિમિત્તભૂત છો. II૨૩૪॥ મહેશ્વરદત્તે પણ કહ્યું કે ભાગ્યયોગથી મારા ગુરુ અહીં આવશે તો લોકાગ્ર (મોક્ષમાં) આરોહણ કરવા માટે સોપાન (પગથિયાં) સરખી દીક્ષાને હું ગ્રહણ કરીશ. II૨૩૫॥
૧૭૯
પુણ્યોદયના કાળમાં મનુષ્યોએ ચિંતવેલા પાસા સીધા પડતાં હોય છે, તેમ ત્યારે વિહાર કરતા આર્યસુહસ્તિ ગુરુ ત્યાં પધાર્યા. II૨૩૬॥ શ્રાદ્ધમાં જમવા માટે બ્રાહ્મણની જેમ મહેશ્વરદત્ત પણ માતાની સાથે