________________
નર્મદાસુંદરી કથા
આવ./૧૬૦માં તેણે પણ સ્વીકાર કરીને ક્ષણવારમાં સઘળી સામગ્રી એકઠી કરી. મિત્ર વત્સલ એવો તે, તે બાળાને પોતાની પુત્રીની જેમ માનતો બર્બર કુલ ગયો. ll૧૬૧નર્મદાપુરમાં આવીને તેણીનો વૃત્તાંત વીરદાસે જણાવ્યો. તે સાંભળીને સર્વ સ્વજનો દુઃખરૂપી સમુદ્રમાં પડ્યા. /૧૬ો આ બાજુ વીરદાસ ગયો. એમ જાણીને દુર્બુદ્ધિ હરિણીએ નર્મદાને કહ્યું, હે ભોળી ! તું વેશ્યાપણાને આચર. ૧૯૭ll નવા નવા પુરુષોની સાથે ઈચ્છાપૂર્વક વૈષયિક સુખને ભોગવ. હે બાલા ! મારી આ સર્વ વિભૂતિ (ઐશ્વર્ય) સંપત્તિ તારી જ છે. II૧૯૪ો તે સાંભળીને બંને હાથોને હલાવતી, મસ્તકને ધૂણાવતી નર્મદાએ કહ્યું કે હે કુલટા ! કુલ અને શીલને હણનારા આવા દુષ્ટ વચનો ન બોલ. ૧૬પી નર્મદાના વચનથી કોપ પામેલી વેશ્યા ચાબૂકથી તેને મારવા લાગી. ત્યારે વિકસ્વર કેસુડાના પુષ્પ જેવી રક્તવર્ણની કાંતિવાળી તેણી અડદ જેવી કાળી કાંતિવાળી થઈ. ૧૯૬ો અને કહેવા લાગી કે હે ધૃષ્ટા ! હજુ પણ મારું વચન માને છે કે નહિ. નર્મદાએ કહ્યું કે આ જન્મમાં તો તમારા વચનને કરીશ નહિ. I/૧૬થી એટલે દુષ્ટા એવી તેણી અધિક અધિક કષ્ટદાયક માર મારવા લાગી. ત્યારે નર્મદા સુંદરી પોતાનું રક્ષણ કરવા માટે પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગી. /૧૦૮ તેના પ્રભાવથી તત્કાળ ભાગ્યરૂપી વજન ઘાતના પ્રહારથી હણાયેલાની જેમ દુરાત્મા એવી તે હરિણી પોતાના પ્રાણોથી મુક્ત થઈ. (મરી ગઈ). ૧૯૯ાા હરિણી મૃત્યુ પામી જાણીને રાજાએ મંત્રીને કહ્યું કે અત્યંત સ્વરૂપવાન એવી કોઈક સ્ત્રીને તેના પદે સ્થાપન કર. ll૧૭૦ રાજાના આદેશથી મંત્રી પણ હરિણીના ઘરે આવ્યો. અદ્વિતીય એવા નર્મદાના રૂપને જોઈને વિસ્મિત થયો. ૧૭૧. નર્મદાને કહ્યું કે રાજાના આદેશથી તને હરિણીના પદે સ્થાપવાની છે. નીકળવાના ઉપાયને વિચારીને નર્મદાએ પણ તે પદ સ્વીકારવાની હા પાડી. I/૧૭૨ા તેણીને વેશ્યાના પદે સ્થાપીને ખુશી થતો મંત્રી ગયો અને તેણીએ હરિણીના દ્રવ્યને કલ્પવૃક્ષની જેમ આપ્યું. ll૧૭૩ી દાનના સ્વભાવવાળી અત્યંત સ્વરૂપવાન તેણીને જાણીને રાજાએ તેને લાવવા માટે સુખાસન (પાલખી) અને માણસોને મોકલ્યા. /૧૭૪. પાલખીમાં તેણીને બેસાડીને અંતઃપુરમાં માણસો જેટલામાં લઈ જાય છે, ત્યારે તેણીએ વિચાર્યું કે, જીવતી હું શીલનું ખંડન નહિ જ કરું. I/૧૭પો
અહીંયા મારા શીલના રક્ષણનો ઉપાય કયો ? એ પ્રમાણે વિચારતી મહાસતીએ અતિ દુર્ગધવાળી કાદવવાળી ખાળ જોઈ. ll૧૭ફા ત્યારબાદ તેણીએ રાજપુરુષોને કહ્યું કે મને અત્યંત તરસ લાગી છે. તેથી પાલખી અહીં મૂકીને મારા માટે પાણી લાવો. If૧૭ી જેટલામાં તે લોકો પાણી લાવે છે, તેટલામાં પાલખીમાંથી ઉતરીને ખાળના મહાકાદવમાં ભૂંડણીની જેમ તેણી આળોટવા લાગી. //૧૭૮ી અહો ! અમૃતને પીઉં છું. એમ કહીને તે દુર્ગંધવાળું પાણી પીધું અને ઘોડીની જેમ પૃથ્વી પર આળોટી ગુસ્સાવાળાની જેમ માણસો પર આક્રોશ કરવા લાગી. ૧૭૯ો અને કહેવા લાગી કે હું ઈન્દ્રાણી છું. સરસ્વતી છું, લક્ષ્મી છું. મને જુઓ વિગેરે વિગેરે, પોતાના શીલના રક્ષણ માટે ગાંડાની જેમ વર્તવા લાગી. ./૧૮ll રાજસેવકોએ જઈને રાજાને સર્વ વાત કહી. એટલે રાજાએ તેને ગ્રહણ કરી નિગ્રહ કરવા માટે માંત્રિકોને મોકલ્યા. /૧૮૧ માંત્રિકોએ મંત્રોચ્ચાર ચાલુ કર્યા કે તરત જ તેણી ક્રોધથી લાલ લોચનવાળી વિશેષ ગ્રહગ્રહિત દશાને બતાડતી. માંત્રિકોને ગભરાવ્યા. /૧૮૨ll તેઓએ પણ તેનો ત્યાગ કર્યો અને કહ્યું કે ઈચ્છા મુજબ ચેષ્ટા કર. ઢેફાં વડે હણતી ને મારતી તેણીને બાળકો વીંટળાઈ ગયા./૧૮all આ પ્રમાણે બહારથી ડાકણની જેવી હૃદયમાં એક ધર્મનું ધ્યાન કરતી પોતાના શીલની રક્ષાને માટે ભમતી હતી. I/૧૮૪