SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સમ્યક્ત્વ પ્રકરણ કોણ ન ઓળખે ? Il૨૯૪ો રાજાએ કહ્યું કે આ મધુર વચનો વડે સર્યું. પહેલાં હું તારા વડે ક્યાંય જોવાયો છું કે નહિ ? રોગને નહિ ઓળખનારની જેમ અચલે કહ્યું, કિંચિતમાત્ર પણ હું ઓળખતો નથી. ર૯૫ll રાજાએ દેવદત્તાને બોલાવીને તેને બતાવતા કહ્યું કે રાજાની મૂર્તિની જેવી બીજી સર્વ વિભાગિની તેણી છે. I/ર૯વા તેણીને જોઈને અધોમુખવાળો, બીડાઈ ગયેલી આંખવાળો અને લજ્જાથી સર્પના દેશથી પીડિત મૂચ્છના જેવો ક્ષણવાર તે થયો. l/૨૯૭ી તેણીએ પણ તેને કહ્યું કે આ મૂળદેવ રાજાને તું જાણ. ત્યારે તેં જેને કહ્યું હતું કે મને પણ આપત્તિમાં રક્ષણ કરજો તે આ છે. ll૧૯૮ી આ મોટા અપરાધમાં પણ પકડીને તમને આમણે મુક્ત કર્યો છે. કેમ કે અપકાર અને ઉપકારનું ઋણ આજે તમને અપાયું છે. l૨૯૯lી ત્યારે એકાએક મૂળદેવને જાણીને અચલ પણ તેમના પગમાં પડીને ઈર્ષાથી કરાયેલા પહેલાના પોતાના અપરાધને ખમાવ્યો. ll૩૦૦ રાજાને તેણે કહ્યું કે હે દેવ ! ત્યારે જ ઉજ્જયિનીપતિએ આ અપરાધમાં મને અવંતિની બહાર કાઢી મૂક્યો. ૩૦૧I કૃપાળુ મૂળદેવે ત્યારે અવંતિ જવાની ઈચ્છાવાળા સાર્થવાહને પોતાના દૂતની સાથે મોકલ્યો. /૩૦રી મૂળદેવના દૂતે અવંતિ રાજાની મહેરબાની મેળવીને તે વાણિયાને ત્યાં અવંતિમાં પ્રવેશ કરાવ્યો. li૩૦૩ એક વખત મૂળદેવ રાજા પાસે મહાજને આવીને નમસ્કાર કરીને વિનંતિ કરી કે અમે વિધુરતાવાળા છીએ. ll૩૦૪ો હે રક્ષણહારા ! તમે રક્ષણ કરનાર હોતે છતે આ સમસ્ત નગરને ચોરોએ જીર્ણ વસ્ત્રની જેમ ચોરી લીધું છે. ll૩૦પII હે સ્વામી ! ખેતરોની જેમ ઘરમાં ખાતર પાડીને પડે છે. ચોરોથી ખાતર પાડીને કાણા કરાયેલા ઘરો જાણે હજાર આંખોવાળા હોય તેવા થયા છે. ll૩૦કો હે સ્વામી ! તમારા આરક્ષકો અરક્ષક થઈ ગયા છે. કેમ કે દુઃખેથી ગ્રહણ કરાય તેવા ચોરો રાત્રિમાં રાક્ષસની જેમ ભમે છે. ll૩૦૭થી રાજાએ કહ્યું, તમે ખેદ ન પામો. જલ્દીથી સર્વ ચોરોને યમનગરીના મહેમાન કરીને તમને સુખ આપીશ. ||૩૦૮ આ પ્રમાણે મહાજનને પ્રતિબોધ પમાડીને વિસર્જન કરીને આરક્ષકોને બોલાવીને કહ્યું કે અરે ! શું તમે નગરનું રક્ષણ કરતાં નથી ? ૩૦૯ો તેઓ પણ ડરી ગયા અને કહ્યું કે હે સ્વામી ! એક જ ચોર છે પણ વિદ્યાસિદ્ધની જેમ અનેક રૂપવાળો ઓળખાતો નથી. (પકડાતો નથી.) Il૩૧૦ હે સ્વામી ! અનેક ઉપાયો તેને પકડવા માટે કર્યા. પરંતુ રાક્ષસો જેમ હનુમાનને તેમ અમે તેને પકડી શક્યા નથી. ll૩૧૧/l. અંધકારપટથી ઢંકાયેલા જાણે કે અંધકારનો જ પિંડ ન હોય તેવા ગુસ્સાથી રાત્રિમાં સ્વયં રાજા બહાર નીકળ્યા. ll૩૧૨ો ચોરોના ગુપ્ત સ્થાનોમાં ગયા. ક્યાંય પણ દૂધની અંદર પોરાની જેમ ચોર જોયો નહિ. Il૩૧૩. ભમતાં ભમતાં થાકેલા કોઈક ખંડિત દેવકુળમાં સિંહની જેમ ધીરતાથી સૂતા. નૃસિંહ (રાજા) ને ભય કોનાથી ? I૩૧૪ો મધ્યરાત્રિમાં ત્યાં મંડિક નામે ચોર આવ્યો. રાક્ષસ જેમ તલવારને તેમ હાથમાં કોદાળીને રાખતો શોભતો હતો. [૩૧૫ ભો ! કોણ પુરષ અહીં સુતેલો છે, એ પ્રમાણે બોલતા સુતેલા પહેરેગીરોને જેમ માલિક ઉઠાડે તેમ તેણે રાજાને પગ લગાડી ઉઠાડ્યો. ૩૧કા રાજા પણ આકૃતિ પરથી ચોર જ છે એમ જાણીને જલ્દીથી ઉક્યો. તેની ખાત્રી માટે કહ્યું કે કાપેટિક મુસાફર છું. ૩૧૭થી તેણે પણ કહ્યું કે હે કલ્યાણકારી ! તું મારી સાથે ચાલ. કલ્પવૃક્ષની જેમ જલ્દીથી તારા દારિદ્રયને હું દૂર કરું. l૩૧૮. બલિ રાજેન્દ્રને હણવા માટે વિષ્ણુએ જેમ ગરીબાઈને સ્વીકારી, તેમ રાજાએ પણ તે ચોરના નોકરપણાને સ્વીકાર્યું. ૩૧૯ll પોતાના ક્રોધ પામેલા ભાગ્યની જેમ રાજાને નહિ જાણતા તેણે કોઈક કુબેર જેવા શ્રેષ્ઠીના ઘરે લઈ ગયો. ll૩૨૦ળી શંખાસૂરે જેમ બ્રહ્માના મુખકમલમાંથી વેદોને હર્યા હતા, તેમ ત્યાં ખાતર પાડીને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy