________________
૧૬૦
સમ્યકત્વ પ્રકરણ
જાણ્યા વગર જ કન્યાદાનનો ઉદ્યમ કરો છો. l/૨૩૮ી તેણે પણ કહ્યું કે, હે મહાભાગ્યશાળી ! સાથે રહેનારા જેવા તારા વિનયાદિ ગુણો વડે જ કુલસ્વભાવ વગેરે તારું જણાઈ ગયેલ છે. /૨૩૯lી આ પ્રમાણે બોધ પમાડીને તેણે તેને પોતાની કન્યા જલ્દીથી પરણાવી. પુણ્યોદયમાં પુરુષોને લક્ષ્મી અને ઐશ્વર્ય બળાત્કારે પાસે આવે છે. ર૪l હવે દિવ્યજ્ઞાનીની જેમ તેણે તેને સ્વપ્નના અર્થને કહ્યો કે સાત દિવસ પછી અહીં જ તને રાજ્ય મળશે. ૨૪૧II દેવતાના વાક્યને યાદ કરતો સ્વપ્નના અર્થથી ખુશ થયેલો તે આવતા એવા રાજ્યમાર્ગને શોધનારની જેમ ત્યાં જ રહ્યો. ll૨૪૨ો જાણે કે પુણ્યોદયથી જ બોલાવેલ એવો તે પાંચમા દિવસે બહાર વનમાં ગયો. માર્ગમાં થાકેલ મુસાફરની જેમ ચંપક વૃક્ષની નીચે સૂતો. //ર૪all,
ત્યારે તે નગરનો રાજા અપુત્રીયો મરણ પામ્યો. તેથી પતિ અને પુત્ર વગરની સ્ત્રીની જેમ રાજ્યલક્ષ્મી આલંબન વગરની થઈ. ૨૪૪ll તે જ વખતે અમાત્ય વગેરેએ રાજ્ય યોગ્ય પુરુષને (રાજા) મેળવવા માટે હાથી, અશ્વ, છત્ર. કળશ અને ચામરો અધિષ્ઠિત કરાવ્યા. ૨૪પા પરદેશી માણસોની જેમ નગરીની લક્ષ્મી જોવાની ઈચ્છાવાળા દેવાધિષ્ઠિત તે સર્વે નગરની ચારે બાજુ સંચર્યા. ર૪ફા ત્યાં રાજ્યને યોગ્ય તેવા પ્રકારના કોઈપણ નરને નહિ જોઈને તે નગરની બહાર નીકળ્યા. મૂળદેવની પાસે આવ્યા. ર૪૭ll તેને જોઈને અષાઢી મેઘની જેમ ગજરાજે ગર્જના કરી. જાણે કે લોકોને કહ્યું કે આ જ પુરુષ રાજ્યને યોગ્ય છે. Il૨૪૮ હે ગજરાજ ! તમે રાજ્ય યોગ્ય પાત્ર સારું કહ્યું. એ પ્રમાણે છેષારવના બહાનાથી શ્રેષ્ઠ અષે જાણે કે કહ્યું. //ર૪૯ll રાજલક્ષ્મીનું મુખ્ય ચિહ્ન ઉજ્જવલ એવું છત્ર દોરી છૂટીને વિસ્તાર કરીને મસ્તક પર રહ્યું. /૫૦ના પુરોહિતની જેમ કળશે તેને અર્થ આપ્યું. બે ચામરો પંખાની જેમ તેની આગળ વીંઝાવા લાગ્યા. /૨૫૧૫ તે સર્વ જોતો હર્ષાકુળ મૂળદેવ જાગ્યો. ગજરાજે તેને ઉપાડીને પોતાના સ્કંધ પર બેસાડ્યો. //રપરા સ્વામીની પ્રાપ્તિથી ખુશ થયેલા લોકોએ જયજયનાદ કર્યો. રાજાના મંગલને માટે વાજિંત્રો વગડાવ્યા. ll૨૫all રાવણને જીતીને રામે અયોધ્યામાં પ્રવેશ કર્યાની જેમ ત્યારે મહાઉત્સાહપૂર્વક નગરમાં નવા રાજાએ પ્રવેશ કર્યો. ૨૫૪ો પરણીને આવેલાની જેમ અનેક મંગલ કર્યા. ગુફામાં જેમ સિંહ તેમ તેણે મહેલમાં પ્રવેશ કર્યો. રપપા ચક્રવર્તીની જેમ પ્રૌઢ લક્ષ્મીવાળા સિંહાસન પર બેઠેલા તેનો સર્વ સામંત વગેરેએ અભિષેક કર્યો. /પકા તે વખતે આકાશમાં દેવતાઓએ દેવવાણી (આકાશવાણી) કરી કે આપના આ રાજા વિક્રમરાજ જેવા થશે. ll૨૫૭ી ઈન્દ્રની જેમ તેની આજ્ઞાનું જે ખંડન કરશે તેને હું મહાદંડથી વજની જેમ દંડ આપીશ (વિનાશ કરીશ). ll૨૫૮ તે સાંભળીને સર્વ સામંત મંત્રી વગેરે આશ્ચર્યચકિત થયા. સેનાપતિની જેમ તેની આજ્ઞાને વશ રહેનારા થયા. ર૫૯ દેવદત્તા વિના અતિ વિશાળ રાજ્ય અને શ્રેષ્ઠ લક્ષ્મી મૂળદેવને રસ વગરના કાવ્યની જેમ લાગી. ર૬ll ત્યારબાદ અવંતિપતિ (રાજા)ની સાથે તેણે મિત્રતા કરી. કેમ કે દાક્ષિણ્યતા મારું કાર્ય સાધશે. l૨૬૧ી ત્યાં નિધૃણ શર્મા સદુવડ બ્રાહ્મણને બોલાવીને અપૂર્વ સેવા વડે ગામ આપ્યું અને તેનો જ રાજા તેને કર્યો. If૨૭૨ી એક વખત દેવદત્તાને લાવવાને માટે અવંતિપતિ પાસે વિશાળ ભેટણાપૂર્વક દૂતને મોકલ્યો. રિકall દૂત પણ ઉજ્જયિની નગરીમાં જઈને જિતશત્રુ રાજા પાસે ભેટણાને ધરીને નમીને કાર્યની વિનંતિ કરી. ૨૬૪ો હે દેવ ! હમણાં મૂળદેવ દેવતાએ વરદાનથી આપેલ બેન્નાતટ નગરનો વિક્રમરાજ નામે રાજા થયો છે. રકપીતે એ પ્રમાણે કહેવડાવે છે કે હે સ્વામી ! દેવ પણ જાણે છે કે મને વસ્ત્રમાં નલીરાગની જેમ દેવદત્તા ઉપર રાગ છે. રકલો હે દેવ ! તેથી આને મોકલો. તેના વિના રાજ્યસંપત્તિને દુર્ભગ નારીની જેમ મૂળદેવ માને છે. ૨૦થી જિતશત્રુ