________________
૧૪૬
સમ્યકૃત્વ પ્રકરણ
(અંતઃપુરમાં જ રહેતો હતો.) /૧૦૮ તેજ વડે યુવરાજ- પણામાં જ મેળવેલ પ્રતાપવાળા એવા તે અમરચંદ્રના મિત્ર કુરચંદ્ર સમુદ્ર સુધીની પૃથ્વીનું પાલન કર્યું /૧૦૯ll
એક વખત પુત્ર જન્મ મહોત્સવમાં મિત્રના આગ્રહથી અમરચંદ્ર રાજા સભા મંડપમાં બેઠો. ll૧૧૦ણો આ અવસરમાં ત્યાં સર્વે સામંત રાજાઓ, અમાત્ય, સેનાપતિ, નગરજનો, પદાતિ વગેરે રાજાને નમવા માટે આવ્યા. ૧૧૧// જયશ્રીના વિયોગવાળા તે રાજાને તેઓની સાથે સંલાપ બોલવા વગેરે દ્વારા એક પ્રહર યુગ જેવો થયો. I/૧૧૨ાા હવે ઉઠીને જલદીથી રાજા વાસગૃહમાં ગયો. ત્યાં અંતઃપુરમાં જયશ્રીની પાસે રહેનારા જારપુરુષને જોયો. ૧૧all વિષાદથી કલુષિત મુખવાળા રાજાએ વિચાર્યું કે ખરેખર અહો ! સ્ત્રીઓના દુચરિત્રને બ્રહ્મા પણ જાણી શકતા નથી. ||૧૧૪ll પ્રેમની પરીક્ષા કરીને જ હું આની સાથે પરણ્યો હતો. એનામાં રક્ત એવા મેં હમણાં રાજ્યની ચિંતાને પણ તિરસ્કારી હતી. //૧૧પા મારા પ્રત્યેના આણીના પ્રેમને નાશ નહિ પામનાર માનતો મૂઢ બુદ્ધિવાળો હું આટલા દિવસ આજ્ઞાંકિતની જેમ રહ્યો. I૧૧કા તેની આવા પ્રકારની શૃંગારની ચેષ્ટા છે, તેથી હું માનું છું કે ખરેખર સ્ત્રીઓનો પ્રેમ ક્યારે પણ
ક્યાંય પણ નિશ્ચલ (અડગ) હોતો નથી. II૧૧૭ી સાહસિક એવો આ પુરુષ ખરેખર મરવાને માટે જ અહીં આવ્યો છે. તેથી હું તેને મારીશ. તેથી માનમાંથી તેણે તલવારને ખેંચી. I/૧૧૮ અરે ! મરવાની ઈચ્છાવાળો તું કોણ છે ? મારા અંતઃપુરને શું તું જાણતો નથી ? ઈષ્ટ દેવતાનું સ્મરણ કર. હમણાં જ તને યમનો અતિથિ કરું છું. ll૧૧૯ રાજાના રૂપથી તેણે પણ કહ્યું કે હું રાજા છું, તેમ બોલતા ગળેથી રાજાને પકડીને મહેલમાંથી બહાર કાઢ્યો. ll૧૨૦Iી તે વ્યભિચારીને હણવાને માટે રાજાએ સૈનિકોને આદેશ કર્યો. તે વખતે તેને પણ રાજા તરીકે જ જોઈને સંભ્રમપૂર્વક તેઓ નમ્યા. /૧૨ના મિત્ર કરચંદ્રને રાજાએ આ કાર્ય સોંપ્યું. ત્યારે તેને પણ રાજા તરીકે જોઈને તેણે પણ વિચાર્યું કે અત્યંત સરખાપણું હોવાથી કોણ રાજા છે ? I/૧૨રા
હવે કુરચંદ્ર તે બેમાંથી કોણ રાજા છે ? તે જાણવા માટે સર્વ સમક્ષ દિવ્ય કરાવ્યું. તેમાં પણ તે બંને શુદ્ધ થયા. ll૧૨all હવે એકાંતમાં વિચારેલું પણ તે બંનેને પૂછ્યું તો પણ સર્વ એક સરખું જ આવ્યું. ૧૨૪ કુરુચંદ્રએ વિચાર્યું કે અમારા રાજા સિવાય બીજો કોઈ પણ પરમાં પ્રવેશ કરવાની વિદ્યાને જાણે છે. તેથી નિર્ણય થતો નથી. ૧૨પી સત્ય રાજા અમરચંદ્રની તે વિદ્યાને ભૂલાવડાવીને જલદીથી માયાવી રાજાએ પર પ્રવેશના વેષને કર્યો. ll૧૨વીત્યારબાદ બહાર નીકળતાં અત્યંત ખેદવાળા રાજાએ વિચાર્યું કે હું તો નિર્ભાગી છું. કોઈ પણ દૈવ વડે મારું રાજ્ય શા માટે અપહરણ કરાયું ? I૧૨૭થી ભ્રષ્ટ રાજ્યવાળા મને હમણાં જીવવા વડે જ સર્યું. આ પ્રમાણે વિચારીને ઝુંપાપાતથી મરવા માટે પર્વત તરફ ગયો. //૧૨૮ મરવાની ઈચ્છાવાળા તે રાજાને જોઈને ત્યાં પ્રતિમામાં રહેલા મુનિએ કાઉસ્સગ્ગ પારીને આ પ્રમાણે કહ્યું કે હે કલ્યાણકારી! તું કેમ કરે છે ? /૧૨૯ વૈરાગ્યના કારણભૂત પોતાના વૃત્તાંતને તેણે કહ્યો. ત્યારે મુનિએ કહ્યું કે હે મહારાજ ! તે તારો પૂર્વભવનો મિત્ર છે. ll૧૩ ll રાજાએ કહ્યું હે પ્રભુ ! આવા પ્રકારના અપકારને કરનાર જો મિત્ર કહેવાય તો વૈરી કેવા પ્રકારનો કહેવાય ? ll૧૩૧ll ગુરુએ કહ્યું હે રાજા ! સમાધાનને ધારણ કરતો પ્રધાન બુદ્ધિવાળો સાવધાન થઈને તેના અને તારા પૂર્વભવને તું સાંભળ. /૧૩૨|
મેઘપુર નગરમાં પહેલાં મેઘવાહન રાજાને લક્ષ્મીને ખર્ચનારા પ્રિયંકર અને શુભંકર નામના બે અમાત્યો હતા. ૧૩૩ી એક વેપારીની જેમ પ્રાયઃ સાહચર્ય જેવી પરસ્પર તે બંનેને ગાઢ મૈત્રી થઈ. II૧૩૪ો. રાજાઓના વેપારની જેમ ધર્માચાર્ય પાસેથી તે બંનેએ સાથે જ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. ૧૩પા વેપારની