SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમ્યક્ત્વ પ્રકરણ તેમજ સન્મુખ મુખવાળી એવી આ સર્વ સંપત્તિ તમારી જ છે. ll૮૧ી તેથી અત્રે રહીને સુરેન્દ્રની જેમ ઇચ્છા મુજબ વિવિધ પ્રકારના ભોગોને ભોગવો. ભુક્ત ભોગી થયા બાદ પાછલી વયમાં તમે વ્રતને ગ્રહણ કરજો. ll૮રી વિષયો પ્રત્યે વિરાગવાળા મુનિએ તેમને બોધ પમાડવા માટે અમૃતથી મધુર વાણીથી કહ્યું. ll૮all આ કામભોગો શલ્ય સમાન, વિષ સમાન, આશીવિષ સર્પ જેવા છે. કામભોગોની પ્રાર્થના (યાચના) કરનારને તે દુર્ગતિમાં લઈ જનાર છે. l૮૪ll આથી ભવભ્રમણના હેતુ સરખા શત્રુ જેવા કામભોગોમાં રતિ કરવી યોગ્ય નથી. II૮પી. આ પ્રમાણે ધર્મદેશનાને કરતા સંવિગ્ન ચિત્તવાળા સાધુને અવધિ જ્ઞાનાવરણીયનો ક્ષય થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. liટલા ત્યારે તે જ અવધિજ્ઞાનથી પોતાના અને શ્રેષ્ઠીના પૂર્વભવોને જાણીને ધર્મઅધર્મનું ફળ સાક્ષાત્ બતાવવાને માટે સાધુએ ઉપદેશ આપ્યો. ll૮થી આ જ પૃથ્વીતલ ઉપર શ્રીપુર નામના નગરમાં પદ્માકર અને ગુણાકર નામના બે મિત્રો હતા. ll૮૮ી પ્રકૃતિ સરળ (ભદ્રક), દાનના સ્વભાવવાળા, સ્વજન પર વાત્સલ્યવાળા સાક્ષાત્ ન્યાયમૂર્તિ અને વિશ્વને આનંદને આપનારા તે બંને હતા. ll૮થી એક વખત તે બંને ગુરુની પાસે આવ્યા અને ધર્મદેશના સાંભળીને ત્યારે પોતાના કર્મ વિવર થવાથી (હળુકર્મી બનવાથી) બંને પ્રતિબોધ પામ્યા. ll૯olી સમ્યક્ત્વ સહિત બાર વ્રતોને ગ્રહણ કર્યા. પોતાના જન્મને સફળ માનતા લાંબા કાળ સુધી વ્રતનું પાલન કર્યું. l૯૧ી એકવાર કોઈએ પણ કોઈને એ પ્રમાણે શિખામણ આપી કે તારા વડે અત્ય ન કરવું જોઈએ. કારણ કે એ સર્વ રીતે પોતાને હાનિ કરનાર થાય. ll૯૨ા ગુણાકર તે સાંભળીને કંઈ પણ કર્મના ભારેપણાથી ઉશ્રુંખલ એવો મુખરપણાથી વચન બોલ્યો. ૯૭ll અકૃત્ય કરનારનું અચાનક જોતા છતાં પણ શું સઘળું ઉડીને ક્યારેય પણ ક્યાંય જાય છે ? I૯૪ો તે વચન સાંભળીને ત્યારે અનેક લોકોએ તે વાત સ્વીકારી. કેમ કે પ્રાયઃ કરીને પાણીની જેમ પ્રાણિઓ પણ નીચે (દુર્ગતિમાં) જનારા હોય છે. ૯પી પદ્માકરે તેને કહ્યું કે હે મિત્ર ! અનર્થદંડ નામના વ્રતના અતિચારને કરનારું વચન બોલવું તે તને યોગ્ય નથી અને વળી. હકો વિદ્યાધરપણું, રાજાપણું, શત્રુ નાશ વગેરે પણ મુહૂર્તમાત્રમાં થાય. આથી આવા પ્રકારના અપધ્યાન (દુર્ગાન)થી પાછા ફરો. ૯૭ી હે હો ! બળદોને દમન કરો, ઘોડાઓને નપુંસક કરો, ખેતી કરો. અદાક્ષિણ-પણાના સ્થાનરૂપ આવા પ્રકારના પાપનો ઉપદેશ યોગ્ય નથી. II૯૮ દાક્ષિણ્યતા વિના કિંચિત્ પણ કોઈને હળ, અગ્નિ, યંત્ર, શસ્ત્ર, મુશળ, ઉખળ વગેરે આપ નહિ. l૯૯ો કુતૂહલથી ગીત-વાજિંત્ર, નાટક વગેરેને જોવા, કામશાસ્ત્રનો શ્રમ, જુગાર, મદિરાપાન વગેરેમાં રતિ (આનંદ) જીવોને લડાવવા, હીંડોળા હીંચવા, રમતો રમવી, વેરીના પુત્રોની સાથે વૈરની વસુલાત કરવી. ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા ને રાજ કથા, દિવસના સૂવું, રોગ કે મુસાફરીના થાક વિના રાત્રિમાં પણ વધુ નિદ્રા લેવી, આવા પ્રકારના સર્વ પ્રમાદાચરણનો બુદ્ધિશાળીએ ત્યાગ કરવો જોઈએ. ૧૦૦-૧૦૧-૧૦૨ હે મિત્ર ! આ પ્રમાણે અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન કર, તેમ તેને કહ્યું. પોતે પણ સ્વયં વ્રતને પાળ્યું. //૧૦૩ll કાળના ક્રમપૂર્વક આયુષ્યનો ક્ષય થયે છતે તે બંને દેવ થયા. ત્યાંથી આવીને પદ્માકરનો આત્મા તું અહીં થયો. ll૧૦૪ા અને ગુણાકરનો આત્મા તે હું શ્રીપતિ નામનો થયો અને તે હું કે જે અનર્થદંડ વતની વિરાધનાની આલોચના કરી નહિ. તેથી આવા પ્રકારનું ફળ મને મળ્યું. I/૧૦પા હે ભો ! તેં તારનાર એવા ગુણવ્રતની વિરાધના નહોતી કરી. તેથી જ તારા ઘરમાં આકાશ માર્ગે લક્ષ્મી આવી. /૧૦લા તે સાંભળીને બોધ પામ્યો અને જાતિસ્મરણનો લાભ થયો અને સમૃદ્ધિદત્ત શ્રેષ્ઠીએ તેમની જ પાસે વ્રતને ગ્રહણ કર્યું. |૧૦| ત્યારે તેવા પ્રકારના ધર્મના મહિમાને સાંભળીને શ્રેષ્ઠીની પુત્રી પણ પતિના માર્ગને અનુસરનારી
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy