________________
સમૃદ્ધ દત્ત અને શ્રીપતિ
૧૩૫
હવે અનર્થદંડ વિરમણ વ્રત ઉપર કથા. સમૃદ્ધદત્ત અને શ્રીપતિ અહીં અન્વર્થ નામવાળી દક્ષિણ મથુરા નામની નગરી હતી. તેમાં રહેલા લોકો દિશાના યોગથી દક્ષિણવાસી કહેવાયા. //તે નગરીમાં લક્ષ્મીરૂપી વેલડીના મંડપરૂપ અશોકદત્ત નામે શ્રેષ્ઠી હતો. ઉત્તર દિશાનો જેમ કુબેર તેમ આ વણિક પુત્ર શોભતો હતો. રાઈ હવે એક વખત ઉત્તર મથુરામાં રહેનારો સમૃદ્ધિદત્ત નામનો શ્રેષ્ઠી સમૃદ્ધિની વૃદ્ધિને માટે ત્યાં આવ્યો. ૩/ અશોકદત્તને તેની સાથે ગાઢ મિત્રતા થઈ એક આત્માની જેમ ચિત્તનું એકપણું થયું. જો એક યોગથી નિર્દેશ કરાયેલા બે કાર્યની જેમ સર્વ ઠેકાણે પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ તે બંને સાથે જ રહેતા. //પા તેવા પ્રકારની મિત્રતા ટકી રહે તે માટે તે બંનેએ એકનો પુત્ર અને બીજાની પુત્રીની સાથે વિવાહ કરવો. આવી પ્રતિજ્ઞા કરી. /Iકા સમૃદ્ધિદત્ત શ્રેષ્ઠીએ અત્યંત ધન મેળવ્યું. ત્યારબાદ પોતાના મિત્રને પૂછીને પોતાના સ્થાને ગયો. તેણી પરસ્પર સમાચાર મળે તે માટે થોડા થોડા દિવસે પત્ર વ્યવહાર કે માણસો મોકલવા વગેરે બંને કરતા હતા. llો એક વખત દક્ષિણ મથુરાવાસી અશોકદર શ્રેષ્ઠીને ઉત્તમ લક્ષણવાળો એક પુત્ર જન્મ્યો. ll અશોકદરે ગરીબથી આરંભીને રાજા સુધી આનંદને આપનાર એવી સંપત્તિ વાપરીને પુત્ર જન્મ મહોત્સવ કર્યો. ૧૦lી તે વખતે સર્વ લોકો બોલતા હતા કે આ લક્ષ્મીનો પતિ છે. તેથી શ્રેષ્ઠીએ પણ તેનું શ્રીપતિ એવું નામ રાખ્યું. ll૧૧II.
ત્યારે જ સ્નેહના સર્વ કોશ સમાન મિત્રને વધામણી આપવા ઉત્તર મથુરામાં એક માણસ મોકલ્યો. /૧૨ જેમ વસંત ઋતુની મોટી વૃદ્ધિ વડે જલ્દીથી કામદેવ આનંદિત થાય તેમ મિત્રના ઉત્સવના સમાચારથી અલંકૃત થયેલ કાનવાળો તે પણ ખુશ થયો. /૧૩ll હવે તેણે વિચાર્યું કે ભાગ્યયોગથી જો મને પુત્રી થાય તો અમે બંનેએ સ્વીકારેલ નક્કી કરેલ પૂર્ણ થાય. I૧૪ો એક સમયે દિવ્ય રૂપસંપન્ન એવી પુત્રી તેને થઈ. તેનો જન્મ મહોત્સવ જાણે કે પુત્રનો જન્મ મહોત્સવ ન હોય, તેવો શ્રેષ્ઠીએ કર્યો. ૧પી અને બુદ્ધિશાળી એવા તે શ્રેષ્ઠીએ દક્ષિણ મથુરાવાસી પોતાના મિત્રને પુત્રીના જન્મની વધામણી મોકલી. /૧લા તે સાંભળીને તે પણ ખુશ થયો અને મનમાં વિચાર્યું કે લાંબા કાળથી સેવેલો પુત્ર-પુત્રીના વિવાહનો સંબંધ હવે સિદ્ધ થશે. //૧૭ી પરસ્પર પોતાના સંતાનના વિવાહના આરંભ-સમારંભની ગોઠવણીના ચિત્તવાળા તે બંનેના પાંચછ વર્ષો પસાર થયા. ૧૮ ચાલુ વર્ષમાં જ વિવાહ આપણે કરશું, એ પ્રમાણે તે બંને વડે નિર્ણય કરાયો અને ત્યારે બંનેએ પણ બધી તૈયારી કરી. ૧૯ી એકાએક અશોકદત્ત શ્રેષ્ઠીને ત્યારે અત્યંત ભયંકર જાણે કે કોઈ પણ કાળનો દૂત હોય તેવો તાવ આવ્યો. ૨૦ સુપ્રસિદ્ધ એવા વૈદ્યોના સમૂહો વડે ઇલાજ કરાવાયો. જેમ જેમ ઇલાજ થતો ગયો તેમ તેમ તે વર પ્રલયકાળના અગ્નિની જેમ વધવા લાગ્યો. ર૧. તેથી ઘરમાં રહેલી સમસ્ત સારભૂત વસ્તુઓ પુત્રને તેણે કહી દીધી. સારા એવા ધર્મકૃત્યોને કરીને તે સ્વર્ગગામી બન્યા. ||રથી તેમનું ઉર્ધ્વદેહિક કાર્ય બાદ થોડો શોક દૂર થયે છતે અનુક્રમે તેના પદે સ્વજનો અને નગરના લોકોએ તેના પુત્રને સ્થાપ્યો. ૨૩ll કેટલાક દિવસો પસાર થયે છતે લાભાંતરાયના ઉદયથી સુકાયેલા એરંડ ફલની જેમ વહાણો સમુદ્રમાં ડૂબી ગયા. ll૨૪ll દૂર જે કરિયાણાઓ સ્થલમાર્ગે મોકલેલા હતા, તે સર્વ કરિયાણાઓ ચોરોએ માલિક વગરનાની જેમ ગ્રહણ કર્યા. //રા પોતાના ગોત્રજોની જેમ પહેલા નિયુક્ત કરેલા વણિક પુત્રોએ કેટલુંક ધન વહેંચીને લઈ લીધું. ખરેખર કર્મનો વિપાક કેવો છે ? રિકો કેટલુંક ધન કોષ્ઠાગારમાં હતું, તે અગ્નિથી બળી ગયું. ત્યારે સમસ્ત મિત્ર વર્ગ તેમજ સ્વજન વર્ગ દૂર જતાં રહ્યા (છૂટા પડી ગયા). ll૨૭ll