SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સમ્યક્ત્વ પ્રકરણ ખાતો તે નિંદા કરાઈશ. ખરેખર વમેલાને ખાનારા કૂતરા જ હોય છે. બીજું કોઈ પણ નહિ. I૧૩૨ા તે સાંભળીને ભવદેવે વિચાર્યું કે આ બ્રાહ્મણીમાં જે વિવેક છે તે મારામાં નથી. //૧૩૭ll મેં પણ પહેલાં વિષયોને વમી દીધા હતા અને હવે તેની નજીક હું કેમ જાઉં છું? ખરેખર સાધુઓ સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે. I/૧૩૪ ત્યારબાદ સંવેગરૂપી લહરથી પ્રક્ષાલિત કરેલ નિર્મળ મનવાળા તેમણે ત્યારે જ તત્ત્વથી વિષયોને અહિતકર માનીને ત્યાગ કર્યો. ૧૩પા નાગિલાને કહ્યું છે કલ્યાણકારી ! મહાવત વડે જેમ હાથી, મંત્રી વડે જેમ રાજા તેમ ઉન્માર્ગે ગયેલા મને તેં સન્માર્ગે વાળ્યો છે. ll૧૩૬ો. આથી તું મારા માટે ગુરુ જેવી જ છે. મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. તેણીએ પણ કહ્યું કે ગુરુ પાસે જઈને આલોચના કરીને વ્રતને પાળો. f/૧૩૭. હું પણ હમણાં સાધ્વીજી ભગવંત પાસે જઈને સંયમ સ્વીકારીને સત્યકાર કરીશ. કેમ કે આર્ય નારીઓ પતિના માર્ગને અનુસરનારી હોય છે. ./૧૩૮ ભવદેવ મુનિ પણ ભક્તિપૂર્વક જિનબિંબોને નમસ્કાર કરીને ગુરુની પાસે જઈને સર્વ દુષ્કતોની આલોચના કરીને અને ચારિત્રને સમ્યગુ પ્રકારે આચરીને સમાધિ મૃત્યુ પામ્યા. અનુક્રમે સૌધર્મ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા. ./૧૩૯-૧૪ll આ બાજુ ભવદત્તનો જીવ વૃક્ષ ઉપરથી સારી રીતે પાકેલા ફળની જેમ કાળના પરિણામથી સ્વર્ગમાંથી ઍવ્યો. //૧૪૧ મહાવિદેહ ક્ષેત્રના આભૂષણ સ્વરૂપ પુષ્કલાવતી વિજયમાં સેનાપતિ જેવી પુંડરિકીણી નગરીમાં વજદત્ત ચક્રવર્તી રાજાની સર્વોત્તમ યશથી ભરેલી એવી યશોધરા નામની રાણીની કુલિમાં પદ્મ સરોવરમાં રાજહંસની જેમ અવતર્યો. ./૧૪૨-૧૪૩-૧૪૪ll હવે એક વખત રાણીને સમુદ્રમાં જલક્રીડા કરું એવો દોહદ થયો. રાજાએ સમુદ્ર તુલ્ય એવી સીતા નદીમાં જલક્રીડા કરાવીને દોહદ પૂર્યો. ૧૪પા વિદ્યા જેમ નિર્મળ યશને તેમ પૂર્ણ દિવસે મહાદેવી યશોધરાએ પુત્રરત્નને જન્મ આપ્યો. ૧૪વા હવે રાજાએ તેનો સર્વવ્યાપી એવો જન્મોત્સવ કરાવ્યો. તે તે વિધિ-વિધાનથી જગતના લોકોને સંતોષ પમાડ્યા. /૧૪૭થી રાજાએ શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક દોહદના અનુસાર પુત્રનું સાગરદત્ત એ પ્રમાણે નામ કર્યું (રાખ્યું). l/૧૪૮ અંગીકાર કરાયેલા ધર્મની જેમ તે રાજપુત્ર સારી રીતે પાલન-પોષણ કરાવવાથી ક્ષણે ક્ષણે અધિક એવી વૃદ્ધિને પામ્યો. ll૧૪૯ બાળક એવા રાજપુત્રે કલા ગ્રહણ કરવાના કાળમાં કલાચાર્ય પાસેથી સકલ એવી કલા ગ્રહણ કરીને કલાવાન થયો. ||૧૫oll અનુક્રમે કાયાથી તરૂણપણાને પામેલો, મનથી કારૂણ્યપણાને પામેલો અને વચનથી દાક્ષિણ્યપણાને પામેલો તે કુમાર શોભતો હતો. ૧૫૧// રાજાએ પાંદડાથી નિર્માણ કરાયેલી એવી કોમળ અનેક અનુરૂપ કન્યાઓ સાથે તેને પરણાવ્યો. ll૧૫રી ક્રીડા વિચક્ષણ એવો તે તેઓની સાથે ઇચ્છાપૂર્વક ક્રીડા કરતો, પૂર્ણ કરાયેલી સર્વ ઇચ્છાવાળો ઇન્દ્રની જેમ સર્વ સુખને તે અનુભવતો હતો. //૧પ૩l. એક વખત શરદ ઋતુમાં નારીઓના સમૂહની મધ્યમાં રહેલો પોતાના મહેલ ઉપર નારી રૂપી હાથીઓની લીલાને રમતો હતો, ત્યારે દેદીપ્યમાન રત્નના સમૂહરૂપ રોહણાચલ પર્વત જેવા આકાશમાં પાંચ વર્ણવાળા વાદળને તેણે જોયા. //૧૫૪-૧૫પી કૌતુકથી વિકસ્વર નેત્રવાળો, ઊંચા મુખવાળો એવો તે આકાશમાં વિવિધ પ્રકારના વાદળને જોતાં વિરામ ન પામ્યો. ૧પકા તેના જોતાં જ જલદીથી જાણે કે કંઈ જ ન હોય તેમ તે વિલીન પામ્યું. ll૧૫ ત્યારે તેણે વિચાર્યું કે આ વાદળનું વૃંદ જોવાયું, નષ્ટ થયું. તેમ આ સંસારચક્રમાં સર્વ ભાવો પણ વિનશ્વર છે, શાશ્વત નથી. ૧૫તેથી વિવેકીઓને, મુક્તિને પ્રાપ્ત કરાવનાર સાક્ષી સરખા એક ધર્મ વિના ક્યાંય પણ આસ્થા કરવી ઉચિત નથી. ૧૫૯. આ પ્રમાણે વિચાર
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy