________________
શિવકુમાર કથા
૧૨૯
ધારણ કરતાં મસ્તકોને લગાડીને તેઓ બોલ્યા કે, હે મુનિ ! તમારા અવસ્થાનથી આ ઉત્સવનું શિખર થાઓ. વળી આ લોકો આપને સેવા વડે સુકૃતોને મેળવો. f/૫૭-૫૮ ભવદત્ત મુનિએ પણ કહ્યું. તમો હમણાં વિવાહમાં વ્યગ્ર છો. તેથી હમણાં તો હું જઈશ પછી આવીશ. પણ આ પ્રમાણે કહીને પ્રયાણ કરતાં તે મુનિને તે લોકોએ વિવિધ પ્રકારના નિર્દોષ આહાર પાણી વહોરાવ્યા. Iકolઅને તે વખતે ભવદેવ તો પોતાના કુલના આચાર પ્રમાણે નવી પરણેલી સ્ત્રીના બે ગાલોને શણગારતો હતો. કલા ભવદત્ત મુનિના આગમનને સાંભળીને તેની બંને આંખો દર્શન માટે ઉત્કંઠાવાળી બની. જેમ ગુરુ બોલાવે મુનિ ઉઠે તેમ તેણીને શણગારતો મૂકીને એકાએક ઉભો થયો. કરી લોકોએ તું ન જા, ન જા, અર્ધ શણગારેલી એવી આ સ્ત્રીને (બાળાને) તું કેમ છોડીને જાય છે ? એવા વાક્યો વડે અટકાવેલો પણ ગયો. કal સરખી વયના મિત્રોએ પણ વારંવાર કહ્યું કે રતિની જેમ તને અનુસરનારી આને મૂકીને હે ભો ! તું ક્યાં પ્રયાણ કરે છે ? II૬૪ લાંબા કાળે આવેલા ભાઈ મુનિને વંદન કરીને જલદીથી પાછો આવું છું. આ પ્રમાણે તેઓને ઉત્તર આપતો સમુદ્રમાં જેમ વહાણ તેમ ઉછળતા હર્ષના કલ્લોલોથી આવીને સ્નેહથી ભરપૂર એવા તેણે ભક્તિપૂર્વક ભાઈને વિંદન કર્યા. l૫-તેના સંબંધી વેષભૂષા જેવા, તેને વ્રત આપવાની ઇચ્છાવાળા એવા ભવદત્ત મુનિએ વાત કરતાં કરતાં ભવદેવના હાથમાં ઘીનું પાડ્યું આપ્યું. કશા કૃતકૃત્ય થયેલા સાધુ ઘરમાંથી બહાર નીકળ્યા. સ્વામીને જેમ નોકરો અનુસરે તેમ સર્વે સ્વજનો પણ મુનિની પાછળ ગયા. ll૧૮ પાપભીરુ મુનિએ તેઓને પાછા વળો એમ ન કહ્યું. કંટાળીને (ખેદ પામીને) સ્વયં જ મુનિને નમી નમીને સર્વે પાછા વળ્યા. Iકલા ભવદેવે વિચાર્યું કે આ બધા ભલે પાછા ફર્યા, પરંતુ જ્યાં સુધી ભાઈ મુનિ મને વિસર્જન ન કરે ત્યાં સુધી હું તો કેવી રીતે પાછો ફરે ? ||૭૦ણી પાછા ફરવાના મનવાળો. અર્ધ શણગારેલી નાગિલ યાદ કરતો, ભાઈની અનુમતિને ઇચ્છતો એવો ઉપાયપૂર્વક આ પ્રમાણે બોલ્યા. II૭૧//
હે ભાઈ ! પોતાના કુળની મર્યાદાની જેમ આ ગામની સીમા પણ કોઈની પણ સહાય વિના કયારે પણ ઉલ્લંઘી શકાતી નથી. (એકલા રસ્તા પર ન ચલાય) II૭રો હે ભાઈ ! આ આંબાના વનમાં આપણે લાંબા કાળ સુધી રમ્યા હતા. જેમ પોતાની પાછળ (પીઠ)નો ભાગ જોઈ શકાતો નથી, તેમ આનો બીજો ભાગ (ગુણોની શ્રેષ્ઠતા) જોઈ શકાતો નથી. ૭all હે ભાઈ ! અહીંથી આગળનો સર્વ માર્ગ મારે નવો છે. સર્વથા હું તો કુવાના દેડકા જેવો જ છું. II૭૪ો સારી ખાવાની વસ્તુ આપી બાળકને જેમ લલચાવાય તેમ ભવદત્ત મુનિએ પણ તેને ગુરુની પાસે લઈ જવાને માટે તેની સાથે વિવિધ વાતો કરી. II૭પી હે વત્સ ! નિરંતર અવરજવર કરતા મુસાફરોને જેમ માર્ગ નવો નથી લાગતો તેમ સંસારરૂપ પાંજરા ભમતાં ભવ્ય જીવોને કાંઈ જ નવું નથી. ||૭૬ાા. ચૌદ રાજલોકમાં એક પણ પ્રદેશ એવો નથી કે સર્વે જીવોએ જન્મ-મરણ વડે તેનો સ્પર્શ કર્યો ન હોય. ll૭૭ી આ પ્રમાણે સાધુ પોતાના ભાઈની સાથે વાતો કરતાં જલદીથી ગામ પહોંચ્યા. હાસ્ય વિનોદ ખરેખર માર્ગને ઉલ્લંઘન કરાવનાર છે. (વાતો કરતાં રસ્તો જલદી ખૂટે) Il૭૮
ત્યારબાદ વરરાજાના વેષ સહિત નાના ભાઈની સાથે આવતા તે મુનિને વસતિની નજીક આવેલા જોઈને બીજા સાધુઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે ખરેખર દિક્ષા અપાવવા જ અને પોતાની પ્રતિજ્ઞાને સાચી બનાવવા માટે જ નાના ભાઈને લઈને આ આવ્યા. ખરેખર મહામુનિ સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે. ll૭૯૮૦ણ તેને જોઈને ગુરુએ પણ પૂછ્યું કે હે ભવદત્ત ! આ કોણ છે ? તેણે કહ્યું, આ પ્રવ્રજ્યાને માટે અહીં આવેલો મારો નાનો ભાઈ છે. II૮૧ આચાર્યું પણ ભવદેવને સંભ્રમપૂર્વક પૂછ્યું કે તે કલ્યાણકારી ! શું તું