________________
પરિગ્રહ વ્રત - ચંડકૌશિક કથા
૧૨૩
ગયો. ગોભદ્રને જોઈને સંભ્રાન્ત થયેલી ચંદ્રલેખાએ પણ સ્વાગત કર્યું. ૧૦પી અને તેણીએ કહ્યું કે હે ભાઈ ! તમે મારા શીલને ખંડિત ન કર્યું. તેથી શુભ આશયવાળી હું આજે સિદ્ધવિદ્યાવાળી થઈ છું. /૧૦૯ll દુઃખેથી દમન ન કરી શકાય તેવા તેમજ રક્ષાને કરનાર બાજુબંધ વગરના માછલીની જેમ ગંગાના જલમાંથી વિદ્યાસિદ્ધને બાંધીને અહીં હું લાવી છું. I/૧૦ણી આ વદ ચૌદશના દિવસે ચંડીકાદેવી પાસે વધામણીપૂર્વક તેનો બલિ અપાશે. તે પ્રસ્તાવમાં તમારું આગમન થયું છે. /૧૦૮ વળી ઉત્સાહપૂર્વકના મહોત્સવ જેવું આજે તમારું આગમન મારા માટે થશે. હે ભાઈ ! ઈષ્ટનો સંયોગ ખરેખર ખુશ કરનાર હોય છે. ll૧૦૯ll ગોભદ્ર તેણીને કહ્યું કે હે બેન ! પ્રાણીનો ઘાત કરવો તે યોગ્ય નથી. ખરેખર વૈરથી વૈર વધે અને ભવની પરંપરા થાય છે. (૧૧૦મા વળી આ પણ મારો માર્ગ છે. તે બહેન ! મને મિત્ર બતાવ. જેથી તેને પણ પ્રતિબોધ કરીને તમારી સાથે મિત્રતાને કરાવું. /૧૧૧. ત્યારબાદ ચંદ્રકાંતા અને ચંદ્રલેખા ગોભદ્રની સાથે તે રીતે બંધાયેલા વિદ્યાસિદ્ધને બતાવવા માટે આવી. /૧૧૨ા તેટલામાં તો મુમુક્ષુની જેમ તે વિદ્યાસિદ્ધના સમસ્ત બંધન તૂટેલા જોઈને જલદીથી એકી સાથે ભય આશ્ચર્ય અને શિથિલતાને પામી. /૧૧all ત્યારે જ જાણે કે ગોભદ્રને જોયો હોય તેમ ગોભદ્રને જોઈને વિદ્યાસિદ્ધ તેને કહ્યું કે હે ભો ! મારી જેમ કપટથી શું તને પણ આ બંને અહીં લઈને આવી છે ? I૧૧૪ો હવે ગોભદ્ર આગ્રહ કરીને તેઓને એક ઠેકાણે બેસાડીને પ્રૌઢ આચાર્યની જેમ કષાયના ફળને બતાવનારી દેશનાને કરી. II૧૧પા
અહો ! કષાયોમાં મુખ્ય ક્રોધ યોધાની જેમ ઉદ્ધત છે. જેને ક્રોધ હોય તે તેને ખરેખર મૂળમાંથી ઉખેડી નાંખે છે. ૧૧૭ી વરસાદનું પાણી પડતે છતે પણ સમુદ્રની જેમ ઘણી ક્ષમાવાળા, ક્રોધના ફલને જાણનારા સજ્જનો અપરાધીને વિશે પણ ક્રોધ કરતા નથી. /I૧૧થી અપકાર કરનારાઓ પર અપકાર કરવો એ નીચ પુરુષોનો વ્યવહાર છે. વળી સજ્જનો અપકાર કરનારાઓ ઉપર પણ ઉપકાર કરનારા હોય છે. ll૧૧૮. નીચ અને ઉત્તમતારૂપ મનુષ્યનો ભેદ નહિતર ક્યાંથી થાય ? ખરેખર ! એક સ્વરૂપવાળી વસ્તુમાં અનેક સ્વરૂપપણું થાય નહિ. ઘણું કહેવા વડે શું? જો આત્માના સાચા કલ્યાણને ઇચ્છો છો તો પરસ્પરના દુરાશયને મૂકીને તેનું મિચ્છામિ દુક્કડમ્ આપો ||૧૧૯-૧૨૦ના ગુરુનો આદેશ જેમ શ્રાવકો સ્વીકારે તેમ તેનું વચન પણ તેઓએ સ્વીકાર્યું. તત્ત્વથી ભાઈની જેમ પરસ્પર તેઓની પ્રીતિ થઈ. ૧૨૧ી.
વિદ્યાસિદ્ધ વડે વરદાનને માટે કહેવાયેલા ગોભદ્રે કહ્યું, હે મિત્ર ! તું પરસ્ત્રીથી વિરામ પામ. આ જ વરદાન છે. I/૧૨૨ી પરસ્ત્રીનો સંગમ પરમ વૈરનું કારણ છે. અનર્થોના સમૂહનું આવાસ સ્થાન અને દુર્ગતિનો રાજમાર્ગ છે. ll૧૨all દુર્વિનયનો ભાઈ, પરાભવોનું શ્રેષ્ઠ સ્થાન, અપકીર્તિની જન્મભૂમિ અને પાપરૂપી કાદવની ખાઈ છે. II૧૨૪ પરસ્ત્રીથી અટકેલા સુદર્શન વગેરે જેઓ છે તેઓએ મુક્તિને પ્રાપ્ત કરી છે. જેઓ પરસ્ત્રીથી વિરામ નથી પામ્યા તે રાવણ વગેરે અનર્થોમાં પડ્યા. I/૧૨પી અગ્નિથી જેમ ઘીનો કુંભ, બિલાડીથી જેમ ઉંદર, પતંગિયો જેમ દીપથી, સિંહથી જેમ હરણ, સૂર્યથી જેમ અંધકાર, સર્પથી જેમ દેડકા રહે, તેમ સુખના અર્થીઓએ દૂરથી જ પરસ્ત્રીનો ત્યાગ કરવો. ૧૨૭-૧૨૭ી. ત્યારબાદ ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા વિદ્યાસિદ્ધ જલદીથી (એકાએક એકદમ જ) મિત્રની પાસે પરદારા (પરસ્ત્રી)ના ત્યાગનો નિયમ સ્વીકાર્યો. ૧૨૮ ગોભદ્ર પણ તેને કહ્યું કે મને વાંછિતની પ્રાપ્તિ થઈ. તારો પણ જન્મ સફળ થયો. તેથી હવે વ્રતને ભૂલતો નહિ. I૧૨૯ી પ્રમોદને ભજનાર વિદ્યાસિદ્ધ હવે યોગિનીના ઘરમાં જમીને બંને યોગિનીને અને મિત્રને પૂછીને પોતાના સ્થાને ગયો. ૧૩૦ના ગોભદ્ર પણ કહ્યું કે હે કલ્યાણકારી ! ઘરમાંથી