SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સમ્યક્ત્વ પ્રકરણ કરનારી સાક્ષાત્ મૂર્તિ હોય તેવી ભદ્રા બ્રાહ્મણી હતી. તેને દત્ત નામનો પુત્ર હતો. જો તે દારુડીયો, જુગારી, ભીમાં કુશળ, કુર, કુલાંગાર, સ્વામીને ઠગનારો, વાચાળ, ઇર્ષાળુ, હોંશિયાર, બીજાના ચિત્તને ઓળખનારો, સર્વ બ્રાહ્મણની ક્રિયામાં ભ્રષ્ટ એવો તે હંમેશાં રાજાને સેવતો હતો. પ-ડા વશીકરણના ઉપમાવાળા તે તે વચનો વડે તેણે રાજાને વશ કર્યો અને રાજાએ તેને સેનાની બનાવ્યો. Iણી મંત્રી સર્વેને નીચા કરીને રાજાની જેમ તે જ રાજ્યનો કર્તા, હર્તા, વહન કરનાર થયો. IIટી સમસ્ત વ્યાપારીઓની સ્થાપનાને ઉત્થાપના કરનાર તે કુર રાજા જેવો થયો. ત્યાંનો રાજા તો ફક્ત કહેવા પૂરતો જ હતો. કલા સામંતો વગેરે ફોડીને દત્તે રાજ્ય ગ્રહણ કરી લીધું અને જિતશત્રુ રાજાને પોપટની જેમ લાકડાના પાંજરામાં પૂરીને તેના રાજ્ય ઉપર ત્યારે સ્વયં નવો રાજા તે થયો. વધતા તેજવાળા એવા દિવસને પ્રાપ્ત કરીને પ્રતાપી થયો. II૧૦-૧૧II હવે માંડલિક રાજા અને સીમાડાના રાજાને અંકિત થયેલાની જેમ પોતાના દાસરૂપે કરી, તેમના ઉપર પણ પોતાની આજ્ઞા પ્રવર્તાવી. ||૧૨ા કોઈના પણ વડે પરાભવ નહિ પામેલો અને બીજાને પરાભવ પમાડતો વનમાં જેમ ઇચ્છા મુજબ કેસરી સિંહ ફરે તેમ તેણે રાજ્યને કર્યું. ૧૩ll યજ્ઞના ખીલા વડે સર્વ પૃથ્વીને જાણે કે રોમાંચિત કરતો હોઈ તેમ પશુ મેધ વગેરે ઘણા મોટા યજ્ઞોને તે કરતો હતો. ll૧૪ll જમદગ્નિની જેમ ફક્ત તે બ્રાહ્મણોને ખુશ કરતો હતો. દુર્જન એવો તે બીજાઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કરતો હતો. ૧પો શ્વેતાંબર ગણના નાયક અને નૈષ્ઠિક બ્રહ્મચારી કાલિકાચાર્ય નામના આચાર્ય તે દત્ત રાજાના મામા હતા. // ૧લા વિશિષ્ટ એવા અતીન્દ્રિય પદાર્થને જાણનારા એવા તે પૃથ્વીતલને પાવન કરતા એક વખત ત્યાં આવ્યા. //વશી તે મામા મહારાજ ત્યાં આવ્યા છે, એમ જાણીને દત્તરાજા પણ ત્યાં આવીને નમસ્કાર કરીને તેમની આગળ બેઠો. ૧૮ક્ષીરસમુદ્રના લહર જેવી દેશનાને સંભળાવતા તે ગુરુને અવસરે રાજાએ પૂછયું, હે પ્રભુ! યજ્ઞોનું શું ફલ થાય ? I૧૯ો ગુરુએ કહ્યું કે, હે મહાભાગ! રાજા! તું શું ધર્મ પૂછે છે ? હિંસાદિના ત્યાગ વડે નિર્મળ એવો ધર્મ હોય. /૨lી રાજાએ ફરીથી પૂછ્યું, યજ્ઞનું ફળ કહો. ગુરુએ કહ્યું, હે રાજનું ! અધર્મથી દુર્ગતિ થાય છે. ર૧/ ફરીથી દત્તે કહ્યું કે, શું તમે બહેરા છો કે મારા પ્રશ્નથી અન્ય ઉત્તર તમે કેમ આપો છો ? રર// ગુરુએ કહ્યું કે હે રાજા ! હું બહેરો નથી. ત્યારે રાજાએ કહ્યું કે તો મારા પૂછેલા પ્રશ્નરૂપે યજ્ઞનું ફળ શું તે કેમ કહેતા નથી ? ૨૭ll ગુરુએ વિચાર્યું કે આ દત્ત દુરાત્મા, કદાગ્રહી, અધમ પાપી કપટ વડે પ્રત્યનીકપણાથી પૂછે છે. ll૨૪ો ખરાબ બુદ્ધિવાળા આને યથાર્થ કહેવામાં ભવ્ય (સારું) થશે નહિ, પરંતુ ભયથી યત્કિંચિત પણ હું અસત્ય નહિ બોલું. આરપી આ પ્રમાણે વિચારીને ગુરુએ યથાર્થ રાજાને કહ્યું કે, હે રાજન્ ! હિંસાદિ હેતુવાળા યજ્ઞનું ફળ નરક છે. રકા ક્રોધરૂપી અગ્નિથી બળતાની જેમ મિથ્યાષ્ટિ, વાચાળ એવા તેણે ગુરુને કહ્યું કે, તમે બોલ્યા તેની અહીં ખાતરી શું? ||રી ગુરુએ જ્ઞાનથી જાણીને કહ્યું કે, આ ખાત્રી છે કે સાતમા દિવસે. હે રાજા ! કૂતરાઓ વડે ખવાતો કુંભીપાકમાં તું પકાવાઈશ. l૨૮ ઇર્ષા સહિત રાજાએ ફરીથી ગુરુને કહ્યું કે હે આચાર્ય ! આ શું બોલો છો ? બીજી પણ કોઈ ખાતરી છે કે નહિ ? ૨૯ો ગુરુએ કહ્યું કે હે રાજનું! શું હું ખોટું કહું છું? આના માટે તું બીજી આ ખાતરી પણ જાણ. ૩oll સાતમા દિવસના પ્રભાતમાં રાજમાર્ગ ઉપર જતાં તારા મોઢામાં ઘોડાની ખુરીથી ઉછળીને વિષ્ટાનો અંશ પ્રવેશ કરશે. ll૩૧ી દેદીપ્યમાન ચણોઠીના ઢગલા જેવી લાલ, અર્ધ બીડાયેલા લોચનવાળો, દબાવેલા હોઠવાળો અને કંપતા અંગવાળો, સાક્ષાત્ ક્રોધના જેવો દત્ત ગુસ્સે થયો. ૩૨ા અને આચાર્યને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy