________________
૧૦૦
સમ્યક્ત્વ પ્રકરણ
રાજપુત્રીની માંગણી મેત કરતો હતો. II૧૧૧॥ હવે અભયે કહ્યું કે હે મેત ! આટલા બધા રત્નો તું ક્યાંથી લાવે છે ? ચોરી કરીને મેળવ્યા છે કે ક્યાંય પણ નિધિ નીકળ્યો છે. ૧૧૨ મેતે કહ્યું કે હે સ્વામી ! રત્નોને આપતી વસ્તુ મારી પાસે છે. રાજાએ કહ્યું, હે મેત ! તે મને અર્પણ કર. તેણે પણ કહ્યું કે, હે દેવ ! ગ્રહણ કરો. ૧૧૩।। ત્યારબાદ રત્નને આપનાર આ બોકડો છે. એમ કહીને રાજાની પાસે લાવીને રાજાને આપ્યો. રાજાએ તેને પોતાના વાસઘરમાં બાંધ્યો. ધનને આપનાર વસ્તુ કોને માન્ય ન થાય ? અર્થાત્ બધાને જ માન્ય થાય. ||૧૧૪॥ ત્યારબાદ ત્યાં જ સર્પ, ગાય અને ઘોડાના મડદાથી પણ અધિક દુર્ગંધને કરનારી અને નરકના નમૂના સ૨ખી દુર્ગંધવાળી વિષ્ટાને તે બોકડાએ કરી. II૧૧૫॥ દેવાધિષ્ઠિત પશુ છે, એમ જાણીને તે મેતને પાછો આપીને અભયે તેની પરીક્ષા કરવા માટે મેતને કહ્યું કે ॥૧૧૬ રાજા વૈભાર પર્વત ઉપર પ્રભુને નમસ્કાર કરવા માટે જાય છે. તે માર્ગ કષ્ટદાયી છે. તે માર્ગ ઉપર રથ સુખપૂર્વક આરોહણ કરી શકે તેવો કર. ૧૧૭ આ રાજગૃહ નગરીમાં સુવર્ણનો કિલ્લો કરાવ. તારા પુત્રની શુદ્ધિને માટે આકાશમાંથી સમુદ્રને લવડાવ. II૧૧૮। ત્યારબાદ તેમાં સ્નાન કરીને શુદ્ધ થયેલા એવા તેને રાજા પોતાની પુત્રી આપશે. તે સર્વ વૃત્તાન્ત મેતાર્યને કહ્યો. ૧૧૯॥ મેતાર્યએ તે સર્વ દેવ પાસેથી કરાવ્યું. ત્યારબાદ સમુદ્રના લહ૨ીમાં તેણે સ્નાન કર્યું. |૧૨૦ા હવે રાજાએ પોતાની પુત્રી તેમજ આઠ વણિક પુત્રીઓ સાથે જ મેતાર્યનો વિવાહોત્સવ કરી જલદીથી શ્રેષ્ઠિને મેતાર્ય અર્પણ કર્યો. ||૧૨૧।। તે દેવના સાનિધ્યથી અત્યંત પ્રસિદ્ધિને પામ્યો. ઇન્દ્રની જેમ ૧૨ વર્ષ સુધી મેતાર્થે સુખને અનુભવ્યું. ૧૨૨॥
હવે બોધ પમાડવા માટે દેવ મેતાર્ય પાસે આવ્યો. મેતાર્યની સ્ત્રીઓએ ફરી બાર વર્ષ માંગ્યા અને દેવે આપ્યા. ૧૨૩ ૨૪ વર્ષના અંતે પત્ની સહિત મેતાર્યે પરિવ્રજ્યા સ્વીકારી અને નવપૂર્વી થયા. ૧૨૪॥ એકાકી વિહારની પ્રતિમાને સ્વીકા૨ીને પૃથ્વી પર વિચરતા તપ વડે કર્મોને ખપાવતા એક વખત રાજગૃહ નગરમાં આવ્યા. ૧૨૫॥ ત્યાં વિચરતા મેતાર્ય મહાઋષિ ભિક્ષાને માટે અશાતાવેદનીયથી ખેંચાયેલાની જેમ સોનીના ઘરે ગયા. II૧૨૭।। તે સોની શ્રેણિક રાજાની પરમાત્માની સ્વસ્તિક પૂજા માટે ૧૦૮ સોનાના જવલા હંમેશાં કરતો હતો. ૧૨૭।। તત્કાલ ઘડેલા તે જવોને બહાર મૂકીને ત્યારે સોની કોઈ પણ પ્રયોજન માટે ઘરમાં ગયો. ૧૨૮॥ ત્યારે ત્યાં આવેલો ભૂખ્યો ક્રૌંચ પક્ષી જવલાઓને ધાન્ય માનતો ખાઈ ગયો. ૧૨૯ સોની આવ્યો અને જવલાઓને નહિ જોતાં ઉતાવળો (બેબાકળો) થયો. કારણ કે રાજાની મધ્યાહ્ન સમયની પૂજા સીદાશે. II૧૩૦ હા ! અવસરે (સમયે) જવલાઓને જો હું રાજાને નહીં મોકલીશ તો આજ્ઞા છે કે શ્રેષ્ઠ એવા આ રાજા મને ટુકડા કરાવી મારી નંખાવશે. II૧૩૧॥ ત્યારે ત્યાં મેતાર્ય વિના બીજો કોઈ માણસ આવ્યો નથી. સોનીએ ત્યારે મેતાર્યને પૂછ્યું કે, અહીં રહેલા જવલાઓ ક્યાં ગયા ? ।।૧૩૨।। ત્યારે પ્રાણીઓ ૫૨ કરૂણાવાળા સત્ત્વશાળી એવા મહર્ષિએ વિચાર્યું કે જો હું જવલા લીધા નથી એમ કહીશ. II૧૩૩॥ તો પાપી, નાડીઓને તપાવતો, નિર્દય, આક્રોશવાળો અધમ એવો આ સોની એ ક્રોંચ પક્ષીને હણશે. ૧૩૪॥ આથી મારા જીવિત દ્વારા આ બિચારો જીવ હણાશે એમ મનથી વિચારીને મુનિએ મૌન સ્વીકાર્યું. ||૧૩૫।। દુર્બુદ્ધિવાળા અને અધમ એવા તેણે મુનિના મસ્તક પર ભીનું વાધર સુથાર જેમ ગાડાના અંગોને જોડે તેમ સંક્લિષ્ટપૂર્વક ગાઢ રીતે વીંટ્યું. ૧૩૬॥
સાધુએ પોતાના જીવને સમજાવ્યું કે તું સોની પર ગુસ્સો ન કર. કેમ કે મોહરાજાને જીતવા માટે આ તો તારે સહાય કરનાર છે. ૧૩૭॥ હે જીવ ! તું જ્યારે આજે નિવૃત્તિરૂપી સ્ત્રીને પરણવા જઈ રહ્યો છે, ત્યારે