SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતત્ત્વ चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ ।।५७।। ગાથાર્થ:- જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અને જે વગર સમજ્ય વહીવટ કરે, તે પાપકર્મથી લેપાય છે. પા. દેવદ્રવ્યની આવક જે ભાંગે છે, બોલી બોલેલા ધનને આપતો નથી અથવા દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની ઉપેક્ષા કરે છે, તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. પપા દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને મૂઢ મતિવાળો જે ભક્ષણ કરે છે, તે ધર્મને જાણતો નથી અથવા તો પહેલા નરકનું આયુષ્ય બાંધેલું હશે. પકા દેવદ્રવ્યનો વિનાશ કરે તથા ચૈત્યને ઉપકારક દ્રવ્યનો બે પ્રકારે વિનાશ થતો હોય અને સાધુ તેની ઉપેક્ષા કરે તો તે અનંત સંસારી થાય. પિ૭ll ટીકાર્થ : ત્યાં દેવદ્રવ્યનું સ્વયં ભક્ષણ કરે અને તુ શબ્દ સમુચ્ચય અર્થમાં હોવાથી બીજાઓ વડે ભક્ષણ કરાતા દેવદ્રવ્યની ઉપેક્ષા કરે તથા બુદ્ધિહીન અલ્પ કે ઘણા અર્થ વડે કાર્યસિદ્ધિને નહી જાણતો મંદ મતિપણા વડે જેમ તેમ દ્રવ્યનો ખર્ચ કરે છે તે અને ખોટા લેખ લખનાર જે હોય તે પાપકર્મથી લેપાય છે. //પ૪ તેમ જ “૫૫મી ગાથાર્થ સુગમ છે. વિશેષ એ છે કે સામર્થ્ય હોતે છતે દેવદ્રવ્યના થતા નાશની ઉપેક્ષા કરે છે. એમ જાણવા યોગ્ય છે. પપા' દેવદ્રવ્ય સાધરણનો અર્થ તો પ્રસિદ્ધ છે. વ શબ્દથી સાતક્ષેત્રમાં ઉપયોગી દ્રવ્ય લેવું. જે મોહિત મતિવાળો પાપકર્મ દ્રોહ કરે છે, ભક્ષણ કરે છે અથવા વ્યાજના ભોગાદિ દ્વારા દોડે છે (ચૂસે છે.) સર્વજ્ઞ કથિત ધર્મને તે જાણતો નથી, નહીં જાણતો દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અથવા તો પહેલાં નરકાયુષ્ય બંધાઈ ગયું છે. તેથી જ આ દેવદ્રવ્યાદિ ભક્ષણરૂપ અકાર્યને કરે છે. પા. તથા સુવર્ણાદિ દેવદ્રવ્યના વિનાશમાં તથા ચૈત્યના ઉપકારક દ્રવ્ય લાકડા, પથ્થર, ઈટાદિ, તેનો વિનાશ બે પ્રકારે થતે છતે. નવું લગાવે તેથી જૂનું ઉખાડી વિનાશ કરવો એમ બે પ્રકારપણું અથવા મૂલ અને ઉત્તરભેદથી. ત્યાં મૂલ એટલે થાંભલા-નાના ઘડા વગેરે અને ઉત્તર એટલે છાંદવું-ગાર-ગોરમટી આદિ. અથવા ત્રીજી રીતે સ્વપક્ષ-પરપક્ષથી કરાતો વિનાશ એ બે પ્રકારે. સ્વપક્ષ એટલે શ્રાવકાદિ અને પરપક્ષથી મિથ્યાદૃષ્ટિ વગેરે જાણવા. ‘પ' શબ્દ અધ્યાહારથી લેવો - તેથી શ્રાવક તો દૂર રહો સર્વ સાવદ્યથી વિરમેલા સાધુ પણ ઉપેક્ષા કરતા ઉદાસીન ભાવને કરતા અનંત સંસારી થાય એમ તીર્થંકર અને ગણધરો વડે કહેવાયું છે. અને આ પ્રમાણે કરતાં તે સાધુના સાધુપણાની હાનિ થતી નથી. હા ! નવી આવક (પોતે) ઉભી કરે તો હાનિ થાય, પણ પૂર્વની લોપ થતી હોય તેનું રક્ષણ કરતાં હાનિ ન થાય, પરંતુ વિશેષથી તેના સાધુત્વની પુષ્ટિ થાય છે. જે કારણથી આગમમાં પણ કહ્યું છે કે – પ્રશ્ન કરવામાં આવે છે કે “ચૈત્યને માટે ખેતર, સોનું, ગામ, ગાયના વાડા વગેરે લેવાની હિલચાલમાં લાગેલા મુનિની ત્રિકરણે શુદ્ધિ કેવી રીતે હોઈ શકે ?” ૧૫ડા
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy