________________
નળ દમયંતી
છત્રને ધારણ કરતો ચારે બાજુથી ભમતી એવી પોતાની ભેંસોને ચરાવતો. ૯૩રા દુષ્કર તપથી તપતા સંતાપથી શોષી નાખી છે સમસ્ત ધાતુ એવા શરીરવાળા, ઝંઝાવાતથી કમળના નાળ જેવું કરી નાંખ્યું છે શરીર એવા, પર્વત જેવા નિષ્ક્રપ, એક પગ વડે રહેલા એક મુનિને અટવમાં પર્યટન કરતાં ધન્ય જોયા. l૯૩૩-૯૩૪ પરિષહથી આક્રાંત થયેલા તે મુનિને જોઈને ઉત્પન્ન થઈ છે અદ્ભુત ભક્તિ એવા ધન્ય જેમ રાજાના મસ્તક પર છત્રધાર છત્ર ધારણ કરે તેમ મુનિના મસ્તક પર છત્રને ધારણ કર્યું. ll૯૩પી અતિ ત્યાગીના દાનની જેમ ગાઢ એવી વૃષ્ટિ (મેઘ) અટકી નહિ. સાથે ધન્યનો પરિણામ પણ મુનિ તરફ અટક્યો નહિ. II૯૩લા ખેદ પામેલાની જેમ ક્રમપૂર્વક મેઘ અટક્યો, વૃષ્ટિ પર્યત સ્વીકારેલા કાયોત્સર્ગવાળા મુનિએ પણ કાયોત્સર્ગને પાર્યો. ૯૩૭ી ત્યાર પછી પોતાને ધન્ય માનતો, વાત્સલ્યવાળો, સેવકની જેવા તે ધન્ય મુનિને નમસ્કાર કરીને વારંવાર પગને દબાવતાં પૂછ્યું. ll૯૩૮ કેમ મારા મસ્તક ઉપર પગ સ્થાપન કર્યા ? એ પ્રમાણે કોપથી કાદવ વડે બંને પગ ધારણ કરાયા છે અર્થાત્ પકડી રખાયા છે. ખરેખર હે મુનિ ! હાલમાં પગ કાદવમાંથી ઉધ્ધાર=કાઢવા માટે શક્ય નથી. II૯૩૯ો તેથી આજે અહી હે મુનિ ! તમે કેવી રીતે ઊડીને આવ્યા ? શું તમે તપ, તંત્ર, મંત્રથી ઉડવાની શક્તિ દ્વારા આવ્યા ? અથવા તો શું તમે આકાશમાં ઉડનાર છો ? ૯૪ll મુનિએ તેને કહ્યું કે, પાંડુદેશથી હું આવ્યો છું. લંકાપુરીમાં રહેલા ગુરુને વંદન કરવા માટે ત્યાં જઉં છું. II૯૪૧. રસ્તામાં પ્રાપ્ત થયેલા ચોર જેવા વરસાદ વડે અહીં આવ્યો. કેમ કે વરસાદ વરસતે છતે સાધુઓને ગમન કરવું કલ્પતું નથી. II૯૪૨ા તેથી વૃષ્ટિ સુધી અભિગ્રહવાળો હું સાત દિવસથી અહીં રહ્યો છું. હવે સંપૂર્ણ અભિગ્રહવાળો હું ક્યાંય પણ ઉપાશ્રયમાં જઈશ. II૯૪all ત્યારે ધન્ય સાધુને કહ્યું કે પૃથ્વી કાદવથી અતિ દુર્ગમ થયેલી છે. તેથી આ ભેંસ પર ચડીને હે પ્રભુ, હું તમને નગરમાં લઈ જઉં. /૯૪૪ મુનિએ કહ્યું કે વાહન ઉપર બેસવું સાધુને યુક્ત નથી. કેમ કે પ્રાણીને પીડા થાય છે. તે પીડાનો સર્વથા તેઓએ ત્યાગ કર્યો છે. I૯૪પા સાધુઓએ વિહાર વડે જ જવા યોગ્ય છે, ધન્ય પણ સાધુની સાથે ધીમે ધીમે નગર તરફ ચાલ્યો. ૯૪કા પોતાના ઘરના દ્વાર સુધી આવેલા શ્રેષ્ઠ મુનિ ખુશ થતા તેના વડે વહોરાવવા માટે ઘરમાં લઈ જવાયા. ll૯૪૭ી ત્યારબાદ જેમ પ્રથમ જિનેશ્વરને શ્રેયાંસે ઇક્ષરસ વડે પારણું કરાવેલ તેમ ધન્ય ક્ષીરકુંભ વડે પારણું કરાવ્યું. ll૯૪૮ તે મુનિ ત્યાં જ નગરમાં ચોમાસુ પસાર કરીને સાધુની ચર્ચા વડે વિહાર કરીને ગુરુની પાસે ગયા. ll૯૪૯ll ધૂસરી અને ધન્ય, તે બંને મુનિ પાસેથી લીધેલા ગૃહસ્થના વ્રતોને પાળતા હતા. ઉજ્વળ સમ્યકત્વને પાલન કરતાં લાંબા કાળ સધી દ્રવ્યસ્તવને કરીને યોગ્ય સમયે સાધુ ધર્મને સ્વીકારી સાત વર્ષ સુધી પાલન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ll૯૫૦-૯૫૧l. સુપાત્રમાં આપેલા દૂધના પ્રભાવથી ભાવનામાં પરાયણ એવા તે બે હૈમવત ક્ષેત્રમાં યુગલિક થયા. ઉપર ત્યાંથી મરીને તે બંને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને ક્ષીર ડિંડીર નામના બંને પતિ-પત્ની થયા. ૯૫૩ી ત્યાંથી ચ્યવીને ધન્યનો જીવ નૈષધ રાજાનો પુત્ર તું નળ થયો અને ધૂસરીનો જીવ તારી પ્રિયા દમયંતી થઈ છે. I૯૫૪ો.
હે રાજન્ ! પૂર્વભવમાં તપના ઉદ્યાપન ઉત્સવમાં તેં અને તારી પત્નીએ અષ્ટાપદ નામના તીર્થમાં ફુલ વગેરેથી વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતોની પૂજા કરી હતી. ત્યારે એકઠું થયેલું જે પુણ્ય અહીં આ ભવમાં તમને ઉદય આવ્યું છે. ll૯૫પ-૯પકા તે પ્રભાવથી વિશાળ એવું રાજ્ય તને પ્રાપ્ત થયું છે. અરિહંતોના ભાલ ઉપર તિલકો કરાવવાથી એના કપાળમાં તિલક થયું. ૯૫ણી અને બાર ઘડી સુધી સાધુને જે કદર્થના કરેલી તે