SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ઉપદેશપદ : ભાગ-૧ બાહુરૂપી બે પદ્મનાલ જેની, વિખેરાયા છે કેશપાશ જેના, ભયના સંભાતથી પ્રસારાઈ છે સર્વ દિશામાં આંખ જેના વડે, પોતાની રક્ષાને શોધતી, સ્મરણ કરાયું છે મરણાંત કાર્ય જેના વડે એવી તે બાળાને જોઈ. હે માત ! હું હાથીરૂપી રાક્ષસ વડે પકડાઈ છું. જલદીથી તેનાથી મારું રક્ષણ કર. મેં વિચાર્યું કંઈ અને વિધિએ કર્યું કંઈ. પછી કરુણારસથી ભીંજાયેલા હૃદયવાળા કુમારે આગળ દોડીને ધીરતાપૂર્વક હાથીને મોટેથી હાક મારીને કહ્યું: રે દુષ્ટ ! હાથીઓમાં અધમ ! કુજાત! હે નિષ્ફર ! ભયભીત યુવતીને પકડીને તેને પોતાની પણ સ્થૂળકાયાની લજ્જા કેમ ન થઈ ?. હે નિવૃણ ! અતિદુર્બળ, શરણવિહીન, નિરપરાધી અબળાઓને મારવાથી તું યથાર્થ માતંગ નામને ધારણ કરે છે. તીરસ્કારપૂર્વક ધીરકુમાર વડે કરાયેલ શબ્દના પડઘાઓ વડે ભરાયું છે આકાશ જેના વડે એવી કુમારની હાંકને સાંભળીને હાથી કુમાર સન્મુખ જુએ છે. કુમારના વચનોથી ક્રોધે ભરાયેલ, ગુસ્સાથી લાલ થયેલ બે આંખોને કારણે ભયાનક લાગતો હાથી તે બાળાને છોડીને કુમાર સન્મુખ દોડે છે. ઊંચા(સ્તબ્ધ) કરાયા છે બે કાન જેના વડે, ગંભીર ‘ચિત્કારથી ભરાયું છે આકાશનું પોલાણ જેના વડે, લંબાવાઈ છે સૂંઢ જેના વડે એવો હાથી કુમારની પાછળ દોડ્યો. કુમાર પણ કંઈક ડોક વાળીને હાથીની સન્મુખ જાય છે અને હાથીનાં સૂંઢના છેડા સુધી પોતાનો હાથ લંબાવીને હાથીને લલચાવે છે. ક્રમથી ઉત્પન્ન થયેલ કુમારની અધિક ગતિવાળા પગલાના કારણે પ્રસરેલો છે કોપનો ઘણો વેગ જેને એવો તે હાથી આ આ હમણાં પકડાયો એવી મતિથી દોડે છે. વિપરીત ભ્રમણના વશથી કુમાર વડે પણ હાથી તેવી રીતે શ્રમિત કરાયો જેથી ક્ષણથી તે ઉન્મત્ત હાથી ચિત્રમાં આલેખાયેલા જેવો સ્તબ્ધ થયો. હાથમાં પ્રાપ્ત કરાયું છે તીક્ષ્ણ અંકુશ જેના વડે, નીલકમળ જેવી આંખોવાળી સ્ત્રીઓથી જોવાતો કુમાર હાથીની કંધરા (ગંડસ્થળ) ઉપર આરૂઢ થયો તથા મધુર વચનોથી હાથીને બોધ ર્યો જેથી તેનો રોષ શાંત થયો અને આલાન ખંભમાં બાંધ્યો. કુમારનો જયારવ ઉછળ્યો. અહો ! પરાક્રમનો ભંડાર આ કુમાર દુઃખી જીવોનું રક્ષણ કરવામાં કેવો તત્પર છે ! એટલામાં કોઈક કારણથી તે નગરનો સ્વામી અરિદમન રાજા ત્યાં આવ્યો. વિસ્મિત મનવાળો કોઈકને પૂછે છે કે આ ક્યા રાજાનો પુત્ર છે? પછી કુમારના વૃત્તાંતને જાણનાર સચીવે સર્વ હકીકત કહી. નિધિના લાભથી સમધિક અપૂર્વ આનંદને પામેલો રાજા કુમારને પોતાના ઘરે લઇ જાય છે અને સ્નાનાદિ કરાવે છે. ભોજનને અંતે રાજાએ તે કુમારને આઠ કન્યા આપી અને સુપ્રશસ્ત દિવસે તેઓનો વિવાહ કરાયો. (૪૩૫). કેટલાક દિવસો આ પ્રમાણે યથાસુખે રહેતા તેઓની પાસે એક સ્ત્રી આવીને કુમારને આ પ્રમાણે કહે છે- હે કુમાર ! આ જ નગરમાં વૈશ્રમણ નામનો સાર્થવાહ પુત્ર છે, તેની શ્રીમતી નામની પુત્રી છે, બાળપણથી મેં તેનું પાલન કર્યું છે. હે સુભગ ! જ્યારે તે હાથીના ભયથી ૧. માતંગ શબ્દના હાથી, કુંજર, ચાંડાલ, ભંગી, અપચ વગેરે ઘણાં અર્થો થાય છે. તેમાં અહીં કુમાર હાથીને કહે છે કે તું આવી અબળાને પકડીને ખરેખર કુંજર નથી પણ ચાંડાલ છે. ૨. સુવર એટલે સુત્કાર અર્થાત્ ચિત્કાર, હાથીના અવાજને ચિત્કાર કહે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy