________________
ઉપદેશપદ : ભાગ-૧
राधावेधवत् ७, एकच्छिद्रमहच्चर्मावनद्धमहाहृदसंभूतकच्छपग्रीवानुप्रवेशोपलब्धपुनस्तच्छिद्रलाभवत् ८, महासमुद्रमध्ये विघटितपूर्वापरान्तविक्षिप्तयुगे समिलास्वयंछिद्रानुप्रवेशवत् ९, अनन्तपरमाणुसंघातघटितदेवसंचूर्णितविभक्ततत्परमाणुसमाहारजन्यस्तम्भवद् वा १०, इति दृष्टान्ताः । अनेकजात्यन्तरप्राप्तिलक्षणबह्वन्तरायान्तरितं च मानुषत्वं जन्मेत्युपनयः, तस्माद्दुरापमिति निगमनमिति ॥५ ॥
ચોલ્લક વગેરે દૃષ્ટાંતોને કહે છે–
૧૩
ચોલ્લક, પાશક અને ધાન્ય ત્રણ દૃષ્ટાંતો છે. ધાન્ય શબ્દને એકવચન પ્રાકૃતથી થયું છે. ચોથું જાગારનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. પાંચમું રત્નનું દૃષ્ટાંત છે. છઠ્ઠું અને સાતમું સ્વપ્ર અને ચક્રનું દૃષ્ટાંત છે. ’ શબ્દ સમુચ્યમાં છે. ચર્મ અને યુગ એ આઠમું અને નવમું દૃષ્ટાંત છે. પદના એક દેશમાં પણ પદસમુદાયના ઉપચારથી અહીં યુગશબ્દથી યુગ અને સમિલા બંને ગ્રહણ કરવા. પરમાણુ દશમું દૃષ્ટાંત છે.
દૃષ્ટ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાયેલો અર્થ. અન્ન એટલે શ્રોતાના પ્રતીતિપથ સુધી લઇ જવું તે. અર્થાત્ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાયેલ પદાર્થને (જેમકે મનુષ્યભવ દુર્લભ છે એવો અર્થ) શ્રોતાના પ્રતીતિપથ સુધી લઇ જાય તે દૃષ્ટાંત કહેવાય છે. દૃષ્ટાંતની ભાવના આ પ્રમાણે વિચારવી
સાધ્ય- જીવ મનુષ્યભવ મેળવીને પછી ફરીથી તે જ મનુષ્યભવને દુઃખથી મેળવે છે. હેતુ- કારણ કે મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી જીવ ધર્મની આરાધના ન કરે તો તેનો મળેલો મનુષ્યભવ ઘણાં પ્રકારના અંતરાયકર્મથી આચ્છાદિત બને આ હેતુ છે.
વ્યાપ્તિ- જે જે ઘણાં અંતરાયકર્મથી આચ્છાદિત હોય તે તે ફરી ઘણાં દુ:ખથી પ્રાપ્ત કરી શકાય છે.
દૃષ્ટાંત– (૧) જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીના મિત્રને એક વખત ચક્રવર્તીના ઘરે ભોજન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા પછી આખા ભરતક્ષેત્રના બધા લોકોના ઘરે ક્રમથી ભોજન કરીને પછી ફરી ચક્રવર્તીના ઘરે ભોજન કરવાનો પ્રસંગ દુર્લભ છે તેમ. (૨) ચાણક્યના પાશાના પાતની જેમ. (૩) ભરતક્ષેત્રના સર્વ ધાન્યોમાં નાખેલાં પ્રસ્થ સરસવના દાણાને ફરી મેળવવાની જેમ. (૪) એકસો આઠ થાંભલાવાળા મહેલના એકેક થાંભલાને એકસોઆઠવાર નિરંતર જિતીને અભંગપણે એકસોઆઠ થાંભલાને જુગાર રમીને જિતી લેવા તે. (૫) મહાશ્રેષ્ઠીના પુત્રોએ જુદા જુદા દેશના વણિકોને વેંચેલા રત્નોને પાછા લાવવા સમાન. (૬) મહારાજ્યના લાભના સ્વપ્રના દર્શન પછી