________________
ઉપદેશપદ : ભાગ-૧ - સિદ્ધ– સિદ્ધશબ્દમાં સિ અને દ્ધિ એમ બે અક્ષરો છે. તેમાં સિ એટલે સિત. સિત એટલે બાંધેલું. દ્વિ એટલે ભાત. બાત એટલે બાળી નાખેલું. આથી સિદ્ધ શબ્દનો "નિરુક્તિથી થતો અર્થ આ પ્રમાણે છે– લાંબા કાળથી બાંધેલું કર્મ શુક્લધ્યાનરૂપ અગ્નિ વડે જેનાથી બાળી નંખાયું છે તે સિદ્ધ. અથવા જે ભુવનની આશ્ચર્યકારી વિભૂતિનું પાત્ર હોવાના કારણે મોક્ષમાં ગયેલ છે તે સિદ્ધ. અથવા જે સર્વ વસ્તુસમૂહને કહે તે સિદ્ધ. અથવા જેણે મંગલ કર્યું છે તે સિદ્ધ. અથવા જેણે સર્વ કાર્યોને સાધી લીધાં છે તે સિદ્ધ. કહ્યું છે કે “જેના વડે બાંધેલાં પૂર્વકર્મો બાળી નંખાયા છે અથવા જે મોક્ષ મહેલની ઉપર ગયો છે, અથવા જે અનુશાસન કરે છે–વસ્તુને કહે છે, અથવા જેનાં કાર્યો પૂર્ણ થઈ ગયાં છે, તે જીવને સિદ્ધ કહ્યો છે. તે સિદ્ધ મારું મંગલ કરનાર થાઓ.”
સિદ્ધોપદેશાર્થ- અહીં ઉપદેશ એટલે પ્રવચન. અર્થ એટલે જીવાજીવારિરૂપ અભિધેયવિશેષ. સિદ્ધ એટલે જેણે પ્રમાણબલથી યથાર્થ સ્વરૂપને જાણ્યું છે તે. અહીં તાત્પર્યાથે આ છે– જેણે પ્રમાણબલથી પ્રવચનના જીવાજીવાદરૂપ અભિધેયવિશેષનું યથાર્થ સ્વરૂપ જાણી લીધું છે તે સિદ્ધોપદેશાર્થ. અથવા સિદ્ધ એટલે સર્વ ક્લેશોથી તદન મુક્ત જીવવિશેષ. ઉપદેશ એટલે આજ્ઞા. અર્થ એટલે પ્રયોજન. સિદ્ધ જ જેની આજ્ઞાનું પ્રયોજન છે તે સિદ્ધોપદેશાર્થ. કારણ કે પરમર્ષિઓએ ભગવાનની આજ્ઞાને કેવળ મોક્ષફળવાળી કહી છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાનું ફલ કેવળ મોક્ષ જ છે, એમ પરમર્ષિઓએ કહ્યું છે. સિદ્ધ કહો કે મોક્ષ કહો એ બંનેનો અર્થ સમાન છે.)
મહાવીર- વીર એટલે શૂર. મહાન વીર(=શૂર) તે મહાવીર. દુઃખ આપનાર અને સુરાધમ એવા સંગમ વગેરે ક્ષુદ્રજીવોથી કરાયેલા ઉપસર્ગ સમૂહનો સંબંધ થવા છતાં સત્ત્વ ચલિત ન થવાના કારણે ભગવાન મહાવીર કહેવાયા. મહાવીર એટલે વર્ધમાન નામના અંતિમ તીર્થંકર.
અહીં મહાવીરનાં ઘણાં વિશેષણો કહ્યાં છે તે જેઓ મહાવીરને ન જાણતા હોય તેમને મહાવીર કેવા હતા તે જણાવવા માટે કહ્યાં છે, નહિ કે અન્યનો વ્યવચ્છેદ કરવા. જેમકે કાળો ભમરો, સફેદ બગલી, અહીં ભમરાનું કાળો” એ વિશેષણ કાળા સિવાયના ભમરાનો વ્યવચ્છેદ કરવા માટે નથી, કિંતુ ભમરાનું સ્વરૂપ જણાવવા માટે છે, એટલે કે ભમરો કાળો હોય છે એમ જણાવવા માટે છે. તે રીતે બગલીનું “સફેદ' એ વિશેષણ બગલી સફેદ હોય છે એમ જણાવવા માટે છે, અન્ય બગલીનો વ્યવચ્છેદ કરવા માટે નહિ.
૧. પદને ભાંગીને (=પદના એક એક અક્ષરને જુદા કરીને) જે અર્થ કરવામાં આવે તેને નિરુક્તિ અર્થ
કહેવામાં આવે છે.