________________
ઉપદેશપદ : ભાગ-૧
૪૮૯ આ અમારો અધ્યાપક છે એમ મનમાં વિચારીને ગુપ્તપણે જ પુત્રોએ તેને જીવતો ભગાડી મુક્યો. તે હસ્તિનાપુર શ્રીમાન્ સનકુમાર રાજાનો મંત્રી થયો અને પોતાની બુદ્ધિથી સર્વમંત્રીઓમાં શિરોમણિ થયો. તે ચાંડલ પુત્રો યૌવન-લાવણ્ય-રૂપાદિથી તથા નૃત્ય-ગીતવાંજિત્ર વગેરેથી અને કલાકલાપથી નગરીના લોકોના મનને ઘણા આનંદને આપનારા થયા.
હવે કોઈક વખત તરુણોનો મનોહર મહોત્સવ પ્રવર્યો ત્યારે જુદી જુદી નાટક મંડળીઓ નગરની અંદર ગીતો ગાતી થઈ અને તરુણ મનુષ્ય અને સ્ત્રીનો સમૂહ નૃત્ય કરવા લાગ્યો. તે ચાંડાલપુત્રોને આગળ કરીને (મુખ્ય રાખીને) ચાંડાલ તરુણોની નૃત્યમંડળી નીકળી. નગરની અંદર નૃત્ય કરતી ચાંડાલમંડળીને સાંભળીને તેના ગીતના સ્વરથી મોહિત થયેલ બાકી સર્વ નૃત્યમંડળીઓ અને ભક્તમંડળીઓ બ્રાહ્મણોની સાથે ત્યાં આવી. ઈર્ષ્યાથી રાજાને વિનવે છે કે હે દેવ! આ ચાંડાલ લોકે આ નગરને વટલાવી દીધું છે. તેઓનો નગર પ્રવેશ અટકાવાયો. પછી કેટલોક કાળ પસાર થયા પછી ક્યારેક કૌમુદી સમય પ્રવૃત્ત થયો ત્યારે મહામહોત્સવ પ્રવર્યો. તે ભૂતદિનના પુત્રો, બીજા ચાંડલોની સાથે વીંટળાયેલા, કુતૂહલથી ચંચળ મનવાળા રાજાના શાસનને ભૂલી ગયેલા નગરની અંદર પ્રવેશ્યા. હરણો જેમ ગૌરીના ગીતો સાંભળે તેમ નૃત્યમંડળીના ગીતો સાંભળીને લોક નૃત્ય જોવા લાગ્યો. (૩૩)
હવે વસ્ત્રથી મુખને ઢાંકીને ગીત ગાવા લાગ્યા અને જલદીથી તેના ગીતથી આકર્ષાઇને સકળ નગરલોક ભેળો થયો. અમૃતના રસ સમાન આ ગીત કોના વડે ગવાય છે એમ જેટલામાં જુએ છે તેટલામાં ભૂતદિન્નના પુત્રો ગીત ગાય છે એમ જણાયું. મારો, મારો એમ બોલતા બ્રાહ્મણોએ માર મારીને નગરમાંથી હાંકી કાઢ્યા અને બહાર ઉદ્યાનમાં રહ્યા. ધિક ધિક કુલદોષથી કલાકલાપ હલકાઈને પામ્યો. તેથી આપણને હવે મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. દક્ષિણ દિશામાં જવા લાગ્યા અને દૂર દેશાંતર ગયા. એક મોટો પર્વત જોયો અને તેના ઉપર આરોહણ કરતા તેઓએ એક શિલાતલ ઉપર બે ભુજાને પ્રસારેલા વિકષ્ટ તપવાળા કાઉસ્સગ્નમાં રહેલા એક મહામુનિને જોયા. પ્રણય સહિત તેઓએ પ્રણામ કર્યા. મુનિએ પણ ધ્યાન સમાપ્ત કરી અતિમધુર અને ગંભીર સ્વરવાળા ધર્મલાભથી આદર કર્યો. ભૂતદિત્રના પુત્રો આનંદ પામ્યા અને પૂછ્યું તમે કયા કારણથી અહીં આવ્યા છો? તેઓએ સાચી હકીકત કહી કે અમો આ પર્વત ઉપર મરવા આવ્યા છીએ. સર્વ જાતિઓમાં ચાંડાલજાતિ અધમ છે કેમકે સારી રીતે પ્રાપ્ત કરેલા પણ ગુણો દોષને માટે થાય છે, જેમકે અમને દોષ પ્રાપ્ત થયો તેમ. મુનિએ કહ્યું આપઘાત કરવાથી ભવાંતરમાં પણ કલ્યાણ થતું નથી માટે તમારો આ મનોરથ સારો નથી. સકળ સંસારના દુઃખો રૂપી વ્યાધિને નાશ કરવા માટે જિનમત સિવાય કોઈ ઔષધ નથી. કલ્પવૃક્ષની જેમ સમીહિત સિદ્ધિ માટે ધર્મ કરવો જોઈએ. પછી