________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૬૯ ( આ પ્રમાણે કાર્યની સારી રીતે વ્યવસ્થા કરીને પ્રધાન એક ક્ષણ વિસ્મયથી રહે છે. શું આ મારો પ્રયોગ નિષ્ફળ થશે? અને ભાગ્ય અચિંત્યને કરનારું છે અથવા કંઈપણ નહીં બને એમ વિષાદથી જેટલામાં રહે છે તેટલામાં તેરમા દિવસે પ્રભાત સમયે કન્યાના અંતઃપુરમાં રહેલી રાજાની એક કન્યાનો વેણીછેદ થયો. આ વેણી છેદ કોણે કર્યો ? એ પ્રમાણે રાજા કારણની ચિંતામાં છે તેટલામાં ક્યાંયથી પ્રવાદ થયો કે મંત્રીના મોટા પુત્રે આ વેણી છેદ કર્યો. નક્કીથી મંત્રીપુત્ર વડે આ પોતાના ઘરની શયામાં સૂતેલી કન્યાની પાસે આવીને વિનંતિ કરાઈ છે કે તે સારી રીતે વિકસિત કમલાક્ષી! મારી સાથે રમણ કર. ઘણી પણ વાર કહેવાયેલી કેટલામાં આ ઇચ્છતી નથી તેટલામાં ગુસ્સે થયેલા મંત્રીપુત્રે હાથમાં છૂરી લઈ તેની વેણી છેદી. પછી આંસુથી પૂર્ણ આંખવાળી, વિષાદમુખી વિરસ રડતી કન્યાએ પિતાની પાસે જઈ સર્વ વૃત્તાંત જણાવ્યો. ઉત્પન્ન થયેલ પ્રચંડકોપ રૂપી દાવાનળથી લાલ થયું છે શરીર જેનું એવો રાજા નગરના આરક્ષકોને આ પ્રકારે કહે છે કે તમો શૂળારોપણ વગેરે દુઃખોના મારથી મંત્રીપુત્ર જલદીથી મરે તેમ કરો અથવા સચીવાધમના ઘરની ચારેબાજુ ઘાસ, છાણ અને લાકડાના ભારાઓ ખડકીને મોટો ભડકો કરીને સર્વ સળગાવી દો કારણ કે મારી પરમ કૃપા મેળવીને આ ઉન્મત્ત થયો છે, નહીંતર આઓને આવા પ્રકારનું આચરણ કેવી રીતે હોય? ભયંકર કપાળની ભૃકુટિના ભંગવાળા, યમરાજના સૈનિક સમાન, વિકરાળ આંખોવાળા, તત્ક્ષણ જ નિયુક્ત પુરુષો અમાત્યના ઘરે પહોંચ્યા. એટલામાં મંત્રીના કુટુંબને હાથ પકડીને કાઢવા લાગ્યા તેટલામાં મંત્રીના પણ ભટો હાકોટા કરતા ઊભા થયા. દંડ ઉગામીને લડાઈ કરવા તૈયાર થયેલા સૈનિકોને જોઇને ધીરચિત્તથી મંત્રીએ નિવારણ કરતા રાજપુરુષોને કહ્યું: “આવા પ્રકારનો અણઘટતો પ્રસંગે ઉપસ્થિત થયો તેમાં શું કારણ છે?” તેઓ કહે છે કે આજે તારા પુત્રે રાજકન્યાનો વેણીચ્છેદ છે. પછી મંત્રી વિચારે છે કે આ અચિંત્ય કર્મ ઉપસ્થિત થયું. આવા પ્રકારના અપરાધ સેવનારાઓને આના સિવાય બીજો કોઈ દંડ નથી તો પણ હું સ્વામીને મળું એમ સૈનિકોને કહ્યું.
સૈનિકોના રોધથી વિકૃત દૃષ્ટિને છુપાવીને સભામાં રહેલા રાજાને જોઈને મંત્રી પ્રણામ કરી પૂછે છે કે હે દેવ! મારી મંજાષાને જોઈને, વાસ્તવિક પરિસ્થિતિની વિચારણા કરીને પછી મને દંડ આપવો યોગ્ય છે, કારણ કે મહાપુરુષો સારી રીતે વિચારણા કરીને કાર્યો કરનારા હોય છે. રાજા મંત્રીની વાતનો સ્વીકાર કરી જેટલામાં મંજૂષાની પાસે જાય છે અને મુદ્રાને જુએ છે ત્યારે પૂર્વની જેમજ તાળા અને મુદ્રા લગાવેલા છે. મંત્રી નગરના પરિજન સમક્ષ તાળાઓ ખોલાવીને જુએ છે ત્યારે સર્વે નગરજનો હાથમાં રહેલી છરિકા અને વેણીવાળા, સુપ્રસન્ન મુખવાળા સચિવપુત્રને જુએ છે. પછી ભયથી પરમ વિહ્વળતાને વહન કરતા પરસ્પરના મુખને જોતા કહેવા લાગ્યા કે હે અમાત્ય! આ શું આશ્ચર્ય જોવાય છે? મંત્રી જવાબ આપે છે કે અહીં દેવ જ પરમાર્થને જાણે છે બીજો કોઈ જાણતો નથી.