________________
૪૫૦
ઉપદેશપદ : ભાગ-૧ શરૂઆતમાં જ ગીત અને વાજિંત્રનો કોઈ મેળ ન બેસે તેવા તાલમાં નૃત્ય શરૂ થયું પછી ઉપશાંત સાધુ ગુસ્સે થયા અને કહ્યું આવા વિષમ તાલમાં હું નૃત્ય નહીં કરું, કેમકે વિષમ તાલ નૃત્યની બિડેબના રૂપ છે. પછી તે બેએ તેની હાથ-પગાદિ શરીરના અવયવોની ખેંચાખેંચી કરી ત્યારે સાધુએ યતનાથી વધારે પીડા કર્યા વિના બાયુદ્ધ કરીને પ્રયત્નથી ચિત્રમાં આલેખાયેલા કેવા કર્યા. પછી સાધુ તે સ્થાનમાંથી નીકળી ચાલ્યા ગયા. (૨૯૨)
તે બેને શરીરની પીડા અને ભોજનનો અંતરાય થાય છે એમ વિચારીને સાધુ ભિક્ષા લેવા ન ગયા પરંતુ એકાંતમાં રહ્યા. ત્યાં તેને ચિંતા થઈ કે મારી આ ચેષ્ટાનું પરિણામ સુંદર કેવી રીતે થાય? તે વખતે અંગના ફુરણ રૂપ સારું નિમિત્ત થયું. તેથી જાણ્યું કે આ બંનેને ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ધીરજ થઈ અને સ્વાધ્યાય કરવા લાગ્યા. (૨૯૩)
પરિજને રાજાને આ વૃત્તાંતનું નિવેદન કર્યું અને તે ગુરુની પાસે આવીને કુમારોના કાર્યની ક્ષમાપના માંગી. ગુરુએ તેને કહ્યું: સાધુઓએ આ બે કુમારોને તંભિત કર્યા છે તે હું જાણતો નથી. (૨૯૪).
ત્યારે પછી ગુરુએ સાધુઓમાં પૃચ્છા કરી. સાધુઓએ કહ્યું અમારામાંથી કોઇએ પણ કોઇનું પણ ખરાબ કર્યું નથી. પછી રાજાએ કહ્યું: હે કલ્યાણકારક ભગવંત! સાધુઓ સિવાય કુમારોનું સ્તંભન બીજા કોઈ વડે થઈ શકે નહીં. પછી આગંતુક સાધુ વિષે શંકા થઈ કે તેણે તો સ્તંભન નહીં કર્યું હોય ને ? પછી ગુરુએ રાજાને જણાવ્યું કે કદાચ આગંતુક સાધુએ કર્યું હોય! રાજા તેની પાસે ગયો ત્યારે હકીકત જાણી. (૨૫)
રાજા લજિજત થયો. મુનિઓના અનુશાસનમાં શિક્ષા અપાયે છતે રાજાએ મિથ્યાદુષ્કૃત કર્યું અને કુમારોની પરિસ્થિતિ જણાવી કહ્યું કે બંને કુમારોને સાજા કરો. મુનિએ કહ્યું: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર' રૂપ ગુણોથી હું સાજા કરવા માગું છું અને તમે બંને કુમારોને પૂછો. એ પ્રમાણે મુનિએ કહ્યું, ત્યારે યુવરાજ કહે છે કે– (૨૯૬).
તે બંને બોલી શકતા નથી. પછી સાધુ કુમારોની પાસે ગયા, મુખને સાજા કરી ધર્મ દેશના કરી. પછી પૂછ્યું ત્યારે બંનેને સંવેગ થયો.
પ્રશ્ન–શેનાથી સંવેગ ઉત્પન્ન થયો ? . ઉત્તર–તેવા પ્રકારના જન્માંતરમાં કરાયેલા ગુણવાનોના પ્રમોદાદિ ધર્મ રૂપ કલ્પવૃક્ષના મૂળનું ચિંતન કરવાથી સંવેગ થયો. ૧. અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના જેનાથી થઈ શકે એવી દીક્ષા સ્વીકારે એમ ઇચ્છું છું.