________________
૪૪૮
ઉપદે શપદ : ભાગ-૧ આના કરતા પણ હલકો છે જે સંયમને છોડીને જુગુણિત-ચરબી-આંતરડા-મૂત્ર-માંસાદિની કોથળીવાળી સ્ત્રીઓ વિષે રમણ કરે છે. ફરી પણ દેવ એક બળદને વિકુર્વે છે. તે નીરેલા સુગંધથી સમૃદ્ધ લીલા ઘાસને છોડીને અતિ ઊંડા કૂવાના ઘણા વિકટ કાંઠા ઉપર ઊગેલા અતિતુચ્છ દુર્વાના ઘાસને ઇચ્છતો તેના તરફ મુખ નાખે છે. તથા નીરેલા ઘાસને બે પગથી કૂવાની અંદર નાખે છે. અહદ્દત્ત- આ ખરેખર પશુ જ છે, નહીંતર કેવી રીતે આ સુલભ ઘાસને છોડીને અતિ દુરંત દૂર્વાકુરને અભિલાષ? વૈદ્ય- આના કરતા પણ તું બદતર પશુ છે, નહીંતર કેવી રીતે એકાંતે સુખવાળા મોક્ષમાર્ગને છોડીને નરકાદિ દુર્ગતિના ફળવાળા વિષય સુખમાં આસક્ત થાય? આ પ્રમાણે તેને વારંવાર કહ્યું અને પ્રેરણા કરી ત્યારે તેને શંકા થઈ અને પૂછે છે કે તું મનુષ્ય નથી. તે વખતે તેને કંઈક સંવેગ પામેલો જાણીને તેના બોધિ માટે પૂર્વભવનો સર્વ વૃત્તાંત જણાવે છે. તે તેને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધકૂટમાં લઈ ગયો અને પોતાના બે કુંડલો બતાવ્યા. તત્ક્ષણ જ તે જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને બોધ પામી ભાવથી દીક્ષા લીધી અને ઘણી ક્ષાંત, દાંત, ગુરુભક્તિ અને વિનયમાં તત્પર થયો. શ્રદ્ધા ઘણી ઉલ્લસિત થઈ. એકાગ્ર થઈ ઘણું શ્રુત ભણ્યો. અપૂર્વ-અપૂર્વ અભિગ્રહોમાં હંમેશા રત રહે છે. આ પ્રમાણે અસાધારણ શ્રમણપણું આરાધીને અંતિમ સમયે કષાય અને શરીરની સંલેખના કરીને, સર્વથા નિઃશલ્ય બની, શુદ્ધ સમાધિમાં તત્પર મરીને વૈમાનિક દેવ થયો. ત્યાં પણ દેવલોકમાં) ચૈત્ય અને જિન વંદનાના વ્યાપારમાં રાગી થઇને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં વિશાળકુળમાં જૈનધર્મ આરાધીને શાશ્વત સ્થાન (મોક્ષ)ને પામ્યો. (૧૪૯)
સંગ્રહ ગાથાનો શબ્દાર્થ–એલપુર નામનું નગર હતું તેમાં જિતશત્રુ રાજા હતો અને અપરાજિત નામનો પુત્ર યુવરાજ થયો. તેને બીજો સમરકેતુ નામનો પુત્ર હતો જેને કુમારભક્તિમાં ઉજ્જૈની નગરી આપી. કોઈ વખત તેના દેશના સીમાળાના રાજાની સાથે વિગ્રહ થયે છતે તેનો જય થયો. પોતાના દેશ તરફ પાછા ફરતા અપરાજિત યુવરાજને રાધાચાર્યની પાસે ધર્મની અભિવ્યક્તિ થયે છતે દીક્ષાની પ્રાપ્તિ થઈ. (૨૮૫)
અને કોઈક વખત તગરા નામની નગરીમાં રાધાચાર્યના સાધુઓનું આગમન થયું. પ્રાથૂર્ણકની ઉચિત પ્રતિપત્તિ (સત્કાર) કરાઈ. સમુચિત સમયે (સાંજે) આચાર્ય વિહારની પૃચ્છા કરી. (૨૮૬)
૧. અભિવ્યક્તિ–કોઈ કારણથી પહેલા ન દેખાતી વસ્તુનું પ્રત્યક્ષ દેખાવાપણું જેમકે અંધારામાં રહેલી ચીજનો
અજવાળામાં દેખાવ. તેમ પ્રસ્તુતમાં અજ્ઞાનરૂપી અંધકારમાં અપ્રગટ ધર્મ, જ્ઞાનરૂપી પ્રકાશમાં દેખાવા લાગ્યો. ૨. વિહારની પૃચ્છા- સાધુઓનો સંયમ નિર્વાહ સુખપૂર્વક થાય છે ને ?
૧
.