SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ઉપદે શપદ : ભાગ-૧ જિન- પોતાના કુંડલયુગલના દર્શનથી થશે. આ પ્રમાણે બોધના ઉપાયને જાણીને ભગવાનને બહુમાનથી નમીને તે દેવ કૌશાંબી નગરીમાં મૂકની પાસે ગયો. પોતાની રૂપ- લક્ષ્મીને બતાવીને કહે છે કે હું તારો નાનો ભાઈ થઇશ તેથી તું તેવું કરજે જેથી મને જલદીથી બોધિ પ્રાપ્ત થાય. પછી તેને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધકૂટના જિનભવનમાં લઈ ગયો અને તેના દેખાતા પોતાના કુંડલયુગલને સ્થાપ્યા. સર્વઈચ્છિત કાર્યની સિદ્ધિ કરનારું ચિંતામણિરત્ન તેને આપીને તે દેવ સ્વર્ગમાં ગયો. (૧૦૧) - હવે ક્યારેક માતાને અકાળે આમ્રફળનો દોહલો થયો. તે ઘણી કૃશાંગી થઈ. મુંગાને શંકા થઈ પછી તેણે જાણ્યું કે જિનેશ્વરનું વચન સત્ય જ છે કે તે દેવ અહીં જ ઉત્પન્ન થયો છે. અને તે જ રત્નના પ્રભાવથી અકાળે પણ આંબો ફળ્યો. પરિપૂર્ણ થયો છે દોહલો જેનો એવી તે ગર્ભ વહન કરવા લાગી. કંઈક અધિક નવમાસ પસાર થયે છતે પૂર્વદિશા સૂર્યના બિંબને જન્મ આપે તેમ તેણે મનોહર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો અને તેને નવકારનો સાર એવું પીઠકનું પાન કરાવવામાં આવ્યું. કુળના આનંદમાં વૃદ્ધિ કરનારો એવો ઘણો મોટો જન્મ મહોત્સવ થયો. નામકરણનો દિવસ આવ્યો ત્યારે આનું નામ અહંદત્ત થાઓ એમ કહી અદત્ત નામ સ્થાપન કરવામાં આવ્યું. ક્રમથી વૃદ્ધિ પામતો જિનેશ્વરી તથા સાધુઓની પાસે લઈ જવાતો અને તેઓના ચરણરૂપી કમળમાં લગાવાતો ત્યારે જાણે માર મરાયેલો ન હોય એમ અતિકર્ક રડે છે. કહેવાનો ભાવ એ છે કે તેના હૈયામાં ધર્મ પ્રત્યે અતિશય અરૂચિ છે જેથી ધર્માનુષ્ઠાનમાં ઉગ અનુભવે છે. ભરયૌવનને પામ્યો ત્યારે ઘણા લાવણ્યવાળી ચાર કન્યાને પરણ્યો. પછી અવ્યાબાધપણે તેઓની સાથે દિવસ રાતના વિભાગ વિના અર્થાત્ રાત-દિવસ જોયા વિના વિષય સુખોને ભોગવે છે. સમયે અશોકદત્તે તેને પૂર્વનો સંકેત જણાવ્યો. તલના ફોતરા જેટલો પણ ધર્મ સ્વીકારતો નથી તેટલામાં તીવ્ર સંવેગ પામેલો અશોકદત્ત દીક્ષા લઈ ઉગ્ર તપ કરીને ઉત્તમ દેવ થયો. સમયે અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને જાણ્યું કે આ અદત્ત અતિગાઢ મિથ્યાત્વને પામેલો છે તેથી આને હમણાં અશ્રદ્ધા છે. એટલામાં અને શારીરિક પીડા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પ્રતિબોધ નહીં પામે એમ વિચારીને તેને ઘોર જલોદર નામનો વ્યાધિ ઉત્પન્ન કર્યો. જે વૈદ્યને પણ ત્યાગ કરવા લાયક થયો, અર્થાત્ વૈદ્યો પણ તેના રોગનો ઉપાય કરી શકતા નથી. તેને સવાંગે યંત્રમાં પીલાવા જેવી ઘોર વેદના થઈ. તે પોતાના જીવિત ઉપર ઉદ્વિગ્ન થઈ અગ્નિમાં પ્રવેશ કરવા ઇચ્છે છે તેટલામાં શબરનું રૂપ લઈને તે દેવ આવ્યો અને ઉદ્યોષણા કરી કે હું સર્વવ્યાધિની ચિકિત્સા કરનારો વૈદ્ય છું. તેણે અદ્દાને જોયો અને કહ્યું: આ વ્યાધિ અતિરૌદ્ર છે અને કષ્ટથી ચિકિત્સા કરી શકાય તેવો છે. ૧. પાઠક-નવા જન્મેલા બાળકને પીવડાવવામાં આવતી એક વસ્તુ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy