SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૪૧ રૂપથી, યૌવનથી સ્વયં જ પ્રીતિકારક પૂર્વદિશાની લક્ષ્મી હતી. જેનો વિષાદ અત્યંત ચાલ્યો ગયો છે, લક્ષ્મીની સાથે વિલાસને માણતા ઇંદ્રની જેમ તેની (કમલમુખીની) સાથે વિષયસુખો ભોગવતા રાજાના દિવસો જેટલામાં પસાર થાય છે તેટલામાં તેને ક્રમથી અપરાજિત અને સમરકેતુ એમ બે પુત્રો થયા. સર્વકળા રૂપી સમુદ્રના પારને પામેલો, કામદેવની સમાન સુંદર રૂપવાળો અપરાજિત કુમાર યુવરાજ પદ ઉપર સ્થાપન કરાયો. પરંતુ સમરકેતુને કુમારભક્તિમાં ઉજ્જૈની નગરી આપી. ૬ આ પ્રમાણે દિવસો પસાર થાય છે ત્યારે ક્યારેક તેના દેશને ઉપદ્રવ કરનાર એક રાજા ઘણા રોષવાળો થયો. રાજાની પાસે અનુજ્ઞા મેળવીને તેને જીતવા માટે ચતુરંગ સૈન્યથી યુક્ત અપરાજિત તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યો. તેનું શત્રુરાજાની સાથે ખળભળેલા સમુદ્રના મોજાઓની જેમ જેમાં સૈન્ય જલદીથી આકુળવ્યાકુળ થાય તેવું યુદ્ધ થયું. નિરંકુશ બાણોના ક્ષેપથી સ્થગિત કરાયું છે નભોમંડળ જેમાં, વેરવિખેર કરાયું છે સંપૂર્ણ શત્રુસૈન્ય જેમાં, મુકાયેલા તીણ અર્ધચંદ્રાકાર બાણોના સમૂહથી છેદાતા છે ચિહ્ન, ધ્વજ અને છત્રો જેમાં મુકાયેલ ભૈરવ (ભયંકર) અવાજના સમૂહથી કોલ્લાહલ કરાઈ છે સર્વ દિશાઓનો સમૂહ જેમાં, અતિ ઉગ્ર ખગથી હણાવાથી નાચી રહ્યા છે દુર્ધર કબંધો (ધડો) જેમાં, યમનગરના પરિસર સમાન, બીભત્સ અને અપેક્ષણીય એવું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં કુમાર જયશ્રી રૂપી લક્ષ્મીને ભેટ્યો, અર્થાત્ કુમારનો વિજય થયો. (૧૨) પછી ત્યાંથી પાછો ફરતો કુમાર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિહાર કરી પધારેલા, વિશુદ્ધ ચારિત્રવાળા, સુવિશુદ્ધ શ્રુતરૂપી મણિઓના ભંડાર એવા રાધ નામના સૂરિને જુએ છે. તેમની પાસે ધર્મ સાંભળ્યો અને ભવથી સમ્યગૂ વિરક્ત થયો. વસ્ત્રના છેડાના અગ્રભાગ ઉપર લાગેલા ઘાસના તણખલાની જેમ કુમાર સંપૂર્ણ પણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરે છે અર્થાત્ દીક્ષા લે છે અને વજ જેવા સારભૂત ચિત્તવાળો વિહિત કાર્યમાં ઉદ્યત બને છે. ગ્રહણ અને આસેવન એમ બંને પ્રકારની શિક્ષા મેળવી. કુશલ આશયવાળો, હંમેશા ગુરુના ચરણરૂપી કમળને સેવવામાં ભ્રમર સમાન પૃથ્વીતળ ઉપર વિહાર કરે છે. (૧૨) - હવે કોઈ વખત રાધાચાર્ય વિહાર કરતાં તગરા નગરીમાં પધાર્યા ત્યારે ઉનાળામાં તપેલી ભૂમિમાં નવીન મેઘધારાથી વનસ્પતિના અંકુરા ફૂટતા મનોહર લીલીછમ પૃથ્વી થાય તેમ આચાર્ય ભગવાનની વાણી રૂપી મેઘધારાથી વૈરાગ્યરૂપી અંકુરા ફૂટ્યા અને ઉજ્જૈની નગરીમાંથી બે સાધુઓ તેમની પાસે તગરા નગરીમાં આવ્યા. સાધુઓએ ૨. દ્વિ–પ્રતિષ્ઠાસૂચક નિશાન.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy