________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૩૭ વર્ષાકાળ શરૂ થયો ત્યારે તૃણ-વૃક્ષ આદિને સાફ કરીને માંડલું કર્યું. પછી ઉનાળામાં દાવાનળ સળગ્યો ત્યારે તે માંડલામાં આવીને રહ્યો અને બીજા જીવોએ પણ તે માંડલાનો આશ્રય કર્યો. પછી અત્યંત પીડાકારક ખણજ ઉપડી ત્યારે તું પગથી શરીરને ખંજવાળવા લાગ્યો. (૨૬૯)
ભીંસાયેલો સસલો પગ મૂકવાની જગ્યાએ આવ્યો. અનુકંપાથી તે પગને અદ્ધર જ ધારી રાખ્યો. પછી તે સંસારને પાતળો=ઘટાડ્યો-પરિમિત કર્યો અને મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. ત્રીજા દિવસે ભૂમિ ઉપર પટકાયો. (૨૭૦).
પછી રાજગૃહમાં તારો જન્મ થયો અને ભાવ ચારિત્ર સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થઈ. પછી “પૂર્વભવમાં પટકાઇને પડેલા તારા શરીરને શિયાળ વગેરે જીવો ભક્ષણ કરવા લાગ્યા તથા તેઓની વેદના સહન કરવાથી અને સસલાની અનુકંપાથી તને પ્રવ્રજ્યાના લાભ સ્વરૂપ ઉપકાર થયો.” આ પ્રમાણે સાંભળીને મેઘ સંવેગ પામ્યો. (૨૭૧)
પછી તેણે શુદ્ધ મિચ્છા મિ દુક્કડું આપ્યું અને આવા પ્રકારના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ ચારિત્રવાન થયો અને તે જ રીતે માવજીવ સુધી શુદ્ધ ચારિત્ર પાળ્યું. પછી વિજય વિમાનમાં ઉત્પન્ન થયો અને પછીના ભાવમાં સિદ્ધિ પામશે. (૨૭૨)
આનો આ પ્રતિબંધ કંટકની સ્કૂલના તુલ્ય છે અર્થાત્ અલ્પ રુકાવટવાળો છે અને પછી તેનું આખા ભવ સુધી સિદ્ધિમાર્ગમાં ગમન ચાલું રહ્યું. (૨૭૩)
કંટક સ્કૂલના તુલ્ય એટલે માર્ગમાં ચાલતા મુસાફરને કાંટો લાગે અને તેમાં જેટલું વિઘ્ન થાય તેટલું ચિત્તના સંકલેશ રૂપ મેઘમુનિને વિખ થયું. અને પછી તે વિનથી પાર પામેલા મેઘમુનિનું સિદ્ધિગમન આખા ભવ સુધી અવિરત થયું.
હવે દહનસૂરનું ઉદાહરણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– પાટલિપુત્ર નગર, હુતાશન જ્વલનશિખા દંપતી, જ્વલન અને દહન બે પુત્રો. સૌધર્મમાં પાંચ પલ્યોપમનું આયુષ્ય, આમલકલ્પનગરીમાં નૃત્ય માટે આવ્યો. (૨૭૪). આ જ કથાનકને છ ગાથાથી જણાવતા કહે છે
દહનસુરનું કથાનક પાટલિપુત્ર નગરમાં પાટલિપુત્ર (ગુલાબના ફૂલ)ની સુગંધ સમાન શીલવાન, આંખ અને મનને હરવામાં સમર્થ, સારા ભોગથી દેવસમૂહની તોલે આવે એવો લોક રહેતો હતો. ત્યાં દુર્વિનીત રૂપ લાકડાને બાળવા માટે સારી રીતે હોમાયેલ હુતાશન (અગ્નિ) ૧. ગાથામાં મત્તેરે શબ્દ છે. ટીકામાં તેનો મૃઋત્તેરે એવો અર્થ કર્યો છે. પણ મૃતાન્તરે એવો અર્થ
વધારે સંગત થાય.