SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૩૫ હવે કોઈક વખતે પૂર્વની જેમ જ દાવાનળ સળગ્યો ત્યારે પરિવાર સહિત તું તે માંડલામાં ગયો. બીજા પણ દાવાનળથી સંત્રાસ પામેલા વન્યપશુઓ તે માંડલામાં એવી રીતે ભરાયા કે કોઈપણ જીવ ક્યાંય પણ થોડો પણ સરકી શકવા સમર્થ ન થયો. જેવી રીતે એક બિલમાં પરસ્પર મત્સર ભાવને છોડીને પ્રાણી સમૂહ વસે છે તેવી રીતે ઘણા ભયથી પીડિત થયેલો પ્રાણીસમૂહ એક માંડલામાં વસે છે. ક્યારેક શરીરને ખંજવાળવા નિમિત્તે તેં એક પગ ઊંચો કર્યો ત્યારે બળવાન પ્રાણીથી ધક્કો મરાયેલ એક સસલો પગ મૂક્વાની જગ્યાએ ભરાયો. તે તેને જોયો એટલે તત્કણ જ તારું મન દયાથી ભરાયું. પોતાની પીડાની જેમ અન્યજીવની પીડા વિચારીને ઊંચો કરેલો પગ ઊંચો જ લટકતો ધરી રાખ્યો. અર્થાત્ દાવાનળથી પોતાને જેવી પીડા થાય છે તેવી પીડા આને પણ થશે એમ સમજીને પગને નીચે ન મૂક્યો. અતિદુષ્કર દયાથી તેં સંસાર તુચ્છ (અલ્પ) કર્યો, મનુષ્ય આયુષ્ય બાંધ્યું અને સમ્યકત્વનું બીજ પ્રાપ્ત કર્યું. અઢી દિવસને અંતે જ્યારે દાવાનળ શાંત થયો ત્યારે પ્રાણીસમૂહ તે પ્રદેશમાંથી ચાલી ગયે છતે જેટલામાં તું પગ નીચે મૂકે છે તેટલામાં વૃદ્ધપણાથી સર્વથા જીર્ણ શીર્ણ થયું છે શરીર જેનું, લોહીથી ગંઠાઈ ગયા છે સાંધાઓ જેના એવો તું ઘણા ક્લેશને પામતો વજથી હણાયેલા પર્વતની જેમ ધસ કરતો પૃથ્વીતળ ઉપર પડ્યો. દાહજ્વરથી પીડાયેલા શરીરવાળો તથા કાગડા, શિયાળાદિથી ભક્ષણ કરાતો તીક્ષ્ણ વેદનાને પામેલો ત્રણ દિવસ રાત્રિ જીવીને સો વર્ષનું આયુષ્ય પુરું કરીને શુભભાવને પામેલો કાળ કરીને અહીં ધારિણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેથી તે મેઘ! દુસ્તર ભવના સ્વરૂપને નહીં જાણનાર તિર્યંચના ભવમાં તેં આવા પ્રકારની વેદના સહન કરી છે તો આજે મુનિના શરીરના સંઘટ્ટાને કેમ સહન નથી કરતો? પોતાના પૂર્વ ભવને સાંભળીને તેને ક્ષણથી જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારે તે ઘણા ઉગ્ર વૈરાગ્યને પામ્યો અને હર્ષના આંસુથી ભીની થઈ છે આખો જેની એવો તે ત્રણ પ્રદક્ષિણા કરીને ભાવથી વાંદીને ભગવાનને મિચ્છા મિ દુક્કડ આપીને કહે છે કે મારી બે આંખોને છોડીને બાકીનું સંપૂર્ણ શરીર સાધુઓને અર્પણ કરું છું તો ઇચ્છા મુજબ એનો ઉપયોગ કરે એવો અભિગ્રહ લે છે. પછી તે મેઘમુનિ અગીયાર અંગ ભણીને ભિક્ષુપ્રતિમાને વહન કરીને, ગુણરત્ન સંવત્સર તપ કરીને સર્વાગ સંલેખના કરીને વિચારે છે કે સર્વસુખના (મોક્ષસુખના) અર્થી જિનેશ્વર જ્યાં ૧. ગુણરત્ન સંવત્સર તપ-આ તપ સોળ માસનો છે. તેમાં પ્રથમ માસે ચોથ ભક્તને પારણે ચોથ ભક્ત, બીજે માસે છઠ્ઠને પારણે છઠ્ઠ, ત્રીજે માસે અમને પારણે અટ્ટમ, ચોથે માસે ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ, પાંચમે પાસે પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ, છ માસે છ ઉપવાસને પારણે છ ઉપવાસ, એમ એકેક માસે એકેક ઉપવાસથી વધતા યાવત્ સોળમે માસે સોળ ઉપવાસને પારણે સોળ ઉપવાસ. આમ સોળ મહીના સુધી સળંગ તપ કરવાનો હોય છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy