________________
ઉપદેશપદ : ભાગ-૧
३८७
तम्हा भावो सुद्धो, सव्वपयत्तेण हंदि परलोए । कायव्वो बुद्धिमया, आणोवगजोगतो णिच्चं ॥२४३॥
यस्मादेवं क्रियामात्रं निरनुबन्धफलं तस्माद् भावो-मनःपरिणामः शुद्धो-रागद्वेषमोहमलविकलः सर्वप्रयत्नेन-सर्वस्वसामर्थ्यागोपनरूपेण; हंदीत्युपप्रदर्शने, परलोकेस्वर्गापवर्गादिलक्षणे साध्ये कर्तव्यो-घटयितव्यो बुद्धिमता-प्रशस्तमतिना पुरुषेण। कथमित्याह-'आज्ञोपयोगतो' आज्ञामुपगच्छन्ति-अनुवर्तन्ते ये ते आज्ञोपगास्ते च ते योगाश्च-अनुष्ठानभेदाः तेभ्यो, जिनाज्ञानुसारिणो धर्मारम्भान् प्रतीत्येत्यर्थः, नित्यम् - अहर्निशमिति ॥२४३॥
ગાથાર્થ– તેથી બુદ્ધિમાને પરલોકમાં (=પરલોકનું હિત કરવામાં) જિનાજ્ઞાનુસારી એવા ધર્મકાર્યોના આરંભને આશ્રયીને સર્વપ્રયત્નથી નિત્ય શુદ્ધભાવ કરવો જોઈએ.
ટીકાર્ય–તેથી- માત્ર બાહ્ય ધર્મક્રિયાથી નિરનુબંધ ફળ મળે છે તેથી. • બુદ્ધિમાને–પ્રશસ્તમતિવાળા પુરુષે. પરલોકમાં-સ્વર્ગ-અપવર્ગ વગેરે સાધવાનું હોય તેમાં, અર્થાત્ પરલોકનું હિત સાધવામાં. સર્વપ્રયત્નથી–પોતાની બધી શક્તિને ગોપવ્યા વિના. नित्य-रात-हिस. શુદ્ધભાવ-રાગ-દ્વેષ-મોહ રૂપ મલથી રહિત માનસિક પરિણામ.
ભાવાર્થ–પરલોકના હિત માટે કાંઈ પણ કરવું હોય ત્યારે બુદ્ધિમાન પુરુષે રાત-દિવસ પોતાના માનસિક પરિણામને રાગ-દ્વેષ-મોહથી રહિત કરવા જોઇએ. રાગ-દ્વેષ-મોહથી રહિત માનસિક પરિણામથી થતી ધર્મક્રિયાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. (૨૪૩)
सम्प्रत्याज्ञामेव पुरस्कुर्वन् दृष्टान्तमाहजो आणं बहु मन्नति, सो तित्थयरं गुरुं च धम्मं च । साहेति य हियमत्थं, एत्थं भीमेण दिलुतो ॥२४४॥
यो जन्तुरासन्नभव्य आज्ञाम्-उक्तरूपां बहु मन्यते-पुरस्करोति, स-आज्ञाबहुमन्ता तीर्थकरम्- अर्हन्तं गुरुं च धर्माचार्यं धर्मं च श्रुतचारित्ररूपं बहु मन्यते, आज्ञाबहुमानस्य तीर्थकरादिबहुमानाविनाभूतत्वात् । साधयति-घटयति, चः समुच्चये, हितं-कल्याणरूपमर्थ-पुरुषार्थलक्षणम् । अत्र-अस्मिन्नाज्ञाबहुमाने भीमेन राजसूनुना दृष्टान्तः-उदाहरणं वाच्यम् ॥२४४॥