SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ઉપદેશપદ : ભાગ-૧ ( આ પ્રમાણે અલ્પમતિવાળા જીવની વેયાવચ્ચ કહીને હવે તેનાથી વિપરીત રીતે(–બુદ્ધિમાન જીવ કેવી રીતે વેયાવચ્ચ કરે તેમ) કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– (૧) બીજો જીવ આ (–વેયાવચ્ચ, શું કહેવાય છે, અર્થાત્ શાસ્ત્રોમાં વેયાવચ્ચનું સ્વરૂપ કેવું કહેવામાં આવ્યું છે તે વિચારે છે. (૨) પછી વચનથી વેયાવચ્ચનું સ્વરૂપ જાણે છે. (૩) પછી વૈયાવચ્ચ કેવી રીતે કરવી જોઈએ તે વિચારે છે. પોતાની શક્તિ પ્રમાણે તેવી રીતે પ્રવર્તે, કે જેવી રીતે ઘણી વેયાવચ્ચ સાધે. ટીકાર્થ– (૧) વેયાવચ્ચની રુચિવાળો જ અને નિપુણમતિ એવો ધાર્મિકવિશેષ જીવ પહેલો વિચાર એ કરે છે કે શાસ્ત્રોમાં વેયાવચ્ચનું સ્વરૂપ કેવું જણાવ્યું છે. કારણકે જેનું જ્ઞાન જ ન હોય તે કાર્ય ન કરી શકાય. આવો વિચાર કર્યા પછી તે શાસ્ત્રવચનથી જાણે છે કે સાધુઓનું ઉચિત કાર્ય કરવું તે વેયાવચ્ચ છે. (૨) તથા ગુરુ-બાલ-વૃદ્ધ આદિની વેયાવચ્ચ કેવી ઉચિત પ્રવૃત્તિથી કરવી જોઈએ તેવો તર્કવિર્તક કરે છે. (૩) આ પ્રમાણે તર્ક-વિતર્ક કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે વેયાવચ્ચમાં તેવી રીતે પ્રવૃત્તિ કરે છે કે જેથી ઘણી વેયાવચ્ચ કરે છે. કારણ કે શક્તિનો ક્ષય ન થવાના કારણે પ્રતિદિન વેયાવચ્ચનો ભાવ અને વેયાવચ્ચ વધતી રહે છે.(૨૩૬) अत एव पौर्वापर्यशुद्धां वैयावृत्त्यविषयामाज्ञां दर्शयतिपुरिसं तस्सुवयारं, अवयारं वऽप्पणो य णाऊणं । कुज्जा वेयावडियं, आणं काउं निरासंसो ॥२३७॥ पुरुषम्-आचार्योपाध्यायप्रवर्तकस्थविरगणावच्छेदकलक्षणपदस्थपुरुषपञ्चकरूपं ग्लानादिरूपं च, तथा तस्य-पुरुषस्योपकारम्-उपष्टम्भं ज्ञानादिवृद्धिलक्षणम्, अपकारं च-तथाविधावस्थावैगुण्यात् श्रेष्मादिप्रकोपलक्षणम्, तथाऽऽत्मनश्च-स्वस्यापि शुद्धसमाधिलाभरूपमुपकारमपकारं च शेषावश्यककृत्यान्तरहानिस्वभावं वा ज्ञात्वा सूक्ष्माभोगपूर्वकं कुर्याद्-विदध्यात् । वैयावृत्यम्-उक्तरूपमाज्ञां कृत्वा-सर्वज्ञोपदेशोऽयमिति मनसि व्यवस्थाप्य निराशंस:-कीर्त्यादिफलाभिलाषविकलः सन्निति ॥२३७॥ આથી જ વેયાવચ્ચ સંબંધી પૂર્વાપર શુદ્ધ એવી આશાને જણાવે છે ગાથાર્થ–પુરુષને, પુરુષના ઉપકારને અને અપકારને, પોતાના ઉપકારને અને અપકારને જાણીને તથા આજ્ઞાને મનમાં સ્થાપીને નિરાશસ ભાવથી વેયાવચ્ચ કરે. ટીકાર્થ–પુરુષને જાણીને– આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચ પદસ્થ પુરુષોને જાણીને તથા ગ્લાન વગેરેને જાણીને.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy