SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૪૭ સામા કિનું શું ફળ છે ? મુનિપતિએ કહ્યું. પ્રકૃષ્ટ સામાયિકનું ફળ સ્વર્ગ કે મોક્ષ છે. અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્ય વગેરેની પ્રાપ્તિ છે. આ સાંભળીને તેને ખાતરી થઈ કે આનું (સામાયિકનું) ફળ આ પ્રમાણે જ છે એમાં કોઈ શંસય નથી. સંપ્રતિ પૂછે છે– હે ભગવન્! શું મને ઓળખો છો ? મુનિ પતિ ઉપયોગપૂર્વક હા એમ કહીને કૌશાંબીનો સર્વ વ્યતિકર જણાવ્યો. જેમકે આહાર અપાયો અને વિસૂચિકાથી મરણ થયું ત્યાં સુધીનો વૃત્તાંત જણાવ્યો. વિકસિત થયું છે. મુખરૂપી કમળ જેનું, હર્ષના આંસુના પ્રવાહથી ભીંજાઈ છે આંખો જેની, પૃથ્વીતળ પર સ્પર્શ કરાયું છે મસ્તક જેનું એવો રાજા ફરી ફરી મુનિનાથને વાંદે છે. મિથ્યાત્વને મથન કરનાર, દુર્ગત મનુષ્યોને નિધિની પ્રાપ્તિની જેમ, જાતિ અંધોને ચંદ્રના જેવા નિર્મળ આલોક સમાન, વ્યાધિથી પીડાયેલાને પરમ ઔષધ સમાન મુનિનાથ ભય પામેલાઓને શરણ રૂપ એવા જિનધર્મને પાણી સહિત વાદળોની શ્રેણીના નિર્દોષ જેવી મનોહર વાણીથી કહેવા લાગ્યા. સમુદ્રની અંદર ડૂબતાને નિછિદ્ર નાવડીનો લાભ અસાધારણ પુણ્યોથી શીધ્ર થાય તેમ જો કે કોઈક રીતે જિનધર્મની પ્રાપ્તિ થાય છે તેથી આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયે છતે મનમાં શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરતા વિવેકી પુરુષે મોક્ષ જ એક ફળ છે જેનું એવી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. મુનિનાથે આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી ભાલતલ ઉપર અંજલિ જોડીને રાજા કહે છે કે મારી પાસે એવી શક્તિ નથી જેથી દીક્ષા સ્વીકારું, તો પણ હંમેશા મારું મસ્તક તમારા ચરણરૂપી કમળમાં ભ્રમર જેવું આચરણ કરનારું થાય એવો હું બનું તેથી આવી અવસ્થા પ્રાપ્ત થાય એ માટે મને યોગ્ય ઉપદેશ આપો. તું શ્રાવકના વ્રતોને ગ્રહણ કર. જિનચૈત્ય-સાધુ અને શ્રાવક વર્ગને વિષે હંમેશા અતિ વાત્સલ્યવાળો થા તથા શુભાશયવાળો અને ઉદાર મનવાળો થા અને સર્વપ્રયતથી તું પરમાર્થબંધુ એવા ભગવાન તથા શ્રમણસંઘની ક્ષીરસમુદ્ર જેવી ઉજ્વળ કીર્તિને કરનારો થા તથા ગ્રામ-આકર-નગર-પતન સ્થાનોમાં સર્વત્ર વર્તતા ધાર્મિક જનોના ધર્મકાર્યો વિસ્તાર પામે તેવું કર. પ્રગટ થયો છે ઉત્તમ શ્રાવક ધર્મ જેને, પોતાને અતિકૃતાર્થ માનતો મુનિપતિના ચરણને નમીને પોતાના મહેલમાં ગયો. (૮૦) હવે કોઈ વખત રાજાએ જિનમંદિરમાં ઉત્તમ વિભૂતિથી યુક્ત ધન્ય અને પુણ્યશાળી લોકને જોવા લાયક એવો મહામહોત્સવ શરૂ કરાવ્યો. પોતાના શિખરથી સ્પર્શ કરાયું છે આકાશ જેના વડે, ઊંચે ફરકતી છે મોટી ધ્વજમાલા જેની ઉપર એવો રથ યાત્રા નિમિત્તે આખા નગરમાં ફરવા લાગ્યો. ભેરીના ભંકારરાગના ધ્વનિથી પુરાયું છે નાભિમંડળ જેના વડે જીવલોકને ધ્વનિમય કરતો, જેણે લોકમાં બધા અવાજોને શાંત કરી દીધા છે, દરેક ઘરમાંથી અતિ મહાકિંમતી અર્થ અનેક પ્રકારે ગ્રહણ કરતો ક્રમથી રથ રાજાના ગૃહાંગણે પહોંચ્યો. આદરવાળા સપ્રતિરાજાએ અતિ ઉત્તમ પૂજાપૂર્વક જ રથનો સત્કાર કર્યો અને
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy