SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ઉપદેશપદ : ભાગ-૧ બાળપણામાં યુવરાજ થયો. કુમારભક્તિમાં તેને ઉજૈની નગરી અપાઈ હતી. સંતુષ્ટ થયેલો કુણાલ ત્યાં રહે છે. સકલ કલાને ભણવામાં તેને સમર્થ જાણીને પિતાએ સ્વહસ્તથી લેખ લખીને મોકલ્યો કે કુમાર ત્યાં જ ભણાવાય. તેવા પ્રકારનું કાર્ય ઉપસ્થિત થયે છતે પત્રને ખુલ્લો મૂકીને, રાજા જેટલામાં ઊભો થયો તેટલામાં પાપી સાવકી માતાએ આંખના અગ્રભાગ ઉપર રહેલા કાજળને નખના અગ્રભાગથી લઈને ક્રિયાપદના આ વર્ણ ઉપર બિંદુ કરી દીધું તેથી કુમાર આંધળો કરાય એવો અર્થ થઈ ગયો. ઉત્સુકતાને કારણે રાજાએ લેખ ફરી વાંચ્યા વિના બીડી દીધો અને લેખ કુમારની પાસે પહોંચી ગયો. કુમારે સ્વયં જ તે લેખ વાંચ્યો. તેનો અર્થ જાણ્યો અને લોખંડની સળીને તપાવીને કેટલામાં બંને આંખો આંજે છે તેટલામાં પરિજને કહ્યું: હે કુમાર! તારે આવા પ્રકારની પિતાની આજ્ઞા ક્યારેય ન માનવી. એક દિવસનો તારે વિલંબ કરવો જેથી આનો પરમાર્થ શું છે તે જાણી શકાય. કુમાર કહે છે કે અમારા મૌર્યવંશમાં જન્મેલા સર્વે રાજાની આજ્ઞા કોઈ ઉલ્લંઘેર નહીં માટે તીક્ષ્ણ કહેલી છે. તેથી આશ્ચર્યકારી ચરિત્રોથી પુનમના ચંદ્ર જેવા નિર્મળ કુળને કલંક લગાડીને કેવી રીતે વિકૃત કરું ? પરિવારના નિવારણથી સર્યું એમ અવગણના કરીને જેટલામાં આંખો આજે છે તેટલામાં પિતાની પાસે સમાચાર પહોંચ્યા ત્યારે પિતાએ ઘણો શોક કર્યો. માતાએ પણ શોક્યના આ ચરિત્રને જાણી વિચાર્યું કે બાજી હાથમાંથી ગમે છતે શું કરી શકીએ. પછી પિતાએ ઉજ્જૈનીનું રાજ્ય પાછું લઈને તેને એક ઉત્તમ ગામ આપ્યું અને સર્વ વ્યવસાય છોડીને ગામમાં રહ્યો અને તે અતિનિર્દોષ ગીતવિદ્યા શીખવા લાગ્યો અને તે જલદીથી અતિદક્ષતાથી તે સંગીતવિદ્યામાં પારંગત થયો. ભેગો થઈને બીજા ગાંધર્વિક લોક સાથે પૃથ્વીમંડળ પર ભમવા લાગ્યો. વજ જેમ પર્વતને તોડે તેમ કુણાલે સંગીતવિદ્યાથી ગાંધર્વિક લોકના ગર્વરૂપી પર્વતને તોડ્યો. આથી જ તેનો ઘણો યશ જગતમાં ઊછળ્યો અને પ્રતિષ્ઠા પામ્યો. (૪૫) કાળે કરી કુસુમપુર (પાટલીપુત્ર) નગરમાં ગયો. નગરના મુખ્ય પુરુષોની અતિઘણી સભાઓમાં ગાવા લાગ્યો. નગરમાં એવો પ્રવાદ થયો કે આ નક્કી સુરગાંધર્વિક છે. આના જેવા બીજા કોઈ પુરુષની ક્યાંય સંગીતકળા સાંભળી નથી અને સાંભળશું પણ ૧. મધિગડ મા વાક્યમાં ગધિ જ્ઞ૩પદના ય વર્ણ ઉપર મીડું આવતા ધગડ ગુમાર એવું વાક્ય થઈ ગયું. યજ્ઞ૩ માજોનો અર્થ કુમાર ભણવાય એવો થાય જ્યારે સંધિM૩ મારો નો અર્થ કુમાર આંધળો કરાય એવો થાય. ૨. મુમ+૩+મા+કોઈ ઉલ્લંઘે નહીં.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy