SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ ઉપદેશપદ : ભાગ-૧ ગીતાર્થથી સમજાવી શકાય તેવો. કારણ કે તેવા પ્રકારનો કર્મક્ષયોપશમ (=દર્શનમોહનો વિશિષ્ટ ક્ષયોપશમ) થયો હોવાથી તે જીવ કદાગ્રહથી રહિત હોય. જેને મહાનિધાન પ્રાપ્ત કરવું છે તે પુરુષ નિધાન ગ્રહણ કરવામાં(–નિધાન ગ્રહણ કરવાની વિધિમાં) ભૂલ કરે તો જેમ સુખપૂર્વક સમજાવી શકાય તેમ ચારિત્રી પ્રજ્ઞાપનીય હોવાથી ભૂલ થતાં ગીતાર્થો તેને સુખપૂર્વક સમજાવી શકે છે. (૪) ક્રિયાતત્પર- ચારિત્રી માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોવાના કારણે જેમ પ્રજ્ઞાપનીય હોય છે તેમ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ હોવાથી મોક્ષ સાધક અનુષ્ઠાનો આચરવામાં નિધાન ગ્રહણ કરનાર પુરુષની જેમ તત્પર રહે છે, અર્થાત્ નિધાનની ઇચ્છાવાળો જીવ નિધાન ગ્રહણ કરવા માટે નિધાન ગ્રહણ કરવાની વિધિમાં આળસ ન કરે તેમ ચારિત્રી મોક્ષ સાધક અનુષ્ઠાનોમાં આળસ ન કરે. તે જીવ સન્ક્રિયામાં જ તત્પર હોય, અસલ્કિયામાં પણ તત્પર ન હોય. કારણકે ચારિત્ર સક્રિયારૂપ છે. (૫) ગુણરાગી– વિશુદ્ધ અધ્યવસાયના કારણે પોતાનામાં કે બીજામાં રહેલા જ્ઞાનાદિ ગુણોમાં રાગવાળો-પ્રમોદવાળો હોય, અર્થાત્ ઈર્ષ્યાથી રહિત હોય. (૬) શક્ય-આરંભ-સંગત– કરી શકાય તેવા અનુષ્ઠાનોથી યુક્ત હોય, અર્થાત્ શક્યમાં પ્રમાદ ન કરે અને અશક્યનો પ્રારંભ ન કરે. જે કોઈ આવા પ્રકારના ગુણોથી યુક્ત હોય તેને શાસ્ત્રજ્ઞાતાઓ સાધુ કહે છે. (૧૯૯૯) यदि नामैवं साधुलक्षणमुक्तं, तथापि प्रस्तुते किमायातमित्याहएयं च अस्थि लक्खणमिमस्स निस्सेसमेव धन्नस्स ।। तहगुरुआणासंपाडणं उ गमगं इहं लिंगं ॥२००॥ एतच्चैतदपि मार्गानुसारित्वादि, किं पुनर्गुरुविषयोऽभ्रमः, 'अस्ति' विद्यते 'लक्षणमस्य' माषतुषादेनिःशेषमेव 'धन्यस्य' धर्मधनार्हस्य । किमत्र लिङ्गमित्याह-तथा यथा गुरुसन्निधाने तथैव तद्व्यधानेऽपि 'गुर्वाज्ञासम्पादनं' प्रतिलेखनाप्रमार्जनादिसाधुसामाचारीपालनरूपं पुनर्गमकं ज्ञापकम् । ‘इह' मार्गानुसारित्वादौ 'लिङ्ग' चिह्नमिति ૨૦૦ નો જો આ પ્રમાણે સાધુનું લક્ષણ કર્યું, તો પણ તેનાથી પ્રસ્તુતમાં શું આવ્યું? (અર્થાત્ પ્રસ્તુતમાં એનો શો સંબંધ છે?) તે કહે છે ગાથાર્થ– માર્ગાનુસારિતા વગેરે આ સઘળુંય પણ ધન્ય માલતુષ આદિ મુનિનું લક્ષણ છે. અહીં તે તે રીતે ગુર્વાજ્ઞાનું સંપાદન જ્ઞાપક લિંગ છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy