________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૨૯ આથી આનંદ પામીને મ ણ મા તુર્થ એમ ગોખવા લાગતા. પણ થોડીવાર પછી પાછું ભૂલીને મા તુષ એમ ગોખવા લાગતા. આ પ્રમાણે સામાયિકના અર્થમાં પણ અમસર્થ તેમણે ગુરુભક્તિથી સમય જતાં જ્ઞાનનું ફલ કેવળજ્ઞાન મેળવ્યું. (૧૯૩)
अथामुमेव शुभौघसंज्ञानयोगमेषां भावयन्नाहरुद्दो खलु संसारो, सुद्धो धम्मो तु ओसहमिमस्स । गुरुकुलसंवासे सो, निच्छयओ णायमेतेणं ॥१९४॥
'रौद्रो' विषविकारादिवद्दारुणः, खलुरवधारणे, संसारो' नरनारकादिभ्रमणरूपः सर्वशरीरसाधारणः पारमार्थिकव्याधिस्वभावतामापन्नो यतः, ततः शुद्धो धर्म एव पञ्चनमस्कारस्मरणादिरूप औषधं निवृत्तिहेतुरस्य संसारस्य । यथोक्तम्-"पंचनमोक्कारो खलु, विहिदाणं सत्तिओ अहिंसा य । इंदियकसायविजओ, एसो धम्मो सुहपओगो ॥१॥" एवमवगते यदेष पुनर्निणीतवान्, तदाह-'गुरुकुलसंवासे' गुरोरुक्तलक्षणस्य कुलं परिवारस्तत्र सम्यक् तद्गतमर्यादया वासे सति 'स' शुद्धो धर्मो “निश्चयतः' परमार्थवृत्त्या सम्पद्यते । अनिश्चयरूपस्तु कृत्रिमसुवर्णसदृशः परीक्षामक्षममाणोऽन्यथापि स्यात् । न च तेन किञ्चित्, संसारफलत्वेनासारत्वादिति ज्ञातमेतेन माषतुषादिना साधुजडेनापि सता ॥१९४॥
માષતુષ વગેરે મુનિઓના આ શુભ ઓળસંશાનના યોગને વિચારતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- સંસાર ભયંકર જ છે. તેનું ઔષધ શુદ્ધ ધર્મ જ છે. શુદ્ધ ધર્મ પરમાર્થથી ગુરુકુલ સંવાસમાં પ્રાપ્ત થાય છે. મોષતુષ વગેરે મુનિએ આ પ્રમાણે જાણ્યું છે.
ટીકાર્થ– સંસાર ભયંકર જ છે– સંસાર એટલે મનુષ્યગતિ અને નરકગતિ આદિમાં પરિભ્રમણ. આ સંસાર શરીરવાળા સર્વ જીવોને સાધારણ છે. એટલે જે કોઈ જીવ શરીરધારી હોય તે બધા જીવોને સંસાર હોય છે. તથા સંસાર પરમાર્થથી વ્યાધિ સ્વભાવને પામેલો છે, અર્થાત સંસાર પરમાર્થની વ્યાધિ સ્વરૂપ છે. આવો સંસાર વિષવિકારની જેમ ભંયકર છે.
તેનું ઔષધ શુદ્ધ ધર્મ જ છે– (સંસાર વ્યાધિ સ્વરૂપ છે, વ્યાધિને દૂર કરવા ઔષધ જોઈએ. આથી અહીં કહે છે કે, સંસાર રૂપ વ્યાધિનું ઔષધ પંચનમસ્કારનું(નવકારનું સ્મરણ વગેરે શુદ્ધ ધર્મ જ છે. કહ્યું છે કે-પંચનમસ્કાર(–નવકાર મંત્ર), શક્તિ મુજબ વિધિપૂર્વક દાન, અહિંસા, ઇદ્રિયજય અને કષાયજય આ ધર્મ (સંસારરૂપ વ્યાધિનો)