SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપદેશપદ : ભાગ-૧ गलो नाम प्रान्तन्यस्तामिषो लोहमयः कण्टको मत्स्यग्रहणार्थं जलमध्ये सञ्चारितः, तद्ग्रसनप्रवृत्तो मत्स्यस्तु प्रतीत एव । ततो गलेनोपलक्षितो मत्स्यो गलमत्स्यः । भवाद' दुःखबहुलकुयोनिलक्षणाद् दुःखितजीवान् काकशृगालपिपीलिकामक्षिकादींस्तथाविधकुत्सितवचनसंस्कारात् प्राणव्यपरोपणेन मोचयत्युत्तारयतीति भवविमोचकः पाखण्डिविशेषः । विषेण मिश्रमन्नं विषानं तद् भुङ्क्ते तच्छीलश्च यः स तथाविधः । ततो गलमत्स्यश्च भवविमोचकश्च विषान्नभोजी चेति द्वन्द्वस्तेषां यादृश एष परिणामः प्रत्यपायफल एव । कुतः मोहादज्ञानात् पर्यन्तदारुणतया 'शुभोऽपि' स्वकल्पनया स्वरुचिमन्तरेण तेषां तथाप्रवृत्तेरयोगात् सुन्दरोऽपि सन् 'अशुभः' संक्लिष्ट एव । कुत इत्याह-'तत्फलतः' भावप्रधानत्वाद् निर्देशस्य तत्फलत्वाद् अशुभपरिणामफलत्वात्। अथ प्रकृते योजयन्नाह-एवं गलमत्स्यादिपरिणामवत् एषोऽपि जिनाज्ञोल्लङ्घनेन धर्मचारिपरिणामस्तत्फलत्वादशुभ एव । आज्ञापरिणामशून्यतया उभयत्रापि समानत्वेन तुल्यमेव किल फलमिति ॥१८८॥ હવે આજ્ઞા નિરપેક્ષની શુભલેશ્યાનો પણ દૃષ્ટાંતના ઉલ્લેખ પૂર્વક તિરસ્કાર કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– ગલમસ્ય, ભવમોચક અને વિષાન્નભોજીઓનો આ પરિણામ અજ્ઞાનતાના કારણે શુભ લાગતો હોવા છતાં અશુભ છે. કારણ કે અશુભ પરિણામના ફલવાળો છે. એ જ પ્રમાણે આજ્ઞાનિરપેક્ષનો આ પરિણામ પણ અશુભ છે. ટીકાર્ચ–ગલમસ્યગલ એટલે જેના અંતભાગમાં માંસનો ટુકડો મૂકેલો છે તેવો લોઢાનો કાંટો. મત્સ્ય એટલે માછલું. આ કાંટાને માછલાઓને પકડવા માટે પાણીમાં નાખવામાં આવે છે. ગલમસ્ય એટલે પાણીમાં નાખેલા લોઢાના કાંટામાં રહેલા માંસને ખાવા માટે આવનારા માછલાં. (અહીં માછલું મને સુખ મળશે એવા પરિણામથી પ્રવૃત્તિ કરે છે, પણ પરિણામે દુઃખજ મળે છે.) ભવવિમોચક– ભવથી છોડાવે તે ભવવિમોચક, કાગડો, શિયાળ, કીડી અને માખી વગેરે દુઃખી જીવોને જેમાં ઘણું દુઃખ છે તેવા કુયોનિરૂપ ભવથી છોડાવનારા પાખંડિ વિશેષ ભવમોચક છે. (દુઃખી જીવોને મારી નાખવાથી તે જીવો દુઃખથી મુક્ત થાય છે એમ મુગ્ધજીવોને આ ૧. ભવમોચક મતની માન્યતા એવી છે કે દુઃખથી પીડાઈ રહેલા જીવને મારી નાખવામાં ધર્મ છે. કારણકે એથી તેનો દુઃખથી છૂટકારો થાય છે. દયાળુ માનવ અન્યનું દુઃખ જોઈ જ ન શકે. માટે દુઃખથી પીડાતા જીવને મારી નાખવો જોઈએ. શ્રાવક પ્રજ્ઞપ્તિ ગાથા ૧૩૩ વગેરેમાં આ મતનો નિર્દેશ કરીને તેનું ખંડન કર્યું છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy