SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૭૩ आदिशब्दात् सुमतिनामा ब्राह्मणः प्रस्तुतबुद्धौ ज्ञातं वर्त्तते । कीदृश इत्याह 'अंधल' त्ति अन्धः । कथमसौ ज्ञातीभूत इत्याह-नृपमन्त्रिमार्गणा नृपस्य समुद्रदेवस्य सिद्धराजस्य मन्त्रिमार्गणा वृत्ता । तत्र श्रवणमाकर्णनं बुद्धिमत्तया सुमतेरजनि । नृपस्य आह्वानमाकारणं कृतम् । ततोऽपि 'वोरस्सेकन्न'त्ति बदरेष्वश्वे कन्यायाश्च विशेषपरीक्षार्थं स नियुक्तः। निश्चितप्रज्ञस्य तस्य सन्तोषेण राज्ञा 'माणादि' कणिक्कामाणकगुडपलघृतकर्षदानलक्षणा प्रथमतः, पश्चाद् द्विगुणक्रमेण कणिक्कासेतिकाघृतपलचतुष्टयलक्षणा वृत्तिनिरूपिता । तेन च लब्धतात्पर्येण राजा भणितः । यथा त्वं देव ! वणिक्सुत इति॥ अथैतद्गाथाव्याख्यानाय मण्डलेत्यादिगाथानवकमाह । एतद् गाथानवकं कथाऽनन्तरं लिखितं ज्ञातव्यम् । मण्डलेत्यादि । ગાથાર્થ– આદિ શબ્દથી સુમતિ અંધ, રાજાની મંત્રીની શોધ, શ્રવણ, તેને બોલવવું, બોર-અશ્વ અને કન્યા ત્રણથી મંત્રીની પરીક્ષા, વૃત્તિનું માપ તે ઉપરથી તું વણિકપુત્ર છે એમ કહેવું. (૧૫૦) આદિ શબ્દથી સુમતિ નામનો બ્રાહ્મણ પરિણામિકી બુદ્ધિમાં ઉદાહરણ છે. તે બ્રાહ્મણ કેવો છે? તે આંધળો છે. તો પછી પારિણામિકી બુદ્ધિમાં કેવી રીતે ઉદાહરણ રૂપ બન્યો તેને કહે છે. પ્રાપ્ત થયું છે. રાજ્ય જેને એવા સમુદ્રદેવ રાજાને મંત્રીની જરૂરીયાત ઉત્પન્ન થઈ. સુમતિની બુદ્ધિમતાની પ્રસિદ્ધિ રાજાએ સાંભળી અને તેને બોલાવ્યો. પછી રાજાએ બોર, અશ્વ અને કન્યાની વિશેષ પરીક્ષા માટે તેની નિમણુંક કરી. તેની બુદ્ધિનો નિશ્ચય થયા પછી ખુશ થયેલા રાજાએ એક માણક લોટ, પલ પ્રમાણ ગુડ, કર્ષક પ્રમાણ ઘીના દાન સ્વરૂપ પ્રથમ આજીવિકા બાંધી આપી પછી તેની આજીવિકા બમણા ક્રમથી કરી આપી. અને ત્રીજી વખત ચાર ગણી બાંધી આપી. પછી પરમાર્થને પામેલા સમુતિએ રાજાને કહ્યું હે દેવ ! તમે વણિક પુત્ર છો. હવે આ ગાથાનું વ્યાખ્યાન કરવા માટે મંડલ એ પ્રમાણેની નવ ગાથાને કહે છે. આ નવગાથા કથાનક પછી કહેલી છે. વરસના બાકીના મહીનાઓ કરતા વસંત માસ ઉત્તમ છે તેમ બાકીના રાજાઓ કરતાં શ્રેષ્ઠ એવો સમુદ્રદેવ નામનો રાજા વસંતપુરમાં રાજ્ય કરે છે. બાળ હોવા છતાં પણ પુણ્યના વશથી, પરાક્રમ ગુણથી અને સમુચિત સ્થાનોમાં લોકોની સેવા કરવાથી તેને રાજ્ય પ્રાપ્ત થયું. સ્વયં જ રાજ્ય કાર્યોની ચિંતા કરતા મને શું સુખ પ્રાપ્ત થાય ? એ પ્રમાણે ચિંતામાં પડેલો મંત્રીની શોધ કરવા લાગ્યો. અને વળી– મહાવતોના શિક્ષણથી જેમ હાથીઓ માર્ગમાં સારી રીતે ચાલે છે તેમ નિપુણ મંત્રીઓની મંત્રણાથી લોકમાં રાજ્યો સારી રીતે ચાલે છે. જેમ અંધકારમાં પડેલી સમસ્ત પણ વિદ્યામાન વસ્તુને આંખ જોઈ શકતી નથી તેમ રાજ્યલક્ષ્મીરૂપી અંધકારમાં પડેલા રાજાઓ રાજ્યની સર્વ વસ્તુઓને સંભાળી શકતા નથી. જેવી રીતે લોકમાં પ્રકાશમાં પડેલી વસ્તુને આંખ યથાસ્થિત જુએ છે તેવી રીતે મંત્રીરૂપી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy