________________
૩૧
(૧) સ્વાધ્યાયથી અનુષ્ઠાનના મહત્ત્વનો બોધ. (૨) અનુષ્ઠાનના મહત્ત્વના બોધથી અનુષ્ઠાન પ્રત્યે તીવ્ર શ્રદ્ધા. (૩) તીવ્રશ્રદ્ધાથી અનુષ્ઠાન પ્રત્યે પક્ષપાત અને વિધિપૂર્વક આદરથી શક્તિ પ્રમાણે ક્રિયા. (૪) પક્ષપાત અને શક્તિ પ્રમાણે ક્રિયાથી શુભભાવની ઉત્પત્તિ. (૫) શુભભાવથી કર્મોનો સાનુબંધ થયોપશમ. (૬) સાનુબંધ લયોપશમથી દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધનો અભાવ. (૭) દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધના અભાવથી પ્રતિદિન વિશુદ્ધિ. (૮) પ્રતિદિન વિશુદ્ધિથી સર્વકર્મોનો ક્ષય. (૬૮૭ થી ૬૯૧) પરદર્શનના સંગત વાક્યોમાં દ્વેષ કરવો તે મૂઢતા છે
(અકરણ નિયમ) પૂર્વે કહ્યું તેમ વિશિષ્ટ કર્મક્ષયથી દુર્ગતિમાં જવું પડે તેવા કર્મો ફરી બંધાતા નથી. આ જ વિષયને અન્ય દર્શનીઓ પોતાના શાસ્ત્રમાં “અકરણનિયમ” શબ્દથી કહ્યો છે. આ યુક્ત જ છે. ભવિષ્યમાં ક્યારેય પાપમાં પ્રવૃત્તિ ન થાય તેને અકરણ નિયમ કહેવામાં આવે છે. અન્ય દર્શનમાં પણ જે કથન સંગત હોય તેમાં વેષ કરવો તે મૂઢતા છે. જૈનશાસ્ત્રની સાથે સંગત થાય તેવાં વાક્યો પરદર્શનમાં બે પ્રકારના ઉપલબ્ધ થાય છે. કેટલાંક વાક્યો અર્થથી સંગત હોય. કેટલાંક વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી સંગત હોય. આવાં જૈનશાસ્ત્રની સાથે સંગતિવાળાં વચનો અન્યદર્શને કહેલાં છે એમ માનીને તે વચનોમાં દ્વેષ કરવો તે મૂઢતા છે, તેમાં પણ જિનમતમાં રહેલાઓની વિશેષથી મૂઢતા છે. કારણ કે દ્વાદશાંગી સર્વ દર્શનોનું મૂળ છે. આથી અન્ય દર્શનોમાં જે કાંઈ સારું ઉપલબ્ધ થાય તે દ્વાદશાંગીમાં રહેલું છે એમ જાણવું. આથી અન્ય દર્શનના અકરણ નિયમ વગેરેની અવજ્ઞા કરવાથી જિનની અવજ્ઞા થાય. જિનની અવજ્ઞા કરવાથી કોઈ પ્રકારનું કલ્યાણ ન થાય. સંકલ્પપૂર્વક તલાં પાપ ફરી ન કરવારૂપ અકરણ નિયમ ગ્રંથિભેદ થયે છતે હોય છે. અકરણ નિયમથી જીવ જેમ પોતે સંકટમાં પણ પાપ કરે નહિ, તેમ તે તે ઉપાયોથી બીજાઓની પાપનિવૃત્તિનું પણ પ્રાયઃ કારણ બને છે. (૬૯૨ થી ૬૯૫)
યતના
યતના ધર્મની જનની છે, ધર્મનું રક્ષણ કરનારી છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે, મોક્ષસુખને પમાડનારી છે. યતના કરનાર જીવમાં સન્માર્ગની શ્રદ્ધા હોવાથી તે સમ્યકત્વનો આરાધક છે. જીવાદિ તત્ત્વોનો બોધ હોવાથી જ્ઞાનનો આરાધક છે. સમ્યકક્રિયાનું પાલન હોવાથી ચારિત્રની આરાધક છે. યતનાનું લક્ષણ-અપવાદથી દોષ સેવવો જ પડે તો ગુરુ