________________
૨૭૦
ઉપદેશપદ : ભાગ-૧
રાજા એક અવસરે હલ્લ વિહલ્લને આ પ્રમાણે કહે છે કે અરે ! હું તમોને બીજા વિશેષથી શ્રેષ્ઠ હાથી, ઘોડા, રત્નો અને દેશાદિ આપું છું તેની બદલીમાં મને આ શ્રેષ્ઠ હસ્તીરત્ન આપ. વિચારીને અમે આપશું” એમ કહી તેઓ પોતાના સ્થાને ગયા.
આ બળાત્કારે આપણી પાસેથી આંચકી ન લે એવા ભયથી રાત્રિ સમયે હાથી ઉપર આરૂઢ થઇને લોક ન જાણે તેમ નીકળી ગયા અને વૈશાલીપુરીના ચેટક રાજાનો આશ્રય કર્યો. ત્યાર પછી અશોકચંદ્ર આ હકીકત જાણી વિનયથી દૂતના વચનથી હલ્લ-વિહલ્લને અહીં મોકલો એમ ચેટકને કહેવડાવ્યું. પછી ચેટકે કહ્યું: હું આઓને બળાત્કારથી કેવી રીતે મોકલું? સ્વયં જ તું પરિસ્થિતિને જાણી ઉચિત કર. આઓ અને તે બંને મારી પુત્રીના પુત્રો છો માટે મારે તમારા કોઈ ઉપર પક્ષપાત નથી. ઘરે આવેલા છે એટલે હું બળથી મોકલવા શક્તિમાન નથી. આ પ્રમાણે સાંભળીને અશોકચંદ્ર ફરી પણ કહેવડાવ્યું કે કુમારોને મોકલો અથવા જલદી યુદ્ધ માટે સજ્જ થાઓ. ચેટકે યુદ્ધનો સ્વીકાર કરે છતે અશોકચંદ્ર ઘણી સામગ્રી ભેગી કરીને વૈશાલી નગરીએ જલદી પહોંચ્યો. ચેટક મહારાજા સાથે યુદ્ધ શરૂ થયું. કાલપ્રમુખ તેના દશ શોક્ય ભાઈઓ એકેક દિવસે અમોઘ બાણ નાખવાથી દશ દિવસમાં હણાયા. ચેટક રાજાને એક દિવસે એક બાણ ફેંકવું એવો નિયમ છે. અગીયારમાં દિવસે ભય પામેલ અશોકચંદ્ર વિચાર્યું કે અહો ! હમણાં જો હું યુદ્ધ કરીશ તો નાશ પામીશ, તેથી યુદ્ધ કરવું ઉચિત નથી, એટલે રણાંગણથી પાછા ફરીને દેવના સાનિધ્યની વાંછાથી અઠ્ઠમ તપ કર્યો. (૪૨)
હવે સૌધર્મેન્દ્ર અને ચમર પણ પૂર્વભવની મિત્રતાને યાદ કરીને નિર્મળ નાશમાં સામેલ થયેલા આ પ્રમાણે કહેવા લાગ્યા. અરે અરે !દેવાનુપ્રિય ! તું કહે તારું શું પ્રિય કરીએ ? રાજાએ કહ્યું: મારા વૈરી ચેટકને હણો. શકેન્દ્ર કહ્યું: પરમ સમ્યગ્દષ્ટિ આત્મા ચેટકને અમે નહીં મારીએ. જો તું કહેતો હો તો યુદ્ધ કરતા એવું તારું સાનિધ્ય કરીએ. આમ પણ થાઓ એમ કહીને અશોકચંદ્ર રાજાએ ચેટકરાજાની સાથે યુદ્ધ-સંરંભ શરૂ કર્યો. અખંડિત ઈન્દ્રની સહાય છે જેને, દેવતાના સાનિધ્યથી પ્રગટ થયેલ પ્રતાપથી દુઝેક્ષ્ય એવો અશોકચંદ્ર શત્રુપક્ષને હણતો જેટલામાં ચેટક પાસે આવ્યો તેટલામાં યમરાજના દૂતની જેમ કાન સુધી ખેંચીને ચટક રાજાએ તેના ઉપર અમોઘ બાણ છોડ્યું અને પછી અમરેન્દ્ર વડે રચાયેલ સ્ફટિક શિલામાં અલિત થયેલા બાણને જોઇને એકાએક ચેટક રાજા વિસ્મિત થયો. મારું અમોઘ શસ્ત્ર નિષ્ફળ થયું આથી મારે હવે યુદ્ધ કરવું ઉચિત નથી. એમ વિચારીને જલદીથી નગરીની અંદર ચાલ્યો ગયો. પરંતુ અસુરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર વડે રચાયેલા રથમુશલ અને શિલાકંટક નામના યુદ્ધથી તેનું ચતુરંગ પણ સૈન્ય નાશ પામ્યું. અશોકચંદ્ર નગરીને ઘેરો ઘાલીને લાંબા કાળ સુધી રહ્યો. ઊંચા મહેલોથી યુક્ત તે નગરી કોઈપણ રીતે ભંગાતી નથી અને એક પ્રસંગે તેને ભાંગવા સમર્થ નહીં થતો રાજા જેટલામાં આવતો હોય છે તેટલામાં દેવતાએ નીચે