________________
૨૬૬
ઉપદેશપદ : ભાગ-૧ આંખો તે સમયે જ ઉપશાંત ભાવને પામી. ભગવાને કહ્યું: હે ચંડકૌશિક ! શાંત થા. આ ચંડભાવ હિતકર (યોગ્ય) નથી. પ્રધાન ઇહાપોહ', તપાસ અને શોધમાં તત્પર તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી ત્રણ પ્રદક્ષિણા આપે છે તથા તીવ્ર સંવેગને પામેલો આહારના પચ્ચકખાણ કરે છે અને આ જિન છે એમ જાણે છે. હું લોકોના મરણને કરનારો ન થાઉં એમ સમજી અનશન કરી ઊંડા દરમાં માથું નાખીને રહ્યો. તેને જોઈને તેનો કોઈ ઉપઘાત ન કરે એટલે અનુકંપાથી સ્વામી પણ ત્યાં રહ્યા અને ગોવાળીયા આદિ વૃક્ષમાં છુપાઈને એને પથ્થરાથી મારે છે. એટલામાં તલના ફોતરા જેટલો માત્ર આ હલતો નથી તેટલામાં લાકડીઓથી આ ઢોસા ભરાવાયો ત્યારે પણ ન ચાલ્યો એટલે ગોવાળીયાઓ જનમનને અતિઅદ્ભૂત કરનાર તેનો સંપૂર્ણ વ્યતિકર નજીકમાં ગ્રામ-નગરાદિમાં લોકોને કહ્યો. ભયને છોડીને પ્રવાહબંધ લોક જિનને નમીને ચંદન-પુષ્પઅક્ષત-ધૂપાદિથી તેને પૂજે છે. તે માર્ગથી દૂધ વેંચવા જતી સ્ત્રીઓ તેના ઉપર દૂધ રેડે છે અને તેના ગંધથી લુબ્ધ કીડીઓ તેને ચટકા ભરે છે. વેદનાથી અતિ પીડાયેલો પણ પોતાની કર્મ પરિણતિનું ફળ છે એમ ભાવના કરતો પંદર દિવસ થયા પછી કાળ પામ્યો અને આઠમા
૧. પ્રધાન ઈહાપોહ– ઈહાપોહના બે પ્રકાર છે. (૧) પ્રધાન ઈહાપોહ અને (૨) અપ્રધાન ઈહાપોહ. ઈહાપોહ
થયા પછી તુટી જાય અને આગળ જ્ઞાન ન થાય તે અપ્રધાન ઈહાપોહ. ઈહાપોહ થયા પછી આગળ અવશ્ય જ્ઞાન થાય તે પ્રધાન ઈહાપોહ. પ્રસ્તુતમાં ચંડકૌશિકને ઈહાપોહ થયા પછી અવશ્ય જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ માટે તેને પ્રધાન ઈહાપોહ થયું છે. Uહાપોહ– કૃતનિશ્રિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે. (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા. વ્યંજનાવગ્રહ- ઉપકરણેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થતા અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે વ્યંજનાવગ્રહ કહેવાય. અર્થાવગ્રહ- ઇન્દ્રિય દ્વારા પદાર્થનો જે અસ્પષ્ટ બોધ થાય તે અર્થાવગ્રહ કહેવાય. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરાપણ અભિવ્યક્તિ થતી નથી પણ અર્થાવગ્રહમાં “અહીં કંઇક છે.” એવો સામાન્ય બોધ થતો હોવાથી વ્યંજનાવગ્રહની દષ્ટિએ અર્થાવગ્રહ વ્યક્તજ્ઞાન સ્વરૂપ છે પણ અપાયની દૃષ્ટિએ અર્થાવગ્રહ અવ્યક્ત જ્ઞાનસ્વરૂપ છે. અર્થાવગ્રહનો કાળ ૧ સમયનો છે. ઈહા- અન્વય (વિદ્યમાન) ધર્મની ઘટના અને વ્યતિરેક (અવિદ્યમાન) ધર્મના નિરાકરણ દ્વારા વસ્તુના નિર્ણય તરફ ઢળતી વિચારણાવાળું જ્ઞાન તે ઈહા કહેવાય છે. અપાય- ઇહા દ્વારા વસ્તુનો નિર્ણયાભિમુખી બોધ થયા પછી તે આ જ છે એવો જે નિશ્ચયાત્મક બોધ થાય છે તે અપાય કહેવાય છે. અપાયનો કાળ અંતર્મુહૂર્ત છે. ધારણા- અપાયમાં થયેલા નિર્ણયને વર્ષો સુધી યાદ રાખવો અથવા અપાયથી નિર્ભીત થયેલા પદાર્થનું કાલાન્તરે પણ સ્મરણ થઈ શકે એવા સંસ્કારવાળા જ્ઞાનોપયોગને ધારણા કહેવાય છે. અને તેના અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે. અવિસ્મૃતિ- અપાયથી નિર્ણત થયેલી વસ્તુઓનો ઉપયોગ અંતર્મુહૂર્ત કાળ સુધી એવોને એવો ટકી રહે તે અવિસ્મૃતિ ધારણા કહેવાય છે અને તેનો કાળ અંતર્મુહૂર્ત સુધીનો છે. વાસના- અવિસ્મૃતિથી આત્મામાં તે વસ્તુના સંસ્કાર પડે છે તે સંસ્કારને વાસના કહેવાય. તેનો કાળ સંખ્યાત કે અસંખ્યાત વર્ષનો છે. સ્મૃતિઆત્મામાં દઢ થયેલા સંસ્કાર (વાસના) જઘન્યથી અંત
ના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષે જાગૃત થતા તે એ જ વસ્તુ છે કે જેને મેં પહેલા જોઈ હતી' એવું જે જ્ઞાન થાય છે તે સ્મૃતિ કહેવાય છે. જાતિસ્મરણજ્ઞાનનો સમાવેશ “સ્મૃતિ' માં થાય છે.