SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ઉપદેશપદ : ભાગ-૧ ગાથાફરાર્થ- વજનામના ઋષિને પરિણામિક બુદ્ધિ હતી. કેવી રીતે ? તેને કહે છેમાતાની સાથે સંઘનો રાજસભામાં વિવાદ થયો ત્યારે તેણે સંઘની તરફેણ કરી પણ માતાની નહીં. વર્ષાકાળમાં ઉપલક્ષણથી ઉનાળામાં પણ જૈભક દેવો વડે નિમંત્રણ કરાયે છતે જે દ્રવ્યાદિ વિષયવાળો ઉપયોગ મુક્યો. તથા સહસ પત્રવાળું કમળ અને પુષ્પનો કુંભ પુરી નગરીમાં લાવવું તે પારિણામિક બુદ્ધિ છે. તથા પાટલિપુત્રમાં પ્રથમ અસુંદર રૂપની વિદુર્વણા પછી સહસપત્ર પદ્માસન પર બેઠેલા અત્યંત અતિશાયિન સ્વરૂપની વિદુર્વણા કરી. અને દશમા પૂર્વને નહીં ભણી શકતા આર્યરક્ષિતને પાછા મોકલ્યા. (૧૪૨). परिणामिया य महिला, णिद्धसधिज्जाइ लोगजाणम्मि । उज्जेणि देवदत्ता, जोगुवयारेऽत्थपडिवत्ती ॥१४३॥ अथ गाथाक्षरार्थः-'परिणामिया य' त्ति पारिणामिक्यां बुद्धौ ज्ञातं वर्तते । काऽसावित्याह-'महिला' भार्या कस्य 'निद्धसधिजाइ' त्ति निद्धसाभिधानस्य धिग्जातीस्य संबन्धिनी । तथा 'लोगजाणम्मि' त्ति लोकाभिप्रायपरिज्ञाने ज्ञातं वर्तते। काऽसावित्याह-'उज्जेणि देवदत्ता' इति उज्जयिन्यां नगर्यां देवदत्ता वेश्या, यतस्तया 'जोगुवयारेऽत्थपडिवत्ती' इति योग्योपचारे सर्वप्रकृतीनामुचितप्रियकरणलक्षणे कृते सति अर्थप्रतिपत्तिर्भूयान् अर्थसंग्रहः कृत इति ॥१४३॥ ગાથાર્થ– લોકના ચિત્તને પારખવામાં નિર્ધ્વસ બ્રાહ્મણસ્ત્રીનું તથા ઉજજૈનીની દેવદત્તાનું યોગ્ય ઉપચાર અને અર્થના ઉપાર્જનમાં પારિણામિક બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪૩) આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું નગર હતું. તેમાં નિર્ધ્વસ નામના બ્રાહ્મણને વિલાસનું સ્થાન એવી શુભા નામે સ્ત્રી હતી. અને ક્રમથી તેને ત્રણ પુત્રીઓ થઈ. જેઓ મનોહર તારણ્યને પામી અને પોતાના ઘર સમાન વૈભવવાળા કુલોમાં પરણાવી. મારી પુત્રીઓ સુખી કેવી રીતે થાય ? એમ તેણે વિચાર્યું. કારણ કે પતિની આજ્ઞાથી વિરુદ્ધ ભાવમાં વર્તતી સ્ત્રીઓ ગૌરવનું સ્થાન થતી નથી. નિર્મળ આશયવાળી મારી પુત્રીઓને સુખનો સંગ કેવી રીતે થાય? તેથી કોઈપણ ઉપાયોથી જમાઈઓના સ્વભાવને હું જાણું. પછી પુત્રીઓને કહ્યું: પ્રથમ સુરતસંગ સમયે અવસરને મેળવી તમારે પેનીના પ્રહારથી પોતાના પતિને માથામાં મારવું. તેઓએ તેમ જ કર્યું અને પ્રભાતે માતાએ પુછ્યું: તેઓએ તમને શું કર્યું? તેમાં મોટી પુત્રીએ કહ્યું: મેં લાત માર્યા પછી મારા પગ દબાવવા લાગ્યો અને સ્નેહ તત્પર કહે છે કે તેને કેવું દુઃખ થયું ? આવા પ્રકારનો પ્રહાર તારા પગને ઉચિત નથી. તારો મારા ઉપર અતિ પ્રેમ છે નહીંતર કોણ ઉન્મત્તતાથી રહિત લજ્જાળુ આ પ્રમાણે કાર્ય કરે? માતાએ તેને કહ્યું? તારો પતિ અતિ પ્રેમ પરવશ છે તું જે કરશે તે તેને પ્રમાણ છે. તેની પાસે તારુ સર્વ ચાલશે. બીજીએ કહ્યું પ્રહાર પછી તરત જ તે કંઈક ગુસ્સે થયો, ક્ષણ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy