SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉપદેશપદ : ભાગ-૧ વજની પાસે ભણ્યા. આ પ્રમાણેની કથા પૂર્વના પુરુષોએ શાસ્ત્રમાં કહી છે. તેમનું સૌભાગ્ય અનન્યસમ હતું જે કોઈ એક રાત્રિ પણ તેમની સાથે વસ્યો હોય તેનું તેની (વજની) સાથે મરણ થાય છે. દશમાં પૂર્વમાં અધ્યયનોના ભાંગાને ગ્રહણ કરવા અસમર્થ આર્યરક્ષિતે પુછ્યું કે હવે આગળ ભણવાનું કેટલું છે ? વજ કહે છે કે બિંદુ સમાન તું ભણ્યો છે હજુ સમુદ્ર સમાન ભણવાનું બાકી છે. આર્ય રક્ષિત વારંવાર પૂછે છે એટલે તેને ગુરુ પાસે પાછા મોકલી દેવામાં આવ્યા. આ પ્રમાણે અર્થીએ આર્યરક્ષિતસૂરિનું ચરિત્ર આવશ્યક સૂત્રમાંથી જાણી લેવું. અહીં ઉપયોગી ન હોવાથી કહ્યું નથી. (૩૪૨). - ગૌતમસ્વામીનું બાકીનું ચરિત્ર ભવિજીવોને આનંદ આપનાર, પ્રસંગથી પ્રાપ્ત થયેલા એવા ગૌતમસ્વામીના ચરિત્રને કંઈક કહીશ તેને તમે સાંભળો. પર્વત પરથી ઉતરતા વિજળી અને પ્રભાતના સૂર્યની કિરણની કાંતિ સમાન એવા ભગવાન શ્રી ગૌતમ સ્વામીને પ્રભાતના સૂર્યથી વિકસિત કમળોની જેમ વિકસિત મુખવાળા પૂર્વે રહેલા તાપસોએ પ્રભાતમાં જોયા અને કહ્યું કે તમે અમારા ગુરુ છો તથા નમેલા છે મસ્તક જેઓના એવા અમે તમારા શિષ્યો છીએ. તે (ગૌતમ) કહે છે કે ભવ્યજીવોરૂપી કમળવન માટે સૂર્ય સમાન, જગતના જીવોના બાંધવ, સુગૃહીત નામધેય એવા ભગવાન વીરપ્રભુ તમારા અને અમારા ગુરુ છે. શું તમારે પણ બીજા કોઈક ગુરુ છે? ગુરુ ઉપરના રાગથી સુપ્રસન્ન મુખવાળા થયેલા ગૌતમ તે વીરપ્રભુના ગુણોની પ્રશંસા કરે છે. જેમકે- તે સિદ્ધાર્થ રાજાના પુત્ર છે, તે વિનયથી નમેલા મસ્તકવાળા ઈન્દ્રોનું શરણ છે, તે હિમ સમાન ઉજ્વળ યશવાળા છે, તે દુત્તર ભવસાગરને પાર પમાડનાર અક્ષત (નિચ્છિદ્ર) મહાપ્રવાહણ છે. તે સકલ ઇચ્છિત કલ્યાણોના લાભ માટે કલ્પવૃક્ષ સમાન છે. તëણ તેઓ (તાપસો) દીક્ષા અપાયા અને દેવોએ વેશ આપ્યો. પર્વતની મેખલા ઉપરથી ઉતરીને માર્ગમાં જવા લાગ્યા. ભિક્ષા વેળા થઈ ત્યારે ગૌતમે પુછ્યું: હે આર્યો ! હું તમારા માટે પારણામાં શું લાવું? તમારે શું અનુકૂળ છે ? આ પ્રમાણે પુછાયેલા તેઓ કહે છે કે આજે ખીરની ભાવના છે. સર્વલબ્ધિ નિધાન ગૌતમસ્વામી પણ ભિક્ષાચર્યામાં સ્વાભાવિક-સાકર-ઘીથી યુક્ત ખીરનું પાનું ભરીને તેઓની પાસે આવ્યા. પછી અક્ષણ મહાનલબ્ધિવાન સ્વામીએ એક પાત્રાથી પ્રથમ ઉપસ્થિત થયેલા સર્વેને ખીર પીરસી પછી પોતે વાપરી. ખીરનું ભોજન કરીને તે સર્વે સેવાલભક્ષીઓને અત્યંત સંતોષ થયો અને ક્ષીણ આવરણવાળા તેઓને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલ એવું કેવળજ્ઞાન પ્રગટ થયું. અને અપાયું છે જગતના જીવોને જીવિત જેના વડે, પોતાના પરિવારથી યુક્ત એવા દિને જગતપ્રભુના છત્રો જોઇને કેવળજ્ઞાન થયું અને કૌડિન્યને પરમધર્મને કહેતા ભગવાનને જોઈને કેવળજ્ઞાન થયું. હવે જિનેશ્વરને પ્રદક્ષિણા કરીને ગૌતમ અતિ આનંદિત મનવાળા થયા. તેઓ પણ તેની પાછળ પ્રદક્ષિણા આપીને પછી કેવળી સભામાં જઈને તીર્થને નમસ્કાર થાઓ એમ વંદન કરીને બેઠા. પાછળ જોવામાં ઉપયોગવાળા ગૌતમ કહે છે કે આ પ્રભુને નમસ્કાર કરો. પછી જિનેશ્વર
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy