SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઉપદેશપદ : ભાગ-૧ ભગવાન વજસ્વામી પણ ક્રમથી પાટલીપુત્ર પધાર્યા. બરફ જેવા ઉજ્વળ યશના પ્રસરને સાંભળવાથી ખુશ થયેલો રાજા પોતાના પરિજનથી યુક્ત સન્મુખ આવ્યો. ટૂકડીરૂપે (અમુક સાધુઓ સાથે રહીને વિહાર કરે તે) સાધુઓને નગરમાં આવતા જુએ છે અને તેમાં ઉત્તમ શરીરી ઘણા સાધુઓને જુએ છે અને પૂછે છે કે શું આ આવે છે તે ભગવાન વજસ્વામી છે? તેઓ કહે છે કે આ નથી બીજા છે. આ પ્રમાણે વિકસિત આંખોવાળા રાજા અને નગરના લોક વડે ઉત્કંઠાથી પ્રતીક્ષા કરાતા ભગવાન વજસ્વામી કેટલાક મુનિઓની સાથે પાછળથી પધાર્યા. પૃથ્વીતલ ઉપર માથું નમાવીને રાજાએ ઉત્કંઠાપૂર્વક ભગવાનને અભિવાદન કર્યું અને પ્રેમપૂર્વકના વચનોથી સન્માન કર્યું. નગરના ઉદ્યાનમાં ઉતરેલા ભગવાને ખીરાસ્ત્રવ લબ્ધિથી સંમોહને નાશ કરનારી ધર્મકથા શરૂ કરી. તે આ પ્રમાણે– (૨૬૦) - નિર્મળ કલાદિ ગુણોથી યુક્ત રમ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત થયે છતે બુદ્ધિમાન પુરુષે મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ. કારણ કે આ અર્થ અને કામ કિંપાક ફળના વિપાક સમાન, દુર્જનના સંગ સમાન અને વિષ ભોજન સમાન પરિણામે સુંદર નથી. જેમાં સંસારનો ભય નથી, જેમાં મોક્ષાભિલાષનો લેશ પણ નથી, તે પરમાર્થથી ધર્મ જ નથી. જે જિનાજ્ઞાપૂર્વકનો ધર્મ કરાય છે તે જ અહીં ધર્મ જાણવો. માયાદિ મોટા શલ્યોના દોષથી કરાયેલો તે ધર્મ પાપાનુબંધિ જ છે. સેંકડો દુઃખોના કારણ ભોગો સાપની જેમ ભયંકર છે. ઉત્તમોત્તમ પુરુષો વડે જે ક્ષમાપ્રધાન ધર્મ બતાવાયો છે તે જ ધર્મ છે. મોક્ષ જ અક્ષય છે અને તે મોક્ષ ધર્મનું ફળ છે. અર્થ અને કામ પ્રત્યક્ષ જ અનર્થના હેતુરૂપે પરિણમતા દેખાય છે, અહીં વધારે શું કહેવું? આનાથી (અર્થ અને કામથી) જે વિપરીત છે તે મોક્ષ છે. અહીં (મોક્ષમાં) ઉદંડ, અકાળે ખંડિત નાશ) કરાયું છેસર્વ જીવોનું જીવિત જેના વડે એવો મૃત્યરૂપી બાળ સિંહ પરિભ્રમણ કરતો નથી. યૌવનરૂપી વનને બાળવા માટે દાવાનળની જ્વાળાની માળા સમાન જરા અહીં (મોક્ષમાં) નથી. દુર્ધર કામદેવના તીર્ણ બાણોનો દુર્ધર અસર નથી. લોભરૂપી સર્પનો સંગમ નથી. ક્રોધ અને મોહનો ઉછાળો નથી. તથા બીજા કોઈ કષાયો નથી. વિષાદ નથી, મદ પિશાચ નથી, દુઃખનું મૂળ એવો પ્રિયજનનો વિયોગ નથી. તથા રોગ નથી વધારે શું કહેવું? એક પણ દોષ ત્યાં પ્રવેશ કરી શકતો નથી. જ્યાં લોકાલોકના દર્શન માટે ચક્ષુરૂપ જ્ઞાન અને દર્શનનો પ્રકાશ જેમને છે એવા નિરૂપમ સુખથી યુક્ત સ્વાધીન જીવો છે. જેમાં પ્રકાશિત વસ્તુઓમાં ખદ્યોતનો પ્રકાશ અભિલાષ માત્ર છે તેમ ભુવનમાં અભૂત પણ વૈભવો અભિલાષ માત્ર છે, કંઈ પણ વાસ્તવિક નથી. તેથી મોક્ષ ઉત્તમ છે અને ૧. ખીરાસ્ટવ લબ્ધિ- ચક્રવર્તીની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પીવડાવવામાં આવે અને પચાસ હજારનું દૂધ તેનાથી અડધી ગાયોને પીવડાવવામાં આવે એ અનુક્રમથી છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે સાકરાદિ મધુર દ્રવ્યોથી અત્યંત મધુર હોય છે. આ દૂધના સ્વાદ જેવા જેના વચનો મધુર હોય તે ખીરાસવ લબ્ધિવાળા સાધુ જાણવા. ૨. કલાદિગુણો- પાંચેય ઇન્દ્રિયો અને મનની પરિપૂર્ણતાથી નિર્મળ મનુષ્યભવ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy