SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ કેટલાક દિવસો પસાર થયે છતે શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત (ભક) દેવનો જીવ તેના ગર્ભમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. નિશ્ચિત કરાયો છે પ્રશસ્ત પુત્રના લાભરૂપ મંગલ જેના વડે એવી સુનંદાને ધનગિરિ આ પ્રમાણે કહે છે કે લક્ષણવંતો પુત્ર તને સહાયક થશે. કોઇક રીતે સુનંદા વડે દીક્ષા માટે રજા અપાયેલા ધનગિરિએ સર્વ જીવોના વધના વિરતિની ઉદ્ઘોષણા કરી. જિનમંદિરોમાં ઘણાં વિભવના પ્રદાનપૂર્વક મહોત્સવ કરાવ્યો. દીન અનાથ આદિ લોકોને ઘણું દાન આપ્યું. પોતાના બંધુવર્ગનું યથાયોગ્ય સન્માન કરીને તથા સમાધિમાં સ્થાપીને ઉચિત પૂજાના સારવાળી તીર્થંક૨ની સ્તવના કરીને અને ચતુર્વિધ સંઘને વસ્ત્રાદિના દાનથી સન્માનીને વિનયના સારવાળા ધનગિરિએ સિંહગિરિની પાસે નક્ષત્ર-મુહૂર્ત અને લગ્નશુદ્ધિ પ્રાપ્ત થયે છતે મહાનિધિ પ્રાપ્ત થતાં જે આનંદ થાય તેવા આનંદથી દીક્ષા લીધી. (૧૩૧) ૨૪૮ નવ માસથી અધિક કાળ પસાર થયે છતે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ સુનંદા સુખે સુખેથી પુત્રને જન્મ આપે છે. પુત્રનો જન્મ થયો. ભેગો થયેલો સ્ત્રીવર્ગ પરસ્પર બોલે છે કે જો તેના પિતાએ દીક્ષા ન લીધી હોત તો મોટો ઉત્સવ થાત. પુત્ર તીક્ષ્ણ બુદ્ધિવાળો હતો. તીવ્ર ક્ષયોપશમવાળો તે સ્ત્રીઓના આલાપો સાંભળે છે. પછી જાતિસ્મરણ જ્ઞાન થયું અને વિચારે છે કે હર્ષોલ્લાસવાળી મારી માતા મને દીક્ષા નહીં લેવા દે, તેથી આનો (માતાનો) હું ઉદ્વેગ કરનારો થાઉં. મોઢું ફાડીને તીવ્ર રોવા લાગ્યો. જેથી આ (માતા) સુખેથી બેસતી, ખાતી કે સૂતી નથી અને ઘરકામ કરી શકતી નથી. આ પ્રમાણે જેટલામાં છ મહિના પસાર થયા તેટલામાં સિંહગિરિ ગુરુ ત્યાં નગરના ઉદ્યાનમાં પધાર્યા અને સ્વાધ્યાય યોગ કર્યો છતે ભિક્ષાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે ધનગિરિ અને સમિત સિંહગિરિને કહે છે કે હે ભગવન્ ! સ્વજન લોકના દર્શન માટે સ્વજનના ઘરે જઈશું. ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા તેઓ પ્રણિધાનપૂર્વક જેટલામાં ઉપયોગ મૂકે છે તેટલામાં ઉત્તમ ફળની પ્રાપ્તિનું કોઇ નિમિત્ત થયું. ગુરુ કહે છે કે તમે ત્યાં ગયે છતે સચિત્ત કે અચિત્ત જે મળે તે પણ સર્વ ગ્રહણ કરજો. આજે મને શકુન થયું છે. પછી તે બંને પણ સુનંદાને ઘરે ગયા. પછી સુનંદા પણ બંને હાથમાં બાળકને લઇને નીકળી તથા કુળસ્રીઓ ભેગી થઇ. પગમાં પડીને સુનંદા કહે છે કે આ બાળકને મેં ઘણો સંભાળ્યો પણ હમણાં તમો તેને ગ્રહણ કરો, હવે પછી હું તેને સંભાળવા સમર્થ નથી. આ પ્રમાણે સુનંદા કહે છે ત્યારે તે ધનગિરિ મુનિ કહે છે કે પછી તને જો કોઇપણ રીતે પશ્ચાત્તાપ થશે તો અમારે શું કરવું ? પછી તે કહે છે કે જો હું તમને કંઇપણ કહું તો આ લોક સાક્ષી છે. આ પ્રમાણે તેની સાથે દૃઢવચનબંધ કરીને ધનિગિરએ તે બાળકને લીધો અને ઝોળીમાં મુક્યો. ત્યાર પછી તે જાણે છે કે હું સાધુ થયો. તે રડતો છાનો થયો. એટલે પોતાના સ્વરૂપથી જ ભારે એવો તે ગુરુ પાસે લઇ જવાયો. પોતાના (પુત્રના) ભારથી નમાવીને જેટલામાં ભૂમિને સ્પર્શ થાય તેટલું ધનિંગિરના બાહુને નીચે લઇ જાય છે ત્યારે ગુરુ ભરેલી ઝોળીને વિચારીને લેવા માટે હાથ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy