SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૩૬ આપ્યા હોય તે જીવો હમણાં મને ક્ષમા કરો. હું પણ તે સર્વે જીવોને ખમાવું છું. રાજ્યનું પાલન કરતા પાપના વશથી મેં જે કોઇ પાપો આચર્યા હોય તેનો હું ત્રિવિધ ત્યાગ કરું છું. જેમ જેમ છાણાના અગ્નિથી તે ધન્યનું શરીર બળે છે તેમ તેમ તેના ક્રૂર કર્મો નાશ પામે છે. અંતમાં પણ શ્રેષ્ઠ શુભભાવનામાં રહેલો, શ્રેષ્ઠ પરમેષ્ઠિ મંત્રના સ્મરણમાં તત્પર, સમાધિથી જેનું મન ચલાયમાન નથી થયું એવો તે મૃત્યુને પામ્યો અને દેવલોકમાં કાંતિમાન શરીરવાળો મહર્દિક દેવ થયો. (૧૭૨) પણ તે સુબંધુ મંત્રી ચાણક્યના મરણથી આનંદિત થયે છતે અને અવસરે પ્રાર્થના કરાયેલ રાજા વડે અપાયેલા ચાણક્યના ઘરે ગયો. ભીડીને નિબિડ સજ્જડ બંધ કરાયેલ છે દરવાજા જેના એવા ગંધવાળા ઓરડાને જુએ છે. આમાં સર્વ અર્થસાર મળશે એમ માની કપાટને તોડીને મંજૂષાને બહાર કાઢી. જેટલામાં સુગંધિ દ્રવ્યોને સૂંઘ્યા તેટલામાં ભૂર્જલેખને જોયો અને તેના અર્થને સારી રીતે જાણ્યો પછી તેની ખાતરી કરવા માટે એક પુરુષને સૂંઘાડ્યો અને પછી વિષયો ભોગાવ્યા અને તે તત્ક્ષણ મરણ પામ્યો. આ પ્રમાણે સર્વપણ વિશિષ્ટ વસ્તુઓમાં ખાતરી કરી. હા ! તેણે મને પણ માર્યો આમ પરમ દુઃખથી સંતપ્ત જીવવાનો અર્થી તે વરાકડો સુમુનિની જેમ રહેવા લાગ્યો. ચાણક્યને આ પારિણામિક બુદ્ધિ થઇ હતી જેને કારણે તે અનશન સુધીના તે તે મનવંછિત અર્થને પામ્યો. (૧૭૮) ગાથાક્ષરાર્થ— ‘ચાણક્ય' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. પ્રથમથી જ નંદની સાથે વૈર બંધાયું. સુવર્ણાદિના ઉત્પાદનને માટે તેનું વનમાં જવાનું થયું. પછી રાજને યોગ્યપાત્રની શોધ કરતા મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલો ચંદ્રગુપ્ત નામનો બાળક હાથ લાગ્યો. પછી પણ ભણતા તેણે સ્થવિરાના વચનથી બોધ પામીને રોહણ નામના પર્વત પર જઇને સુવર્ણ સિદ્ધિ કરીને પર્વતકની સહાયથી પાટલિપુત્રને સાધીને, ચંદ્રગુપ્તને રાજ્ય ઉપર બેસાડીને પૂર્વે કહ્યા મુજબ નગરના લોકો પાસેથી ભંડારની વૃદ્ધિ માટે ધન મેળવ્યું અને અંત સમયે પારિણામિક બુદ્ધિના બળથી ઇંગિનીમરણથી અનશન કર્યું. (૧૩૯) एमेव थूलभद्दे, उक्कडरागो सुकोस पच्छाओ । वक्खेवतो ण भोगा, चरणं पिय उभयलोगहियं ॥ १४० ॥ एवमेव प्रकृतबुद्धौ स्थूलभद्रः प्रागेव कथितविस्तरवृत्तान्तो ज्ञातं विज्ञेयम् । स च उत्कटरागः ‘सुकेस’ त्ति सुकोशायां वेश्यायामभूत् । पश्चात् स नन्दराजामन्त्रितः सन् परिभावितवान्, यथा मन्त्रिपदाङ्गीकारे व्याक्षेपतो राजकार्यव्याकुलतया न भोगा भविष्यन्ति । भोगार्थं च राज्याधिकारचिन्ता क्रियते । ततः 'चरणंपि य' चरणमेव चारित्रमेव उभयलोकहितं वर्त्तते इति तदेव तेन कृतमिति ॥ १४० ॥ 1
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy