SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપદેશપદ : ભાગ-૧ પરિશુદ્ધ સંવેગ થયે છતે સ્ત્રીએ તેને યથાવસ્થિત વાત જણાવી કે તે હું જ હતી પણ સખી ન હતી. તો પણ હું ભાવથી પરસ્ત્રી સેવનારો થયો. એમ અપરાધનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લીધું. ગુરુએ પણ કહ્યું કે તારે તેનું મુખ પણ ન જોવું અને ફરીથી આને પરદારાનું પચ્ચક્માણ કરાવ્યું. (૧૩૫). तहयामच्चे राया, देवीवसणम्मि सग्गपडियरणा । धुत्ते दाणं पेसण, जलणे मुहरम्मि य विभासा ॥१३६॥ अथ गाथाक्षरार्थः-तथा च इति तथैव यथा पूर्वज्ञातानि पारिणामिक्यां बुद्धौ तथा इदमपि इति भावः । अमच्चे' इति अमात्यो मन्त्री तेन च यदा राजा देवीव्यसने मरणलक्षणे जाते सति न शरीरस्थितिं करोति, तदा 'सग्गपडियरण' त्ति स्वर्गस्थिताया देव्या व्याजतः प्रतिजागरणा श्रृङ्गारप्रेषणेन प्रारब्धा । अत्रान्तरे कस्मिंश्चिद् धूर्ते मन्त्रिणोऽनापृच्छयैव तथा उपस्थिते सति दानं पूर्ववत् कटिसूत्रकादिप्रदानं कृतम् । 'पेसणं' त्ति प्रेषणं प्रस्थापनं 'ज्वलने' वैश्वानरे प्रक्षेपेण प्रक्रान्तं तस्य । 'मुखरे' वाचाले अन्यस्मिन् अकस्मादेवोपस्थिते विभाषा विविधार्थभाषणरूपा कर्त्तव्या, यथा-प्रथमधूर्ते ज्वलनप्रवेशेन विनाशयितुमारब्धेऽन्यो मुखरो विप्लावकतया बहुं देवीसंदेशं दातुं आरब्धः। उक्तं च धूर्तेन, नाहमेतावत् समर्थोऽवधारयितुं कथयितुं वा संदेशजालम, अतोऽयमेव प्रेष्यताम् । प्रारब्धश्चासौ तथैव प्रहेतुं, भणितश्च तेन स्वजनवर्गों यथा निजतुण्डं रक्षणीयम्, अरक्षितनिजतुण्डस्य मम एतत् फलं सम्पन्नमिति ॥१३६॥ ગાથાર્થ તથા અમાત્ય, રાજા, દેવીનું મૃત્યુ, સ્વર્ગમાં સેવા, ધૂર્ત, દાન, મેષણ અગ્નિમાં પ્રવેશ અને વાચાળતામાં વિકલ્પ. (૧૩૬) સુપ્રતિષ્ઠિત નગરમાં શ્રીસંગત નામનો મોટો રાજા હતો તેને પોતાના જાણે પ્રાણનું સર્વસ્વ ન હોય તેવી મનદયિતા નામની રાણી છે. તેની સાથે પાંચ પ્રકારના, સારભૂત, વિશ્વાસના કારણભૂત વિષયો ભોગવતા રાજાનો અતિ દીર્ધકાળ પસાર થયો. હવે કોઈક વખત વૈદ્યોથી અસાધ્ય રોગથી પીડાતી શરીરવાળી દેવી યમના ઘરે પહોંચી, અર્થાત્ મરણ પામી. પરવશ થયેલો તે રાજા શરીરની મર્યાદાનું જેટલામાં પાલન નથી કરતો તેટલામાં મંત્રીઓએ કહ્યું- હે રાજન્ ! તમે આ જગત સંસ્થિતિ જાણો. જેમ પાકેલા ધાન્યોને ખેડૂત લખે છે તેમ આ કૃત્તાંતો જન્મેલા જીવોને હણે છે અને મૃત્યુથી કોઈનું રક્ષણ થઈ શકતું નથી. આ પ્રમાણે કહેવાયેલો રાજા પણ કહે છે કે જ્યાં સુધી દેવી શરીર સ્થિતિ કરતી ૧. શરીરની મર્યાદા- એટલે શરીરની પૂર્વવત્ પ્રવૃત્તિરૂપ મર્યાદા, અર્થાત્ શરીર સંભાળની સર્વ ક્રિયા કરવી છે. જેવી કે સ્નાન કરવું. આભૂષણો પહેરવા વગેરે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy