________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૧૯ દેવલોકમાં દેવ થઇ. હવે યજ્ઞદેવનો જીવ ચ્યવીને રાજગૃહ નગરમાં ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે દુર્ગછા દોષથી ચિલાતિ નામની દાસીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેના પિતાએ ઉક્ત ગોત્રાનુસાર તેનું નામ ચિલાતિપુત્ર પાડ્યું. બીજી પણ (તેની પૂર્વભવની પતી) ત્યાંથી ચ્યવીને તે જ ધનની સ્ત્રીના પાંચ પુત્રોની ઉપર સુસુમા નામે પુત્રી થઈ. ચિલાતિપુત્ર તેની સંભાળ રાખવા રખાયો. આ અત્યંત ઝઘડાખોર અને દુર્વિનિત છે એમ જાણી સાર્થવાહે તેને ઘરમાંથી કાઢી મુક્યો, ભમતો તે પલિમાં ગયો. તેણે ગાઢ વિનય કરીને પલિપતિની સેવા કરી. (૧૩)
હવે પલિપતિ મરણ પામે છતે બધા ચોરોએ ભેગા થઈને આ યોગ્ય છે એમ જાણી તેને પલિપતિ કર્યો અને તે મહાબળવાન અતિનિધૃણ ગામ પુર-નગરના સાર્થોને હણે છે. એક પ્રસંગે તેણે ચોરોને આ પ્રમાણે કહ્યું કે રાજગૃહ નગરમાં ધન નામનો સાર્થવાહ છે. તેને સુસુમા નામની પુત્રી છે. તે મારી અને ધન તમારું, તેથી તમો આવો ત્યાં જઇએ. “અમો આવશું' એમ ચોરોએ સ્વીકાર્યું. રાત્રિના તેઓ રાજગૃહ ગયા અને અવસ્વાપીની નિદ્રા આપીને ઘરમાં પ્રવેશ્યા. ચોરોએ તેનું ઘર લુંટ્યું. પલ્લિપતિએ સુંસુમાને લીધી. તે વખતે પુત્રો સહિત ધનદત્ત જંલદીથી ઘર છોડીને કાર્ય પ્રસંગે બીજે ગયો હતો. ઇચ્છિત કાર્યને કરી પલિપતિ સ્વસ્થાન આવવા પાછો ફર્યો. હવે સૂર્યોદય થયે છતે પાંચેય પણ પુત્રોથી યુક્ત, દૃઢ રીતે બંધાયું છે કવચ જેના વડે, રાજાના ઘણા સૈનિકોથી યુક્ત ધનદત્ત પુત્રીના સ્નેહથી તે માર્ગથી પાછળ પડ્યો અને ધનદત્તે રાજસુભટોને કહ્યું કે મારી પુત્રીને પાછી લાવો, દ્રવ્ય તમને આપ્યું. આમ કહ્યું એટલે સુભટો દોડ્યા. તેઓને આવતા જોઈને ચોરો ધન મૂકીને ભાગ્યા. તે ધનને લઇને સુભટો ઘરે પાછા આવ્યા. પુત્રો સહિત એકલો ધનદત્ત જવા લાગ્યો, જલદીથી ચિલાતિપુત્રની નજીક પહોંચી ગયો. આ કોઈની ન થાઓ એમ સુસુમાનું મસ્તક (કાપી) લઈ તે શીઘ પલાયન થયો. દુભાતા મનવાળો સાર્થવાહ પાછો વળ્યો. પછી સુધાથી પીડાયેલો પુત્રોની સાથે મરવા તૈયાર થયો અને વિચારે છે કે હમણાં પ્રાણ ત્યાગ કરવાથી કોઈ લાભ નહીં થાય. તેથી કોઈ ઉપાયથી સર્વ ભક્ષ્ય ભોજનથી રહિત આ અટવીમાં પ્રાણો ટકાવવા જોઈએ. પછી તેણે પુત્રોને કહ્યું કે હું પ્રાયઃ કૃતકૃત્ય થયો છું, માટે તમે મને મારી ભોજન કરી પ્રાણ ટકાવી રાખો. આ કષ્ટથી જીવતો મનુષ્ય કલ્યાણ પામે છે. બે કાન આડા હાથ મૂકીને પુત્રોએ કહ્યું કે તમે અમારા ગુરુ છો, તમે અમારા દેવ છો તો તમે જ આવું અકાર્ય કરવાનું કેમ કહો છો ? મોટા પુત્રે કહ્યું કે મને મારી તમે પ્રાણ ટકાવો. તે પણ ઇચ્છતા નથી ત્યારે મોટાના ક્રમથી બધાજ પુત્રો પોતાના પ્રાણ અર્પણ કરવા તૈયાર થયા. એટલામાં કંઇપણ કરવા શક્તિમાન થતા નથી તેટલામાં કાર્યકુશળ પિતાએ કહ્યું કે આ પુત્રી સ્વયં જ મરણ પામેલી છે તેથી આનું માંસ ખાઈને પ્રાણ ધારણ કરો. બધાએ અનુમતિ આપી એટલે અરણીના કાષ્ઠથી અગ્નિ પ્રગટાવ્યો અને તેમાં માંસ પકાવી ખાધું પછી પોતાના નગરમાં ગયા. સુગુરુની પાસે બોધિ પ્રાપ્ત કરીને સુગતિને પામ્યા. પ્રાણસંકટ ઉપસ્થિત થયે છતે ધનદત્ત પારિણામિક બુદ્ધિની સિદ્ધિથી તે દુઃખથી પાર પામ્યો અને ચારિત્રને પામ્યો. (૩૩)