SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૧૭ કર્યો. તે રાજાએ સૈન્ય સહિત પુરિમતાલ નગરને ઘેરો ઘાલ્યો ત્યારે ઉદિતોદયને લોક ઉપર અનુકંપા થઈ. પછી તેણે વૈશ્રમણ નામના દેવનું પ્રણિધાન કર્યું. તે દેવે તેની ઇચ્છા મુજબ ધર્મરુચિ રાજાનું સંહરણ કરી પોતાની નગરીમાં મુક્યો. (૧૩૨) साहू य णंदिसेणे, ओहाणाभिमुह रायगिहवीरे । तस्संतेउरपासणसंवेगा निच्चलं चरणं ॥१३३॥ अथ गाथाक्षरार्थः -साधुश्च ज्ञातम् । कस्य इत्याह-'नंदिसेण' त्ति नन्दिषेणस्य सूरेः तस्मिन् 'ओहाणाभिमुह' त्ति अभिधावनाभिमुखे प्रव्रज्यापरित्यागसंमुखे सति 'रायगिहवीरे' इति राजगृहे वीरो गतः। तत्र च तस्य शिष्यस्य 'अंतेउरपासणसंवेगा' इति गुरोः अन्तःपुरदर्शनेन संवेगाद् उक्तलक्षणाद् निश्चलं चरणं संजातमिति ॥१३३॥ ગાથાર્થ– નંદિણના શિષ્ય દીક્ષા છોડવા તૈયાર, રાજગૃહમાં વીરનું પધારવું, અંતઃપુર જોવું, સંવેગ, નિશ્ચલ ચારિત્ર. (૧૩૩) નંદિષણના શિષ્ય મુનિની કથા શ્રેણિક રાજાને સકલ પૃથ્વીવલયને આનંદ પમાડનાર, ચંદ્ર સમાન નિર્મળ યશવાળો નંદિષેણ નામે પુત્ર હતો. વીતરાગ પાસેથી પ્રાપ્ત થયો છે. શુદ્ધ ધર્મ જેને એવા તેણે સ્વર્ગની શોભાનો તિરસ્કાર કરનાર નગરને અને અત્યંત રમણીય અંતઃપુરને તૃણની જેમ છોડીને દીક્ષા લીધી. અતિશય શ્રત રૂપી મણિ માટે રોહણાચલ પર્વત સમાન, શ્રુતશીલને ધરનારો તે ક્ષમાદિ ગુણોનો ધરનારો થયો. તેને અતિનિર્મળ જાતિ કુલવાળો, વિનયાદિગુણજ્ઞ કામરાગને જીતનાર ઘણો મુનિ પરિવાર થયો. (૪) હવે ક્યારેક કર્મના વિચિત્ર પરિણામથી નિમિત્ત વિના જ, કામથી વિચલિત કરાયું છે ચિત્ત જેનું એવો તેનો એક શિષ્ય પોતાના સદ્ભાવને કહે છે, અર્થાત્ પોતાના મનમાં જેવા વિચારો છે તે જણાવે છે. મંદિષેણે પણ વિચાર્યું કે ભગવાન મહાવીર જો રાજગૃહ પધારે તો સારું થાય. કારણ કે મારા વડે ત્યાગ કરાયેલી દેવીઓના અતિશયોને જોઇને બીજો પણ સ્થિર થાય. ભગવાન ત્યાં ગયા. સુંદર હાથીસ્કંધ પર બેઠેલો, જેના ઉપર શ્વેત છત્ર ધરાયું છે, જેની બંને બાજુ શ્વેત સુંદર ચામરો વીંઝાતા છે, સૈન્યથી સહિત, અંતઃપુરથી સહિત શ્રેણિક રાજા નીકળ્યો તથા કુમારવર્ગ અને શ્રીનંદિષણનું અંતઃપુર જિનેશ્વરના વંદન માટે નીકળ્યું. સમવસરણમાં ભગવંતને વાંદીને સ્વસ્થાનમાં બેસે છતે તે શિષ્ય ગુરુ નંદિષેણથી મુકાયેલી શ્વેતવસ્ત્રધારી, અતિશય શુદ્ધ શીલધારી, શરીરના સર્વ અંગોથી ઢંકાયેલી, આભૂષણોનો ત્યાગ કરનારી, સર્વ અંતઃપુરની લક્ષ્મીને હરનારી, પાસરોવરમાં રહેલ હંસીઓની જેમ શોભતી દેવીઓને જુએ છે. તે વિચારે છે
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy