SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૧૫ એક પ્રસગે શરદીથી ઘેરાયેલા સૂરિને મનોવાંછિત ભોજનની ઇચ્છા થઇ ત્યારે ઉચિત સમયે તેના વડે તે ઇચ્છા પૂરી કરાઈ ત્યારે વિસ્મિત મનવાળા સૂરિ કહે છે કે તે આ ભોજન વિશેનો મારો માનસિક સંકલ્પ તે કેવી રીતે જાણ્યો. જેથી તું ઉચિત કાળે અતિ દુર્લભ ભોજનને લાવી. તેણે કહ્યું: જ્ઞાનથી. સૂરિ– ક્યા જ્ઞાનથી ? પુષ્પચૂલા- અપ્રતિપાતિ જ્ઞાનથી. ધિક્ ધિક્ અનાર્ય એવા મેં આ કેવલીની કેમ આશાતના કરી ? એ પ્રમાણે સૂરિ શોક કરવા લાગ્યા. હે મુનિવર ! શોક ન કરો. કારણ કે નહીં ઓળખાયેલા કેવલી પણ પૂર્વ વ્યવહારનો લોપ કરતા નથી. આ પ્રમાણે તેના વડે વારણ કરાયા. લાંબા સમયથી શ્રમણ્યને આરાધતો શું હું મોક્ષને નહીં પામું? આ પ્રમાણે શંકા કરતા સૂરિને ફરીથી કહ્યું હે મુનીશ ! મોક્ષ માટે તમે કેમ શંકા કરો છો ? કેમકે તમે પણ ગંગા નદી ઉતરતા કર્મક્ષય કરશો. આ પ્રમાણે સાંભળીને સૂરિ નાવડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાના અભિલાષથી ગંગાનદી ઓળંગવા પ્રવૃત્ત થયા. પરંતુ તે સૂરિ નાવમાં જે જે બાજુ બેસે છે તે તે ભાગ કર્મદોષથી અગાધ ગંગાજળમાં ડૂબે છે. સર્વનાશની શંકા કરીને ખલાસીઓએ નાવડીમાંથી અર્ણિકાપુત્રાચાર્યને પાણીમાં નાખ્યા. હવે પરમ પ્રશમરસમાં પરિણત, સુપ્રસન્ન ચિત્તવૃત્તિવાળા, સર્વ સામર્થ્યથી સંધાયા છેસંપૂર્ણ આશ્રવ દ્વારો જેના વડે, દ્રવ્યથી અને ભાવથી પરમ નિસંગતાને પામેલા, સુવિશુદ્ધ થતા દઢ શુક્લ ધ્યાનથી નિર્મથિત કરાયા છે કર્મો જેના વડે, જળના સંથારામાં રહેલા હોવા છતાં અત્યંત સંધાયા છે સર્વ યોગો જેના વડે એવા સૂરિને નિર્વાણ લાભની સાથે મનવાંછિત અર્થ સિદ્ધિ થઈ. આ પ્રમાણે સ્વપ્રમાં નરક અને સ્વર્ગ બતાવતી દેવભવને પામેલી દેવીને પારિણામિકી બુદ્ધિ હતી. ગાથાક્ષરાર્થ– દેવી' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. અને તેનું નામ પુષ્પવતી છે. પુષ્પવતી દેવીએ પુષ્પચૂલ અને પુષ્પચૂલા યુગલને જન્મ આપ્યો અને તે બંનેના પરસ્પર લગ્ન થયે છતે, પુષ્પચૂલાનો પતિ ઉપર રાગ જોયે છતે દેવ થયેલી માતાએ તેને પ્રતિબોધ કરવા નરક અને દેવલોકના સુખો સ્વપ્નમાં બતાવ્યા. પછી તેઓએ અર્ણિકાપુત્ર આચાર્યને સ્વપ્નની હકીકત પૂછી અને બોધિ પ્રાપ્ત કરી. દીક્ષા લીધા પછી તેને કેવળજ્ઞાન થયું. કેવળીનું સ્વરૂપ જાણીને સૂરિએ કેવળજ્ઞાનના બળથી લવાતા ભોજનનો નિષેધ કરાયે છતે ગંગા નદી ઉતરતા સૂરિને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. (૧૩૧) उदिओदय सिरिकता, परिवाइय अण्णराय उवरोहे । जणमणुकंपा देवे, साहरणं णियगनयरीए ॥१३२॥ ૨. સા, સન્ ધાતુ ૨ જો ગણ વિઘર્થ બી. પુ. એક વ. યા નું પ્રાકૃત રૂપ છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy