________________
૨૦૨
ઉપદેશપદ : ભાગ-૧ | કુંભાર ઘટાદિ દળભૂત માટીના પિંડનું પ્રમાણ જાણે છે. જેમકે આટલા માટીના પિંડમાંથી આટલા ઘડા થશે. તથા શબ્દ સમુચ્ચયમાં છે. કંઈક સુકાયેલા ઘટાદિ ભાંડ ચક્ર ઉપરથી દોરડા વડે ઉતારીને ઝડપથી નીચે રાખે છે, એ પ્રમાણે ચિત્રકાર પણ લાલપીળા વર્ણથી કેટલું ચિત્રકામ થશે તે પ્રમાણે જાણે છે.
(કર્મના બુદ્ધિના ઉદાહરણો પૂર્ણ થયા)
નમઃ શ્રુતદેવતા છે શ્રુત દેવતાને નમસ્કાર થાઓ. अथ पारिणामिकीज्ञातानि भण्यन्तेपरिणामिया य अभए, लोहग्गासिवणलागिरिवरेसु । पज्जेया जियवजणजायणया मोइओ अप्पा ॥१२८॥
अथ गाथाक्षरार्थः-पारिणामिक्यां बुद्धौ अभयो दृष्टान्तः । कथमित्याह'लोहग्गासिवणलागिरिवरेसु' त्ति, लोहजङ्घलेखवाहकअग्निअशिवानलगिरिवृत्तान्तविषयेषु चतुर्षु सत्सु । पजोया' इति प्रद्योताच्चण्डप्रद्योतनृपतेः सकाशात् । 'जियवजण जायणया' इति, जीवितवर्जनेन वह्निप्रवेशाभ्युपगमात्, प्राणत्यागरूपेण कृत्वा या याचा प्रार्थना तया मोचित आत्मा अभयकुमारेणेति ॥१२८॥
હવે પારિણામિકી બુદ્ધિના ઉદાહરણો કહેવાય છે
ગાથાર્થ– લોહબંધ, અગ્નિ, અશિવ અને અનલગિરિના પ્રસંગોમાં અભયને પારિણામિકી બુદ્ધિ છે. પ્રદ્યોત પાસેથી જીવિત વિનાની યાચનાથી પોતાને છોડાવ્યો. (૧૨૮)
રાજગૃહ નામનું નગર હતું. ત્યાં શત્રુ રાજાઓના મદનું મર્દન કરનાર, ક્ષાયિક સમ્યગૃષ્ટિ જગપ્રસિદ્ધ એવો શ્રેણિક રાજા હતો. ચાર પ્રકારની બુદ્ધિથી શ્રેષ્ઠ, પૂર્વે પણ જેના નિર્મળ ગુણોનો સમૂહ વિસ્તારથી કહેવાયેલ છે, લોકના મધ્યમાં ભમતો છે યશ જેનો એવો અભય નામનો તેનો મંત્રી છે. હવે ઉજ્જૈની નગરીનો સ્વામી, ઘણા પ્રચંડ સૈન્યથી યુક્ત, પ્રદ્યતન રાજા સામો આવીને શ્રેણિક રાજાને ઘેરો ઘાલે છે. ચિત્તમાં ભયને ધારણ કરતા રાજાને અભય મંત્રીએ કહ્યું કે લડાયકની તમે શંકા ન કરશો, હું તેનું નિવારણ કરીશ. તેને આવતો સાંભળીને અભય તેના સામંત રાજાઓને જાણતો સૈન્યની નિવાસ ભૂમિની પૃથ્વીમાં તેઓ ન કાઢી શકે તેવી લોખંડની કોઠીઓમાં દીનારો ભરી દટાવે છે. પછી તેઓ આવ્યા અને સ્વસ્થાનમાં સંનિવેશ કરીને રહ્યા. શ્રેણિક રાજાને પ્રદ્યોતન સાથે મોટું યુદ્ધ થયું. કેટલાક દિવસો પછી અભય રહસ્યને જાણીને પ્રદ્યોતની બુદ્ધિના ભેદ માટે પ્રદ્યોત રાજાને લેખ મોકલાવે છે અને જણાવે છે કે તારા સર્વ