________________
૧૯૨
ઉપદેશપદ : ભાગ-૧
ભગવંતને પૂછે છે કે હે ભગવન્! અત્યાર સુધી મારા વડે કેટલું ભણાયું ? સરસવ જેટલા અઠ્યાસી સૂત્રો ભણ્યો છે, મેરુ પર્વત જેટલું ભણવાનું બાકી છે. અત્યાર સુધીમાં જેટલો કાળ ભણ્યો તેના કરતા હવે કંઈક ન્યૂન કાળથી સુખથી સર્વ પણ દૃષ્ટિવાદને ભણી શકીશ અને ક્રમથી બે વસ્તુ ન્યૂન દશપૂર્વો સ્થૂલભદ્ર ભણ્યા ત્યારે ગુરુ વિહાર કરતા પાટલિપુત્ર આવ્યા અને ત્યાં બહાર ઉદ્યાનમાં રહ્યા. (૧૦૭)
જણાદિ સાતે ય પણ સ્થૂલભદ્રની બહેનો ગુરુ અને જ્યેષ્ઠાર્યને વંદન નિમિત્તે આવી. ગુરુને વંદન કરી તે જ્યેષ્ઠાર્ય કયાં છે? એમ પુછાયેલા ગુરુ કહે છે કે આ દેવકુલિકામાં પ્રહૃષ્ટ પરાવર્તન કરતો રહે છે. તેઓને આવતી જોઇને ઋદ્ધિ બતાવવા નિમિત્તે તેણે સિંહનું રૂપ લીધું. સિંહને જોઈને ભય પામેલી સાધ્વીઓ ગુરુ પાસે આવીને કહે છે કે હે ભગવંત ! ભાઈને સિંહ ખાઈ ગયો છે. ગુરુએ કહ્યું કે તે સ્થૂલભદ્ર છે સિંહ નથી અને ફરી આવીને વંદન કરી ઊભી રહી. પછી સુખશાતા પૂછી અને કહ્યું કે અમોએ શ્રીયકને દીક્ષા અપાવી. પર્વ દિવસે ઉપવાસ કરાવવાથી તે મરીને દેવલોકમાં ગયો. શ્રીયકના મરણથી ભયભીત થયેલી બહેનો વડે તપથી શાસન દેવી બોલાવાઈ દેવી જક્ષાને મહાવિદેહ લઈ ગઈ અને તીર્થકરને પ્રાયશ્ચિત્ત પુછ્યું. તેમની પાસેથી એક ભાવના અને બીજુ વિમુક્ત અધ્યયન લાવી. આ પ્રમાણે વંદન કરીને ગઈ.
બીજા દિવસે નવા સૂત્રનો ઉદેશો લેવા સ્થૂલભદ્ર ગુરુ પાસે આવ્યા. એટલામાં સૂરિ આપતા નથી તેટલામાં પુછ્યું: હે ભગવન્! અહીં શું કારણ છે? ગુરુ- તું અયોગ્ય છે. એટલે સ્થૂલભદ્ર જાણ્યું કે મેં ગઈકાલે પ્રમાદ કર્યો છે તેથી મને શ્રુત નથી આપતા. સ્થૂલભદ્ર- હું ફરીથી પ્રમાદ નહીં કરું. ગુરુ કહે છે જો કે તું નહીં કરે તો પણ બીજા પ્રમાદ કરશે. પછી બીજાને નહીં ભણાવવાની શરતે મુશ્કેલીથી કોઇક રીતે પછીના ચારપૂર્વો ભણાવવાનું સ્વીકાર્યું. ત્યાર પછી દશમાં પૂર્વની બે વસ્તુ અને બાકીના ચારપૂર્વો વ્યવચ્છેદ પામ્યા. બાકીનું સર્વ શ્રત માન્ય રખાયું. અહીં ગણિકા અને રથિકને વૈનયિકી બુદ્ધિ છે. એટલું પ્રસ્તુત છે બાકીનું પ્રાસંગિક છે.
ગાથાનો અક્ષરાર્થ– ગણિકા અને રથિક બંનેનું એક જ દાંત છે પણ બે નહીં. સુવાસ સઢિ પૂર્વે જે કોશા નામ કહ્યું છે તે જ સુકોશા છે. જિનશાસનમાં અતિ શ્રદ્ધાળુ હોવાથી સ્થૂળભદ્રના ગુણોની નિરંતર પ્રશંસા કરતી તેને જોઈને રથિકે તેને આકર્ષિત કરવા માટે આંબાની લંબ છેદી અને તેણે (કોશાએ) સરસવના ઢગલા ઉપર રાખેલી સોય પર નૃત્ય કરી બતાવ્યું અને કહ્યું કે શિક્ષિતને શું દુષ્કર છે? (૧૧૭)
सीता साडी कजं, दीहं तण गच्छ कुंचपइवाणी। लेहायरियपणामण, अवहम्मि तहा सुसिस्साणं ॥११८॥